Abtak Media Google News

રસ્તાની આડશની પહોળાઈ વધારવા, સર્વિસ રોડ ૨૦ ફુટનો કરવા, કામ ચાલુ હોય ત્યાં સુધી મેયર બંગલા રોડ વાળુ જુનુ ફાટક ચાલુ કરવા સહિતનાં મુદ્દે કોંગી અગ્રણી પ્રદિપ ત્રિવેદીની આગેવાનીમાં મ્યુનિસિપલ કમિશનરને રજુઆત

Img 0064

Advertisement

લોકોને બ્રિજનાં નિર્માણ કામથી પડી રહેલી હાલાકી દુર કરવા ઉદિત અગ્રવાલે હકારાત્મક પ્રતિભાવ આપ્યો

Img 0089શહેરનાં રૈયા રોડ પર આમ્રપાલી રેલવે ફાટક પાસે મહાપાલિકા દ્વારા રૂા.૮૪.૯૧ કરોડનાં ખર્ચે અંડરબ્રીજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મહાકાય આડશો ફીટ કરી આડેધડ ડાયવર્ઝન કાઢવામાં આવ્યા હોય સ્થાનિક રહેવાસીઓ અને વ્યાપારીઓ ભારે હાડમારી વેઠવી પડે છે. આજે શહેર કોંગ્રેસ અગ્રણી અને જાણીતા આર્કિટેક પ્રદિપભાઈ ત્રિવેદીની આગેવાનીમાં લોકો અને વેપારીઓએ બ્રિજનાં નિર્માણ કામથી પડી રહેલી મુશ્કેલી અંગે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલને ઉગ્ર રજુઆત કરી હતી જોકે સામાપક્ષે લોકોની હાડમારી હલ કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.

મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, આમપ્રાલી ફાટક પાસે અંડરબ્રીજ બનાવવાનું કામ શરૂ કરવામાં આવતા કોર્પોરેશન દ્વારા રૈયા રોડ સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે જેનાં કારણે સ્થાનિક રહેવાસીઓએ ભારે હાલાકી વેઠવી પડે છે. વેપારીઓનાં ધંધા રોજગાર બંધ થઈ ગયા છે. નવ મુદા સાથેનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં માંગણી કરવામાં આવી છે કે, રસ્તા પર મુકવામાં આવેલી આડશની પહોળાઈ વધુમાં વધુ સમય સુધી રાખવી જોઈએ અને તેને પહોળી કરવી જોઈએ. કોન્ટ્રાકટરને આ માટે યોગ્ય સુચના આપવા અને લોકોની હાલાકી ઓછી કરવાનાં પ્રથમ પ્રાથમિકતા આપે તે માટે કામ કરવા જણાવવામાં આવ્યું છે. સર્વિસ રોડની પહોળાઈ લઘુતમ ૨૦ ફુટની રાખવી. પ્રોજેકટનું કામ ચાલુ રહે ત્યાં સુધી મેયર બંગલા તરફ રોડવાળુ જુનુ રેલવે ફાટક વૈકલ્પિક રીતે ચાલુ કરવું, રૈયા રોડ તથા કાલાવડ રોડ વચ્ચે વૈશાલીનગરમાં પણ હંગામી ફાટક ખુલ્લુ મકવું જોઈએ. અંડરબ્રીજમાં ચોમાસામાં ભરાતા પાણી વિશે અગાઉનાં અનુભવોને ધ્યાનમાં લઈ બ્રિજ બનાવવાની કામગીરી દરમિયાન ચોમાસાને ધ્યાનમાં લઈ સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવી. અંડરબ્રિજનો ઢાળ સિનિયર સીટીઝન અને રાહદારીઓ તથા સાયકલ સવારો માટે સુગમ રહે તેવો રાખવો. કામગીરી ચાલુ રહે ત્યાં સુધી સ્ટ્રીટલાઈટની વધારાની અને પુરતી વ્યવસ્થા ગોઠવી, પતરાની આડશ બાંધતા પહેલા લાઈટબોલ, ટ્રી ગાર્ડ, અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન તથા અન્ય અડચણો એડવાન્સમાં દુર કરી અનિવાર્ય આવન-જાવન તથા રાહદારીઓની સુવિધાનું પુરતું ધ્યાન રાખવું પ્રજાનાં વ્યાપક હિતમાં ઓછામાં ઓછી અડચણ અને નિયત સમય મર્યાદામાં દુર્ઘટના વગર પ્રોજેકટ પૂર્ણ થાય તે માટે સુનિશ્ર્ચિત વ્યવસ્થા કરવા રજુઆત કરવામાં આવી છે. લોકો દ્વારા મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત પોલીસ વિભાગમાં પણ રજુઆત કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.