Abtak Media Google News
  • સેવાનિવૃત જીબીઆના સેક્રેટરી જનરલ બી.એમ.શાહની સ્મૃતિમાં અનોખુ જલમંદિર બનાવાશે
  • જીબીઆના આર્થિક સહયોગથી કટારીયા ચોકડી નજીક ચેકડેમનું ખાતમુહૂર્ત : સંગઠનમાં બે દાયકાથી વધુની સેવા આપ્યા બાદ નિવૃત થયેલા બી.એમ.શાહ સહિતના પીજીવીસીએલના અધિકારીઓ અબતકની શુભેચ્છા મુલાકાતે, અનેક જુના સંસ્મરણો વાગોળ્યા
  • અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલ જીબીઆના પૂર્વ સેક્રેટરી જનરલ બી.એમ.શાહ, પૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ – લીગલ એ.ડી.હુલાણી, વાઇસ પ્રેસિડેન્ટ ( જેટકો) અને કાર્યવાહક સેક્રેટરી જનરલ એચ.જી.વઘાસીયા, જનરલ સેક્રેટરી (પીજીવીસીએલ) એમ.એન.કડછા, એડિશનલ જનરલ સેક્રેટરી (રાજકોટ) કે.એસ.કાતરીયા, એડિશનલ જનરલ સેક્રેટરી  (ઓએસ) જે.એલ.અમૃતિયા, ઓએસ ટુ એસજી પી.પી.ભારદ્વાજ, ઝોનલ સેક્રેટરી- મીડિયા સેલ જે.યુ. ભટ્ટ

પીજીવીસીએલના ઇજનેરોના સૌથી મોટા સંગઠન જીઇબી એન્જિનિયર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી બી.એમ.શાહ સેવાનિવૃત થતા તેઓની સ્મૃતિમાં અનોખા જલમંદિરનું નિર્માણ કરવામાં આવનાર છે. જે અંગે વિસ્તૃત વિગતો આપવા માટે જીબીઆના હોદેદારો અબતકની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા. આ મુલાકાતમાં બી.એમ.શાહે ખાસ પ્રજાના હિતની સાથે કંપનીનું પણ હિત જાળવ્યાનો સંતોષ વ્યકત કર્યો હતો.હોદેદારોએ જણાવ્યું હતું કે જીબીઆના આર્થિક અનુદાનથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટના ઉપક્રમે કટારીયા ચોકડી નવા 150 ફૂટ રીંગ રોડ ખાતે જીબીયા જલ મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઇજનેરો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Retired Bm Shah'S Satisfaction Of Maintaining The Interest Of The Company Along With The Public'S Interest
Retired BM Shah’s satisfaction of maintaining the interest of the company along with the public’s interestRetired BM Shah’s satisfaction of maintaining the interest of the company along with the public’s interest

જીબીઆ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે વખતો વખત અનેક સેવા કાર્યો હાથ ધરવામાં આવતા હોય છે. જેમાં દિવ્યાંગ,બાળકો, વડીલો, ગરીબો વગેરેને ઉપયોગી ચીજ વસ્તુનું વિતરણ જેવી કામગીરી કરવામાં આવતી હોય છે ઉલ્લેખનીય છે કે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાં લોક ભાગીદારીથી જમીનના તળ ઊંચા લાવવાનું ભગીરથ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ટ્રસ્ટ દ્વારા 135 થી વધુ ચેકડેમના રીપેરીંગ તથા નવનિર્માણ કરવામાં આવ્યા છે અને 11111 ચેકડેમ તૈયાર કરવાનો સંકલ્પ જાહેર કરવામાં આવ્યો છે.

1991થી શરૂ કરેલી કારકિર્દીની સફર પૂર્ણ થઈ, ગ્રાહકો અને કંપની બન્નેનો વિશ્વાસ જીત્યો : બી.એમ.શાહ

જીબીઆના જનરલ સેક્રેટરી તરીકે સેવા નિવૃત થયેલા બી.એમ. શાહે અબતક સાથેની વાતચિતમાં પોતાની આખી સફર વર્ણવતા કહ્યું કે તેઓએ 1991માં કુતીયાણામાં જુનિયર એન્જી. તરીકે તેઓની કારકિર્દી શરૂ કરી હતી. ત્યારબાદ તેઓની જસદણમાં બદલી થઈ, તે સમયે ખેતીના કનેક્શન મેળવવામાં લોકોને વર્ષો થઇ જતા. આ મહત્વની કામગીરી જ તેઓની પાસે હોય, ખેડૂતો માટે ઝડપી કામગીરી કરતા તેઓને અપાર પ્રેમ મળ્યો હતો. બાદમાં તેઓ મિલપરા સબ ડિવિઝનમાં મુકાયા. ત્યારે 1996માં મીટર બદલવાની ઝુંબેશ આવી ત્યારે તેઓની કામગીરી ગ્રાહકોને ઉડીને આંખે વળગી હતી. બાદમાં તેઓ ગોંડલમાં નાયબ ઇજનેરના પ્રમોશન સાથે મુકાયા. ત્યારપછી મિલપરામાં ફરી મુકાયા હતા. આ વેળાએ સબ ડિવિઝનનું ટીએનડી લોસ 20 ટકાથી ઘટાડી 10 ટકા અને ડેબિટ એરિયર્સ 13 ટકાથી ઘટાડી 3 ટકા કર્યું. કંપની અને ગ્રાહકો બન્નેને તેઓની કામગીરીથી સંતોષ મળ્યો. બાદમાં તેઓ સર્કલ ઓફિસમાં મુકાયા હતા. જ્યાં સબ ડિવિઝન ઉભા કરવા તેમજ નવા 66 કેવીના સબ સ્ટેશન ઉભા કરવાનું તેઓએ મહત્વપૂર્ણ કામ ટિમ સાથે પાર પાડ્યું હતું. ત્યારબાદ તેઓ બઢતી સાથે વિજિલન્સ ઓફિસર બન્યા હતા. જ્યાં પણ તેઓએ યાદગાર કામગીરી કરી હતી.

