Abtak Media Google News

કાયદામંત્રી ભુપેન્દ્રસિંહ હાઇકોર્ટની કાર્યવાહી સામે સુપ્રીમમાં જતા ગુજરાત હાઇકોર્ટના તીખા તેવર

લોકશાહીમાં ત્રીજી જાગીર ગણાતા ન્યાયતંત્ર પાસે લોકોની ન્યાય અપેક્ષા વધવા લાગી છે. જેથી અન્ય બે જાગીરોને ન્યાયતંત્રની વધારે પડતી સક્રિયતા ખૂંચવા લાગી છે. જેથી છેલ્લા થોડા સમયથી સત્તાધીશો અને ન્યાયપ્રક્રિયા વચ્ચે અવાર નવાર ટકરાવ થતો રહે છે. રાજકારણમાં હવે નૈતિક મુલ્યો તળીયે બેસી રહ્યા છે.જેથી ખરડાયેલા રાજકારણીઓના હાથમાં સત્તાના સૂત્રો જઇ રહ્યા છે. પંચાયતથી માંડીને સંસદ સુધી દાગી રાજકારણીઓ બેસી છે જેથી આવા દાગી રાજકારણીઓ પોતાની સામેના કેસોને દબાવવા ન્યાયતંત્ર પર દબાણ ઉભુ કરી રહ્યા છે.

વળી, અમુક રાજકીય નેતાઓ કાયદાની આંટીધુંટીના લાભ લઇને પોતાની સામેના કેસોની સુનાવણીને લાંબા સમયથી કાયદાકીય પ્રક્રિયામાં અટકાવી રાખે છે.

જેથી વિવશ બનેલા ન્યાયતંત્ર પાસે પણ રાજકારણીઓ સામેના આવા કેસોમાં તારીખે પે તારીખ આપવી પડે છે. જેનું જીવંત ઉદાહરણ રાજયના પ્રધાનો બાબુભાઇ બોખીરીયા, પરસોત્તમભાઇ સોલંકી અને તાજેતરમાં કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઇ બારડનું છે. આ રાજકીય નેતાઓ સામે દાયકાઓ પહેલા કેસો થયા હોવા છતાં તેઓ કાયદાકીય ગુંચોનો લાભ લઇને સત્તા ભોગવી રહ્યા છે. જેથી સામાન્ય નાગરીકોમાં  ન્યાયતંત્ર પરથી ધીમે ધીમે વિશ્વાસ ઉઠી રહ્યો છે.

સામાન્ય નાગરીકોનો ન્યાય તંત્રમાંથી વિશ્વાસ ઉઠે છે તે સ્વાભાવિક છે પરંતુ, રાજયના કાયદામંત્રીએ રાજયની ન્યાય પ્રણાલી પર અંકા ઉભી કરી હતી. જેથી આકરી બનેલી ગુજરાત હાઇકોર્ટે ટકોર કરી હતી કે તો કાયદામંત્રીને હાઇકોર્ટ પર ભરોસો ન હોય તો હાઇકોર્ટ બંધ કરી દો

વર્ષ ૨૦૧૭માં યોજાયેલી રાજય વિધાનસભાની ચુંટણીમાં ધોળકાની બેઠક પર વિજયી થયેલા રાજયના શિક્ષણ અને કાયદા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સામે હારેલા કોંગ્રેસના ઉમેદવાર અશ્વીન રાઠોડે ગુજરાત હાઇકોર્ટમાં તેમની જીતને પડકારી છે. આ કેસની હાઇકોર્ટમાં ચાલતી કાર્યવાહીને ભુપેન્દ્રસિંહે સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. જેમાં તેમને કરેલા સોગંદનામામાં હાઇકોર્ટની નિષ્પક્ષતા પર પણ પ્રશ્ચાર્થ ઉભો કર્યો હતો.

