Abtak Media Google News

Table of Contents

  • Abstracrt 1 પોલીસનું ધરેણુ અને નવનિયુકત અધિકારીઓના આદર્શ…

  • મુંબઈ રાજય વેળાએ પોલીસ બેડામાં પી.એસ.આઈ. તરીકે જોડાઈને આઈ.પી.એસ. સુધીની એક શાનદાર સફર રહી

  • ડી.જી.પી. વિકાસ સહાય, વી.એમ. પારગી, વિવેક શ્રીવાસ્તવ અને સુભાષ ત્રિવેદી સહિત અનેક ઉચ્ચ અધિકારીએ તાલીમાર્થી સમય પૂર્ણ કર્યો

  • અમરેલી, વડોદરા, ભાવનગર, રાજકોટ અને  ગોધરામાં પ્રશંસનીય કામગીરીથી સારી લોક ચાહના મેળવી હતી: ક્ષત્રિય સમાજે વિરલ વ્યક્તિત્વ ગુમાવ્યું

  • ગાર્ડ ઓફ ઓનર સાથે રઘુરાજસિંહ ઝાલાને પોલિસ દ્વારા અપાઇ અંતિમ વિદાય

ગુજરાત પોલીસનુ ઘરેણું, નવનિયુકત પોલીસ અધિકારીઓના આદર્શ એવા નિવૃત ડીએસપી આર.ડી ઝાલાએ રાજકોટ ખાતે અંતિમ શ્વાસ  લીધાના  સમાચારથી સમગ્ર પોલીસ બેડામાં અને પરિવારમાં શોક છવાઈ ગયો છે.   આર.ડી.ઝાલા  સ્વચ્છ પ્રતિભા ધરાવતા અધિકારી ઉપરાંત સારા અશ્વ નિષ્ણાંત પણ હતા. ગુજરાત પોલીસના આંગળીના વેઢે ગણી શકાય તેવા અધિકારીઓમાં તેમની ગણના થતી હતી. ગુજરાત પોલીસના જાંબાઝ અધિકારી એવા નિવૃત DSP આર.ડી.ઝાલાનુ તા.19 જૂનને સોમવારે  રાજકોટ ખાતે 87 વર્ષની વયે દુખદ અવસાન થયુ છે. આર. ડી.ઝાલાના  અવસાનથી  એક યુગનો અંત થયો હોય તેમ લાગી રહ્યુ છે.

Advertisement

Screenshot 7 31  ભાવનગર ખાતે 1936માં રઘુરાજસિંહ ઝાલાનો જન્મ થયો હતો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 1959માં મુંબઈ રાજ્ય વેળાએ પીએસઆઇ તરીકે પોલીસ બેડામાં ભરતી થઈ નાસિક ખાતે 1958માં ટ્રેનિંગ લીધી હતી .મહારાષ્ટ્રમાંથી ગુજરાત રાજ્ય અલગ થતા 1960માં ગુજરાત કેડરમાં જોડાયા. PSI તરીકે  કારકિર્દીનો પ્રારંભ  ખાંભા અને વડોદરા  શરુઆત કરી હતી. બાદમાં તેમને PI તરીકે પ્રમોશન મળ્યું , ત્યારબાદ DySP બન્યા. વર્ષ 1987માં તેમને રાજય સરકારે IPSનુ નોમિનેશન આપ્યું હતું. તેઓેએ હિંમત અને વટથી નોકરી કરી હતી. 1992માં તેમનુ છેલ્લુ પોસ્ટીંગ પંચમહાલ SP તરીકે હતું.   ગુજરાત પોલીસના વડા વિકાસ સહાય , વી એમ.પારગી, વિવેક શ્રીવાસ્તવ વિગેરેએ  પ્રોબેશનલ IPS અધિકારીઓ અને ગુજરાત કેડર ના સુભાષ ત્રિવેદી અને એસ કે દવે સહિતના અનેક ઉચ્ચ અધિકારીઓ તાલીમાર્થી સમય પૂર્ણ કર્યો હતો. તાજેતરમાં ડીજીપી વિકાસ સહાય રાજકોટ મુલાકાત વેળાએ આર.ડીઝાલાના ખબર અંંતર પુછવા તેમના ઘરે ગયા હતા.

