Abtak Media Google News

હાલનાં સમયમાં મ્યુઝીકનો ટ્રેન્ડ ખુબ જ ઝડપથી બદલાઈ રહ્યો છે: રાજકોટમાં મારા ફેન્સ માટે ખાસ કલેકશન લઈને આવ્યો છું

મહાપાલિકાનાં ૪૭માં સ્થાપના દિવસ નિમિતે આજે બોલીવુડનાં ખ્યાતનામ સિંગર જાવેદ અલીની મ્યુઝીક નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે. આજે બપોરે રાજકોટ આવી પહોંચેલા જાવેદ અલીએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, રાજકોટનાં લોકોનો પ્રેમ અનોખો છે. ગુજરાતી થાળી મારી ફેવરીટ છે. મારા ફેન્સ માટે હું ખાસ કલેકશન લઈને આવ્યો છું.

Advertisement

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ખુબ જ ખુશ છું કે મને રાજકોટ આવવાનો ફરીથી મોકો મળ્યો. ઘણા સમય પછી હું રાજકોટમાં આવ્યો છે. આજે ઘણું બધુ નવું મારા ચાહકો માટે લઈને આવ્યો છું. મહાપાલિકાનાં ૪૭માં સ્થાપના દિનની ઉજવણી કરવા માટે હું ખુબ જ ઉત્સુક અને ખુશ છું. મારું નવું ગીત દબંગ-૩નું નૈના લડે હમણા જ રીલીઝ થયું છે ત્યારબાદ ટી-સીરીઝનું એક ગીત તેરી હાજરી વગેરે રીલીઝ થવાના છે. અત્યાર લોકો ઘણા સ્માર્ટ થઈ ગયા છે. શું કરવું અને શું ન કરવું તેની તેઓને ખુબ જ સેન્સ છે. દરેક ફિલ્ડમાં ઓનેસ્ટી ખુબ જ જ‚રી છે. જે કાર્યો કરે તે પુરી લગન સાથે કરો તો ચોકકસ મંજીલ મળશે. હાલ સંગીતનાં ટ્રેન્ડમાં ખુબ જ ઝડપી બદલાવ આવી રહ્યા છે. ડિરેકટરોને જે ગીત સારું લાગે તો તેને પસંદ કરે છે. અત્યારે કોઈ પાસે સમય નથી. પહેલાનાં સમયમાં થોડી ઘણી જ ફિલ્મો બનતી હતી અને ૪ થી ૫ જ સિંગર્સ હતા જેનાં કારણે બધા પાસે પોતાની અલગ ઓળખ હતી. અત્યારે એક જ અવાજમાં બહુ બધા ગાયકો ગાય છે. કોઈ એક ગીત એક અવાજમાં ચાલે તો તેને ફોલો કરે છે અને તેથી કોઈપણ ગાયકની ઓળખ ભુસતી જાય છે પરંતુ પોતાનું થીન્કીંગ છે.  તેઓએ ઉમેર્યું હતું કે, મને રાજકોટ આવીને ખુબ જ મજા આવે છે. રાજકોટનાં લોકોનો પ્રેમ અનોખો છે. મને ગુજરાતી ફુડ ખુબ જ ભાવે છે. જયારે પણ હું ગુજરાતમાં આવું ત્યારે ગુજરાતી ફુડ જ ખાવાનું પસંદ કરું છું. આજના કાર્યક્રમને લઈને હું ખુબ જ ઉત્સાહી છું.

Img 0129 E1574168943517

જાવેદ અલીનાં રાજકોટ આગમન પૂર્વે સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડ તથા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે પત્રકાર પરીષદને સંબોધી હતી અને કોર્પોરેશનનાં ૪૭માં સ્થાપના દિન નિમિતે યોજાયેલા અલગ-અલગ કાર્યક્રમોની વિગતવાર માહિતી આપી હતી. દર વખતની માફક આ વર્ષે પણ સ્થાપના દિન નિમિતે બોલીવુડનાં ખ્યાતનામ સિંગર જાવેદ અલીની મ્યુઝીકલ નાઈટ રંગતરંગનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં શહેરીજનોને ઉમટી પડવા હાંકલ કરી હતી. સાથોસાથ ૪૭ વર્ષ દરમિયાન રાજકોટનાં થયેલા વિકાસ અંગે પણ માહિતી આપી હતી. રાજકોટની સ્માર્ટ સિટી તરીકે પસંદગી કરવામાં આવી હોય આગામી દિવસોમાં શહેર ખુબ જ ઝડપથી આગળ વધશે અને વિકાસનો નવો જ દ્વાર ખુલશે તેવી આશાઓ વ્યકત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.