Abtak Media Google News

ભારતમાં સરેરાશ ૧૦,૩૭૬ ટન પ્લાસ્ટીક વેસ્ટનો નિકાલ થતો નથી: કેન્દ્રીય પ્રદુષણ બોર્ડ

પ્લાસ્ટીકને કારણે પ્રદુષણમાં સતત વધારો થઈ રહ્યો છે જેની અસર પર્યાવરણ ઉપરાંત લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ હાનીકારક રીતે પડે છે ત્યારે દેશની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સરકારે ભારતે પ્લાસ્ટીક બોમ્બથી બચાવવા માટે આયાતી પ્લાસ્ટીક સ્ક્રેપ ઉપર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે.

Advertisement

દરરોજ સરેરાશ ભારતમાં ૨૫,૯૪૦ ટન પ્લાસ્ટીક વેસ્ટની સમસ્યા રહે છે જોકે કેટલાક રાજયોમાં પ્લાસ્ટીકના વપરાશ ઉપર અંકુશ લાવવા માટે કેટલીક વસ્તુઓ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ત્યારે પર્યાવરણ મંત્રીએ સોલીડ અને પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટને નુકસાન કરતા આયાતી પ્લાસ્ટીક વેસ્ટ ઉપર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે.

ભારતમાં વધતા પ્લાસ્ટીક વેસ્ટ અને તેના રીસાયકલીંગની સંખ્યા વચ્ચે મોટો તફાવત છે જેના કારણે જેટલું પ્લાસ્ટીક વેસ્ટ છે તેનાથી અડધા પ્રમાણમાં પણ રીસાયકલ થતું નથી. જો આજ પરિસ્થિતિ રહી તો ભારતને પ્લાસ્ટીક બોમ્બથી કોઈ બચાવી શકશે નહીં. બે વર્ષ અગાઉ ચીન દ્વારા આયાતી પ્લાસ્ટીક વેસ્ટ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો જેને પગલે હવે ભારતે આ નિર્ણય લીધો છે.

પ્લાસ્ટીક વેસ્ટ આયાત અને નિકાસમાં ભારત વિશ્વમાં ટોચના દેશોમાં સ્થાન મેળવે છે ત્યારે વિદેશથી મંગાવાતા પ્લાસ્ટીક વેસ્ટનો કેટલાકઅંશે દુર ઉપયોગ કરવામાં આવે છે. રીસાયકલ ઉપરાંતનું જે પ્લાસ્ટીક છે જે માટીમાં, પાણીમાં અને પર્યાવરણમાં ભળીને નુકસાનકર્તા બને છે અને કયાંકને કયાંક આપણી આસપાસ તેમજ ખોરાકમાં તેનો કેટલોક અંશ મળી આવતો હોય છે.

કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડના રિસર્ચ મુજબ પ્રતિદિન ભારતમાં ૧૦,૩૭૦ ટન એટલે કે કુલ પ્લાસ્ટીકનું ૪૦ ટકા વેસ્ટ કલેકટ પણ થતું નથી. જોકે પ્લાસ્ટીકમાં પણ બે પ્રકારની કેટેગરી છે. પ્રદુષણ કરતા પ્લાસ્ટીક અને ઓછુ પ્રદુષણ ફેલાવતું પ્લાસ્ટીક જેની વાઈટ કેટેગરીમાં એરકુલર, એરકંડીશનર, બિસ્કીટ મેકીંગ, મેટલ કેર, હેન્ડલુમ અને ચોક નિર્માણ જેવા કાર્યો ઉધોગો દ્વારા કરવામાં આવે છે જેમાં વાઈટ કેટેગરીના પ્લાસ્ટીકનો ઉપયોગ થાય છે તો કેટલાક ઈલેકટ્રોનિક આઈટમમાં પણ પ્લાસ્ટીકનો વપરાશ થતો હોય છે.

ભારતમાં જે ઈલેકટ્રોનિકસ એસેમ્બલીનું મેન્યુફેકચરીંગ કરવામાં આવે છે અને તેની આયાત કરવામાં આવે છે જો તેમાં કોઈપણ પ્રકારની ખામી જણાવાશે તો તેને ફરીથી મોકલી દેવામાં આવશે એટલે કે વિદેશથી મંગાવતી પ્લાસ્ટીક વસ્તુઓ અને મટીરીયલથી પ્રદુષણને નુકસાન થશે તો તેને પણ પરત મોકલી દેવામાં આવશે.

જેને લઈ મેક ઈન ઈન્ડિયા અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ જેવા સરકારના મહત્વકાંક્ષી લક્ષ્યોને બુસ્ટર ડોઝ મળશે. તેથી હવે પ્લાસ્ટીકનું નિર્માણ પણ ભારતમાં થશે અને એમાં ખાસ વાતનો ખ્યાલ રાખવામાં આવશે કે તે પ્લાસ્ટીક પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્યને હાનીકારક ન નિવડે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.