સંવેદનશીલ જગ્યા પર અનિચ્છનીય બનાવ બને જ નહીં ત્યારે સમજી લેવુ કે ત્યાં આર.ડી.ઝાલાનુ પોસ્ટીંગ છે. ગુજરાતના અનેક જિલ્લામાં તેઓેએ નોકરી કરીને આજે પણ લોકો તેમને યાદ કરે તેવી સુવાસ ફેલાવી હતી. અમરેલી, ભાવનગર, રાધનપુર, રાજકોટ ખાતે હોમ ઇન્સ્પેક્ટર તરીકે અને અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં તેઓ કામ કરી ચૂક્યાં હતા.પોલીસ નોકરી દરમિયાન લૂંટારૂ, ધાડુપાડુ જેવી અનેક સક્રિય ગેંગો ને પકડી ને જેલ હવાલે કરી હતી.

Screenshot 2 43

સિંહોના શિકાર કરતી ટોળકીને પકડી હતી. આ આખુ ઓપરેશન આર.ડી.ઝાલાની આગેવાની હેઠળ કેશવકુમારે પાર પાડયું અને શિકારીઓને સજા અપાવી હતી. તેઓ  ફરજનિષ્ઠ અધિકારી હતા. આજના IPS અધિકારીઓ તેમને રુબરુ મળતા ત્યારે તેમનામાં અધિકારી જેવો જુસ્સો ઠાઠ જોવા મળતો અને તેમની પાસેથી ઘણી શિખ મેળવતા હતા. આર.ડી.ઝાલા એક હિંમતવાન પોલીસ અધિકારી તરીકે છાપ ધરાવતા હતા. પોલીસ પ્રજાની સેવક છે તે પ્રતિતી કરાવનારા અધિકારી એટલે આર.ડી.ઝાલા  તેમના પોલીસ તરીકેના સેવાકીય કાર્યોના અનેક કિસ્સા આજે પણ એક સંભારણા રુપે જોવામાં આવે છે.

નિવૃતી બાદ તેઓ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગઢીયા ખાતે અશ્વો સાથે પોતાની વાડીમાં જીવન પસાર કરતા હતા. તેઓ પર્યાવરણ અને પ્રકૃતિ  પ્રેમી હતા અને એટલે તેમને પોતાની વાડીમાં લાઈટ સુધ્ધા નહીં રાખીને કુદરતી વાતાવરણ વચ્ચે રહેવાનુ પસંદ કર્યું હતું. હાર્ડી ઝાલા સાહેબની તબિયત નરમ ગરમ ગરમ રહેતા છેલ્લા બે માસથી રાજકોટ શહેરના યુનિવર્સિટી નજીક  નીલ સીટી ખાતે અરામ કરતા હતા. ગત સાંજે તેમણેે અંતિમ શ્ર્વાસ લીધા હતા. આજે સવારે નિલ સીટી ખાતે રહેતા પુત્ર હરિરાજસિંહના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નિકળી હતી. મોટા મૌવા સ્મશાન ખાતે પોલિસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સલામી આપી હતી. અને પુત્રએ મુખાગ્નિ આપતા હાજર સૌ લોકોએ અશ્રુભિની આંખે અંતિમ વિદાય આપી હતી. પુત્રને અને પુત્રીને વિલાપ કરતા છોડી ગયા હતા.

ગોધરા:  પુત્રનું ઉપરાણુ લઈને  આવેલા  રાજકીય અગ્રણીને રોકડુ પરખાવ્યું

ગોધરામાં  1991થી  93માં ફરજ દરમિયાન પેટા ચૂંટણીમાં રાજકારણીના પુત્રે હોમગાર્ડ પર હુમલો   કર્યો હતો. જેની જાણ થતા આર.ડી. ઝાલાએ તપાસ પોતાની પાસે રાખી દરમિયાન  હુમલાખોર વતી  તેના પિતા આર.ડી.ઝાલા સમક્ષ રજૂઆત  કરી પુત્રનો બચાવ કરેલો ત્યારે શાંત ચિતે રજૂઆત સાંભળ્યા બાદ રજૂઆત કરનારને કહ્યું કે આપ ઉંડા ઉતરી તપાસ કરો તો ઘણું સત્ય જાણવા મ ળશે આમ છતાં પુત્ર પ્રેમમાં રાજકારણીએ બચાવ ચાલુ રાખતા કહેલુ કે મારા માથાના વાળ ચુનો લગાવીને સફેદ કરેલા નથી મારો પુત્ર ગુનો કરે તો હું જ જાતે સજા કરૂ અને  તમે ખોટુ ઉપરાણું લઈને ન આવો.