જેથી ગઇકાલે આ કેસની થયેલી સુનાવણી દરમ્યાન જસ્ટીસ પરેશ ઉપાઘ્યાયે આ ટીપ્પણી કરીને આકરી ટીકા કરી હતી. ચુડાસમાએ હાઇકોર્ટમાં આ કેસની ચાલી રહેલી સુનાવણી રોકવા સુપ્રીમમાં અરજી કરી હતી.

પરંતુ, સુપ્રીમે હાઇકોર્ટ કેસની સુનાવણી કરે તે બાદ જ તેમને સાંભળવાનો હુકમ કરતા આ કેસની ફરીથી હાઇકોેર્ટમાં સુનાવણી શરુ થઇ છે.

ગઇકાલે ધોળકા મત વિસ્તારના રીર્ટનીંગ ઓફીસર સાક્ષી તરીકે હાઇકોર્ટમાં ઉ૫સ્થિત રહ્યા હતા. પરંતુ તેઓ અગાઉ હાઇકોર્ટની સુચના મુજબ મતગણતરી પ્રક્રિયાના વિડીયો કુટેજ સાથે લાવ્યા ન હતા. જેથી હાઇકોર્ટે તેમને આ બાબતે તેમને પુછતા તેમણે એવો જવાબ રજુ કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ગુજરાત મુલાકાતના કાર્યક્રમનો વ્યસ્તતાના કારણે તેઓ વિડીયો કુટેજ લાવી શકયા નથી તેમ જણાવીને વીડીયો કુટેજ રજુ કરવા માટે સમયથી માંગણી કરી હતી. જેથી જસ્ટીસ ઉપાઘ્યાયે રીટનીંગ ઓફીસરને એ વીડીયો કુટેજ રજુ કરવા માટે એક દિવસનો સમય આપ્યો હતો.

આ સમય આપવાની સાથે જસ્ટીસ ઉ૫ાઘ્યાયે ટીપ્પણી કરી હતી કે ભુપેન્દ્રસિંહ ચુડાસમા કેબીનેટ મંત્રી છે પરંતુ તેમને કોર્ટ સમક્ષ સાબિત કરવું પડશે તેઓ કોર્ટની વિવેચક રાહત માટે હકકદાર નથી. સરકારી અધિકારીની વર્ણતુંક જેમાં લાગે છે કે તેઓ  હજુ તેઓ મંત્રીને લીગમાં નથી. જેવું કોર્ટને લાગે છે તેથી તેમને રાહત આપવામાં આવી છે. જો કોર્ટને એવું લાગશે તો તેમને પણ મંત્રીની જેમ રાહત મળી શકશે નહીં. જસ્ટીસ ઉપાઘ્યાયે ચુડાસમા એ સુપ્રીમ કોર્ટમાં કરેલા સોગંદનામા પર ટીપ્પણી કરતા જણાવ્યું હતું ગુજરાત હાઇકોર્ટ શું કરી રહીએ છે તે રાજયના કાયદા પ્રધાને સુપ્રીમમાં સોગંદ પર જણાવ્યું છે જો તેમનો હાઇકોર્ટ પર વિશ્વાસ ન હોય તો હાઇકોર્ટ બંધ કરી દયો.આ સુનાવણી દરમ્યાન સરકારી અધિકારીએ ગુજરાત હાઇકોર્ટને જણાવ્યું હતું કે તેમણે ર જુલાઇના રોજ મતગણતરી પ્રક્રિયામાં વિડીયો કુટેજ ની જરુરીયાત માટે કલેકટર સાથે વાત કરી હતી. જેથી કોર્ટે તેમને કહ્યું હતું કે તેમણે કલેકટર સમક્ષએ વાત પહોચાડવા તાકીદ કરી હતી કે તેઓ હાઇકોર્ટમાં સાક્ષી છે અને તેમને કોર્ટને માહીતી આપવાની છે સાથે કલેકટરને ટકોર કરી હતી કે ચુંટણી અધિકારી તરીકે તેમને ઘણી જવાબદારીઓ મળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.