Abtak Media Google News

કોચિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયામાં રાજકોટ ઝળહળ્યું

કોચિંગ સેન્ટરમાં વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખી શિક્ષણ આપનવું અમલી બન્યું જીએસટી જેવા મુદ્દા ઉપર સરકારનું ધ્યાન દોરવામાં આવશે: પ્રકશ કરમચંદાની

વિદ્યાર્થીના જીવનમાં કોચિંગ ક્લાસીસનો ખુબ મહત્વનો રોલ રહ્યો છે. બાળકના મૂળમાંથી જ ઘડતર કરવાની પ્રક્રિયા કોચિંગ ક્લાસીસ માં થતી હોય છે દેશમાં સીએફઆઇ એટલે કોચિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા જે દેશના વિવિધ રાજ્યોમાં કોચિંગ સેન્ટર ચલાવતા સંગઠનની સંસ્થાનું મૂળ છે. રાજકોટ તથા ગુજરાતની ગર્વ લેવા જેવી બાબત છે.ક

સીએફઆઇમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ ખાસ રાજકોટમાંથી ફેડરેશન ઓફ એકેડેમીના પ્રમુખ પ્રકાશભાઈ કર્મચંદાનીને ડાયરેકટર પદે વરણી કરીને રાષ્ટ્રીય સ્તર પર નેતૃત્વ કરવાનો મોકો આપ્યો છે. હાલની કારોબારી મિટિંગમાં ગુજરાત અને રાજકોટના કોચિંગ ક્લાસીસ એસોસિએશનના પ્રમુખ પ્રકાશભાઈ કરમચંદાનીને ડાયરેકટર તરીકે સ્થાન આપેલ છે.કોચિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા એ ભારત બંધમાં 20 રાજ્ય 841 શહેરો અને 50000થી વધારે સભ્યો ધરાવતો સંગઠન છે.જેનો સંચાલન ભારતના ડિરેક્ટર્સ દ્વારા થતું હોય છે.તેની ગવર્નિંગ કાઉન્સિલમાં રાજકોટના પ્રકાશભાઈ કરમચંદાની ને સ્થાન મળવું એ ગર્વ ભર્યું ક્ષણ છે.

પ્રકાશભાઈ કરમચંદાની જે હમણાં ગુજરાતના ક્લાસીસ એસોસીએશન ના પ્રમુખ પદેની જવાબદારી સંભાળી રહ્યા છે તેમની નિષ્ઠા કાર્યશૈલી અને સમગ્ર શિક્ષણ જગત માટે કામ કરવાની સાચી ભાવના જોઈને કોચિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા રાષ્ટ્રીય સ્તર ઉપર નેતૃત્વ કરવાનું મોકો આપેલ છે તેમના માટે સમગ્ર ગુજરાત વતી સીએફઆઈ નો આભાર માનવામાં આવે છે.આવનાર સમયમાં કોચિંગ ક્લાસીસમાં જીએસટી જેવા મુદ્દા ઉપર સરકારનું ધ્યાન દોરવા માટેની જે વ્યૂહ રચના તૈયાર કરવામાં આવે તેમાં ગુજરાતનો અને પ્રકાશભાઈ નો ખુબ મહત્વનો ફાળો રહે તેવા કાર્યો કરવામાં આવશે.

જ્યારે સમગ્ર ભારતમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ને હાલના પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ નેતૃત્વ કરતા હોય ત્યારે શિક્ષણ જગતનો નેતૃત્વ પણ ગુજરાતના કોચિંગ ક્લાસીસના પ્રમુખ એવા પ્રકાશભાઈ કરમચંદાની ના હાથ હેઠળ સોંપવામાં આવેલ છે. આ શણમાં કોચિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા ના અનય ડિરેક્ટર્સ આશિષ ગંભીર,એમ.આર નારાયણ, અનુભવ વર્ષણેય, ક્રિષ્ના ચૈતન્ય, અને વૈભવ બકલીવાલ, નીતિન વિજય,વિવેક સિક્કા, એસ.ડી મિશ્રા, અનુરાગ અગ્રવાલ, વિજય મારુએ  દ્વારા અભિનદન પાઠવામાં આવેલ છે. આગામી સમયમાં કોચિંગ ક્લાસીસ સંગઠનોને રાષ્ટ્રીય સ્તર પર થી પ્રકાશભાઈ કર્મચંદાનીના નેતૃત્વમાં રહીને વિદ્યાર્થી લક્ષી કાર્યો કરવાનો મોકો મળશે.સાથોસાથ વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને શિક્ષણ અમલીકરણ બનાવવાનું તેમજ નવા વિઝન અને નવું મિશન સાથે કાર્ય કરવાનું રહેશે.