માગગઢ હત્યાકાંડની તપાસના લીધે પુત્રીની સગાઈમાં ગેરહાજર રહેવાનો કાયમ વસવસો રહેલો

વર્ષ 1984માં ભાવનગર જિલ્લાના ગારિયાધાર  તાલુકાના માનગઢ હત્યાકાંડ વખતે તેઓ ભાવનગરમાં ઉુજઙ તરીકે ફરજ બજાવતા હતા. તે સમયે આ હત્યાકાંડે ગુજરાતમાં ચકચાર મચાવી હતી. મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે માનગઢ હત્યાકાંડની તપાસ આર.ડી ઝાલા સાહેબને સોપી હતી. હત્યાકાંડના આરોપીઓને પકડવા માટે તેઓ પોતાની દિકરીની સગાઈમાં પણ હાજરી નહોતી આપી અને પંજાબ ખાતે આરોપીઓને  પકડવા ગયા ત્યારે સામસામા અંધાધુંધી ફાયરિંગ થયેલા મહામુસીબતે હત્યારાઓને  ઝડપી લીધા હતા. પુત્રીની સગાઈમાં હાજર નહીં રહી શક્યાની  વાતનો તેમને આજીવન અફસોસ રહ્યો હતો.આજના ઉભરતા પોલીસ અધિકારીઓ માટે આર.ડી.ઝાલા એક આદર્શરુપ વ્યક્તિત્વ ગણાય ગુજરાત પોલીસના આ રત્નની વિદાયએ પોલીસ બેડા માટે ક્યારેય ન પુરી શકાય તેવી ખોટ હશે.

લઠ્ઠાકાંઠ હોય કે એન્કાઉન્ટરની જવાબદારી આર.ડી. ઝાલા પોતે લેતા, કર્મચારીઓને ઉની આંચ આવવા ન દેતા

ગોધરા ડીએસપી તરીકે આર.ડી. ઝાલા સાહેબ ફરજ દરમિયાન  લઠ્ઠાકાંઠ થયેલો જેમાં 48 લોકો મોતને ભેટયા અને રાત્રે અમદાવાદ ખાતે દરોડો પાડી હજારો લીટર દારૂનો નાશ કરી અનેકની જીંદગી બચાવી હતી બાદ રાજયભરમાં  ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. પરંતુ એક પણ પોલીસને સસ્પેન્ડ તો શુ નોટીસ આપ્યા વગર પોતાના શિરે જવાબદારી લીધી હતી તેમજ આઈ.પી.એસ. પારગીને આદીવાસીઓનાં ટોળા દ્વારા  ઘેરી લેવામાં આવતા ડ્રાઈવર દ્વારા સેટ પર કંટ્રોલને જાણ કરતા આર.ડી. ઝાલા દ્વારા શુટનો આદેશ આપતા 17 લોકોની લોથ ઢળી હતી જેની તત્કાલીન મંત્રી ઉર્વિશીદેવીએ  મુદાને  ઉછાળ્યો હતો. પોતે જવાબદારી લીધી હતી.