Retired Bm Shah'S Satisfaction Of Maintaining The Interest Of The Company Along With The Public'S Interest
Retired BM Shah’s satisfaction of maintaining the interest of the company along with the public’s interest

22 વર્ષમાં સંગઠનના સભ્યોએ જે અપાર વિશ્વાસ મુક્યો એના થકી જ ઐતિહાસિક કામો થયા

બી.એમ.શાહે કહ્યું કે સંગઠન સાથે 22 વર્ષથી જોડાયેલ હતા. અન્ય યુનિયન સાથે જોડાઈને ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિની રચના કરી અનેક પેન્ડિંગ કામો થયા છે. જેમ જે 60 હજાર કર્મચારીઓને 5 વર્ષનું એરિયર અપાવ્યું, વિદ્યુત સહાયકોનો પગાર 30 ટકા વધાર્યો. આ કામ એટલે થયા કે હોદેદારોની મહેનત હતી અને સભ્યોનો વિશ્વાસ હતો. અમારી સાથે જાણે કોઈ ઐશ્વર્ય શક્તિ હોય તેમ કામ થતા ગયા છે. કોઈ પણ કામ અશક્ય લાગતું હોય, પણ કોઈ અજ્ઞાત શક્તિ જાણે મદદ કરતી હોય, તેમ કર્મચારીઓના હક્કની લડત સફળ નીવડતી ગઈ હતી.

વીજ ચેકીંગમાં પ્રેસર આવતું તો પણ કોઈની શેહ શરમ વગર કંપની માટે કામ કર્યું

બી.એમ.શાહે કહ્યું કે તેઓએ નીચેના સ્તરથી કામ શરૂ કર્યું હતું એટલે વિજિલન્સ ઓફિસર તરીકેના કાર્યકાળમાં આ અનુભવ તેઓને ખૂબ કામ લાગ્યો હતો. પ્રથમ તો ચેકીંગમાં 3 એસઆરપીનું પ્લાટુન રાખવામાં આવી હતી. રજાના જે ઇસ્યુ હતા તે દૂર કર્યા. સારી કામગીરી કરનારા અધિકારીઓ અને કર્મચારીઓને મેનેજીંગ ડિરેક્ટરના હસ્તે સન્માન કરવાની પ્રથા શરૂ કરવામાં આવી. જેથી તમામ લોકોમાં કામ કરવાનો ઉત્સાહ જળવાય રહે. રૂ. 217 કરોડનો જે આખા વર્ષનો ટાર્ગેટ હતો તે જાન્યુઆરીમાં જ પૂરો કરી નાખ્યો. 2 જ મહિનામાં રૂ. 255 કરોડનું

એસેસમેન્ટ કર્યું હતું. કારખાનાઓમાંથી રૂ.4 કરોડ સુધીની વીજચોરી પકડી હતી. આ વેળાએ પ્રેસર પણ આવતા હતા પણ અડગ રહીને કોઈની સેહ શરમ રાખ્યા વિના કડકાઇથી જ કામગીરી કરી છે.

નિવૃત્તિ બાદ હવે પરિવારને સમય આપવો છે

બી.એમ.શાહે જણાવ્યું હતું કે અત્યાર સુધી બેવડી જવાબદારી માથે હતી. એક તો કંપનીએ જે હોદા ઉપર મુક્યા છે. તે હોદા ઉપર રહીને કંપનીનું કામ કરવાનું હતું. આ ઉપરાંત જીબીઆના જે હોદા ઉપર સંગઠનના સભ્યોએ મુક્યા હતા. તેનું પણ કામ કરવાનું હતું. અત્યાર સુધી પરિવાર માટે ખાસ સમય જ મળતો ન હતો. પણ હવે સેવાનિવૃત થયો છે. બે સંતાન સહિત પરિવાર અમદાવાદ સ્થાયી થયો છે. હું પણ ત્યાં સ્થાયી થવાનો છે. જ્યાં સુધી સંતાનો સેટ ન થાય ત્યાં સુધી બેથી ત્રણ વર્ષ પરિવારને જ વધુ સમય આપવો છે. ત્યારબાદ શુ કરવું એ આવતા સમયમાં જ વિચારીશ.

મારૂ જનરલ સેક્રેટરીનું પદ યથાવત રાખવા હોદ્દેદારો સંગઠનનું બંધારણ ફેરવવા પણ તૈયાર થઈ ગયા, આ હું કમાણો છું…

બી.એમ.શાહે વાતચીતના અંતમાં જણાવ્યું કે જીબીઆના બંધારણમાં એવી જોગવાઈ છે કે જે હોદ્દેદારની નોકરી પૂર્ણ થાય પછી સંગઠનનો હોદો પણ મટી જાય છે. પણ જીબીઆના અન્ય હોદેદારોએ તો મને સેક્રેટરી જનરલના પદ ઉપર યથાવત રાખવા માટે બંધારણમાં ફેરફાર કરવાની તૈયારી દર્શાવી હતી. પણ મે તેઓને ના કહી હતી. તેઓને મેં સમજાવ્યું હતું કે કોઈ સંગઠન વ્યક્તિ આધારિત ન

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.