 

બાળકને કેન્દ્રમાં રાખી શિક્ષણ આપવાનું અમલીકરણ જરૂરી: પ્રકાશ કરમચંદાની(પ્રમુખ)

ફેડરેશન ઓફ એકેડેમીના પ્રમુખ તથા તાજેતરમાં જ સીએફઆઈ (કોચિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા)માં ડિરેક્ટર પદે વરણી થનાર પ્રકાશભાઈ કરમચંદાનિએ જણાવ્યું કે, કોચિંગ ફેડરેશન કે રાજકોટનું એસોસિએશન હોય તમામ એસોસિએશન નું હેતુ એક જ હોય છે.બાળક અને તેના શિક્ષણને કેન્દ્રમાં રાખી કામ કરવાનું. સ્ટુડન્ટ સેન્ટ્રલાઈઝ મેથડને ઇમ્પલિમેન્ટ કરીને દરેક કોચિંગ ક્લાસીસ બાળકનું પરિણામ સુધારવાની જેહમત ઉઠાવે છે. વિદ્યાર્થીને વિશ્વની કોઈપણ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જવું હોય તે માટેની તમામ કામગીરી માટે કોચિંગ ક્લાસીસ તત્પર રહેશે.

બાળકની પ્રતિભાને ડેવલોપ કરવી જરૂરી: નિકુંજભાઈ ચનાભટ્ટી

નિકુંજભાઈ ચનાભટ્ટી કોચિંગ કલાસ ઓનર એસોસિએશન એડવાઇઝરી હેડએ જણાવ્યું કે, આગામી સમયમાં શોર્ટ અને લોંગ બંને વિઝનથી કાર્ય કરશું.આવતા વર્ષથી રેગ્યુલર પરીક્ષા લેવાની શરૂ થશે.ત્યારે બાળકોને એક ફરીથી પ્રોત્સાહિત કરવામાં આવશે.આગામી સમયમાં ખૂબ સારા પ્રોગ્રામ પણ અમારા થકી સારું કરવમામ આવશે.બાળકોમાં પ્રતિભા વધારે નિખિરે તેના પર કાર્ય કરશું.

કોચિંગ સેન્ટરમક વિદ્યાર્થીઓનું ઘડતર મૂળમાંથી કરાઈ છે: દર્શનભાઈ સિન્દ્રોજા

સૂચક કમ્પ્યુટર સેન્ટર હેડ દર્શનભાઈ સિન્દ્રોજાએ ફેડરેશન ઓફ એકેડેમી દ્વારા એસોસિએશન અને સમાજલક્ષી બંનેની કામગીરી કરવામાં આવે. એસોસિએશન દ્વારા કોચિંગ ક્લાસીસ ઓનર્સને મૂંઝવતા પ્રશ્નો તથા કોચિંગ ક્લાસીસ ને થતા પ્રશ્નોની સમયસર નિવારણ સાથે કામગીરી પ્રકાશભાઈ કરમચંદાનીના નેતૃત્વમાં હંમેશા રહે છે.ટેલી વિથ જીએસટીનો અમારી સંસ્થામાં કોર્સ કરાવવામાં આવે છે.બાળકે 11માં ધોરણની શરૂઆતથી જ શક્ય હોય તો આ કોર્ષ શરૂ કરી દેવો તે તેના આગામી ભવિષ્ય માટે હિતાવહ રહે છે.કોચિંગ સેન્ટરમક વિદ્યાર્થીઓનું ઘડતર મૂળમાંથી કરાઈ છે: દર્શનભાઈ સિન્દ્રોજા

સૂચક કમ્પ્યુટર સેન્ટર હેડ દર્શનભાઈ સિન્દ્રોજાએ ફેડરેશન ઓફ એકેડેમી દ્વારા એસોસિએશન અને સમાજલક્ષી બંનેની કામગીરી કરવામાં આવે. એસોસિએશન દ્વારા કોચિંગ ક્લાસીસ ઓનર્સને મૂંઝવતા પ્રશ્નો તથા કોચિંગ ક્લાસીસ ને થતા પ્રશ્નોની સમયસર નિવારણ સાથે કામગીરી પ્રકાશભાઈ કરમચંદાનીના નેતૃત્વમાં હંમેશા રહે છે.ટેલી વિથ જીએસટીનો અમારી સંસ્થામાં કોર્સ કરાવવામાં આવે છે.બાળકે 11માં ધોરણની શરૂઆતથી જ શક્ય હોય તો આ કોર્ષ શરૂ કરી દેવો તે તેના આગામી ભવિષ્ય માટે હિતાવહ રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.