Screenshot 3 37

આર.ડી ઝાલા પરિવાર દ્વારા માણકી ઘોડી  સહજાનંદ સ્વામીનારાયણ ભગવાનને દાન કરેલું

મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના મીણાપુર ગામના તાલુકદાર અને દાદા કાળુભા ઝાલા ભાવનગર સ્ટેટમાં કૃષ્ણકુમારસિંહજી એડીસીના પૌત્ર અને ભાવનગર રાજ્યના ડી.એફ.ઓ. દિલીપસિંહજીના પુત્ર રાજેન્દ્રસિંહજી નો ભાવનગર ખાતે 1936 માં જન્મ થયો હતો. બે ભાઈ અને એક બહેનમાં સૌથી મોટા હતા. રઘુરાજસિંહ ઝાલાના લગ્ન  ધંધુકા તાલુકાના શાપર ગામના અને  જિલ્લા અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ ગુલાબસિંહ ચુડાસમાના પુત્રી જસવંત કુંવરબા સાથે થયા હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુનિતાબા પુત્રી છે. આર. ડી. ઝાલાના દાદાબાપુ કાળુભા નામથી ભાવનગરમાં શહેરમાં  કાળુભા રોડનું ભાવનગર રાજ્યના સ્ટેટ દ્વારા રાખવામાં આવ્યું હતું. સહજાનંદ સ્વામી વિચરણ કરતા કરતા મીણાપુર ગામે ગયા હતા .ત્યાં તેઓને કાળુભાબાપુ ના પરિવારની  માણકી ઘોડી ગમી જતા  પુત્રીબા મોંઘીબા દ્વારા સહજાનંદ સ્વામીનારાયણ ભગવાનને ઘોડીનું દાન કર્યું હતું. તેમના પરિવારના પુત્રીઓને  રાજકોટ,ગોંડલ અને  ભાવનગર સ્ટેટમાં પરણાવવામાં આવ્યા છે.

નિવૃત્તિ વિદાયમાનમાં  80 ટકા ગોધરાવાસીઓ ઉમટી પડયા તા

ગોધરા ખાતે  ડી.એસ.પી. તરીકે આર.ડી. ઝાલા ફરજ બજાવતા હતા ત્યારે અડવાણીની રથયાત્રા  દરમિયાન અયોધ્યામાં બાબરી ધ્વંશ થયેલી પરંતુ  એક પણ કોમી છમકલુ થયું નહતુ. તેમના નિવૃતી વિદાય સમારંભમાં  ગોધરાના  80 ટકા લોકો હાજર રહ્યા હતા  આજ દિવસ સુધી આર.ડી. ઝાલા જેવી વિદાય કોઈ અધિકારીને મળી નથી. ગોધરાવાસીઓએ અહી જ રહેવા માટે  તમામ  વ્યવસ્થાની ખાત્રી આપી હતી પરંતુ  આર.ડી. ઝાલા સાહેબને  પોતાનો નિવૃતી કાળ વન્ય અને પ્રકૃતિ સાથે વિતાવવો હોવાથી  ધારી નજીક   ફાર્મ હાઉસ ખાતે રહેતા હતા.

રાજુ ભાર્ગવ અને અશોક યાદવ સહિત અનેક આઈપીએસ ઓફિસરોએ સલામી આપી અંતિમ વિદાય અપાય

આર.ડી.ઝાલાનો દેહ વિલય થતા તેમને અંતિમ સલામી આપવા માટે અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં રાજકોટ પોલીસ કમિશ્નર રજૂ ભાર્ગવ ,રાજકોટ રેન્જના વડા અને આઇ.જી.પી અશોકકુમાર યાદવ,રાજકોટ શહેર ક્રાઇમ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ સહિત  અનેક અધિકારી તેમજ નિવૃત અધિકારીઓ ઉપસ્થિત રહી શ્રદ્ધા સુમન પાઠવી હતી અંતિમયાત્રામાં સામાજિક, રાજકીય અને ક્ષત્રિય સમાજના આગેવાનો સહિત  મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

પ્રમાણિક, નિડર અને જાબાંઝ આર.ડી. ઝાલાની કાયમ ખોટ સાલશે

પવિત્ર,સત્ય, વિનય, વિવેક અને નીડર પોલીસ અધિકારી તરીકે એમની છબિ હમેશા એક ,નિષ્ઠાવાન અને પ્રમાણિક અધિકારી તરીકે રહી છે આજે પણ ગુજરાતના આઇપીએસ અધિકારીઓ એમના ઝાબાંજ, હિંમત અને કાર્યશૈલીની પ્રસંશા કરે છે. ,સાહસિક, પ્રમાણિક, બાહોશ અને આદર્શ પોલીસ ઓફિસર ની છબિ ધરાવતા, ગુજરાતના પોલીસ બેડાનુ ગૌરવ ગણાતા અને  અશ્વનિષ્ણાત  આર. ડી. ઝાલા સાહેબનું  જેફ વયે  અવસાન થયું છે. ગુજરાત પોલીસે  એક બાહોશ, નિડર ,  સ્પષ્ટ વક્તા, પ્રમાણિક અને આદર્શ અધિકારીની  કાયમ ખોટ સાલવશે

શ્વના જાણકાર હોવાથી પોલીસ દ્વારા આર.ડી.ઝાલા હોર્સ રાઈડીંગ કલબ શરૂ કરાય

આર.ડી.ઝાલા  એક ખુબ સારા અશ્વ સવાર હતા. કાઠીયાવાડી અને મારવાડી ઘોડાના સારા એવા અભ્યાસુ લોકોમાં તેમની ગણના થતી હતી. કાઠીયાવાડી અશ્વોના તેઓ ખુબ જાણકાર હતા. આર.ડી.ઝાલા લીખીત પોલીસ મેન્યુઅલ પ્રમાણે  રાજય સરકાર પોલીસ માટે અશ્વોની ખરીદી કરે છે. તેમના અશ્વ પ્રત્યેના પ્રેમને લઈને ભાવનગર, અમરેલી અને રાજકોટમાં  આજે આર.ડી.ઝાલા હોર્સ રાઈડીંગ કલબ ચાલી રહી છે.હતું.નિવૃતિ પછી પણ ભાવનગર ખાતે એમના નામથી એક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનવતાના કાર્યોથી મહેક રહા છે.

Screenshot 8 25

અશ્વની હણહણાટીથી તસ્કરો સજાગ થતા ઉંટ પર પેટ્રોલીંગ કરી ગેંગને ઝબ્બે કરી

અમરેલીના  ખાંભામાં થાણા  ઈન્ચાર્જ દરમિયાન ઘરફોડ ચોરી થયેલી તે સમયે  વાહનોની હોવાથી થાણા ઈન્ચાર્જને સરકાર તરફથી  અશ્ર્વનું  એલાઉન્સ  મળતું તસ્કરોને ઝડપી લેવા  અશ્ર્વ પર પેટ્રોલીંગ કરતા પરંતુ અશ્ર્વના  ડાબલાઓનો અવાજથી એલર્ટ થતા જે તેમના ધ્યાન પર આવતા આર.ડી. ઝાલાએ   અશ્ર્વને  બદલે ઉંટનો ઉપયોગ કરી તસ્કર  ટોળકીને ઝડપી પાડી હતી.

આર.ડી. ઝાલાએ ફરજ દરમિયાન હત્યા, લૂંટ,ચોરી સહિતના અનેક વણઉકેલ ગુનાઓના ભેદ ઉકેલ્યા છે. તેમના નામથી ગુનેગારો આસપાસના વિસ્તારમાં ફરકતા પણ ન હતા.

ગોધરા: પુત્રનું ઉપરાણુ લઈને આવેલા રાજકીય અગ્રણીને રોકડુ પરખાવ્યું

ગોધરામાં 1991થી 93માં ફરજ દરમિયાન પેટા ચૂંટણીમાં રાજકારણીના પુત્રે હોમગાર્ડ પર હુમલો કર્યો હતો. જેની જાણ થતા આર.ડી. ઝાલાએ તપાસ પોતાની પાસે રાખી દરમિયાન હુમલાખોર વતી તેના પિતા આર.ડી.ઝાલા સમક્ષ રજૂઆત કરી પુત્રનો બચાવ કરેલો ત્યારે શાંત ચિતે રજૂઆત સાંભળ્યા બાદ રજૂઆત કરનારને કહ્યું કે આપ ઉંડા ઉતરી તપાસ કરો તો ઘણું સત્ય જાણવા મ ળશે આમ છતાં પુત્ર પ્રેમમાં રાજકારણીએ બચાવ ચાલુ રાખતા કહેલુ કે મારા માથાના વાળ ચુનો લગાવીને સફેદ કરેલા નથી મારો પુત્ર ગુનો કરે તો હું જ જાતે સજા કરૂ અને તમે ખોટુ ઉપરાણું લઈને ન આવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.