Abtak Media Google News

Table of Contents

ગરીબ દેશોને ચાર સ્તરીય ઓછી આવક ધરાવતી અર્થ વ્યવસ્થામાં વર્ગીકૃત કરવામાં આવે છે: દરેક રાષ્ટ્રના ચલણની સરખામણી કરવા માટે એટલાસ પધ્ધતિનો ઉપયોગ કરી ગણતરી કરાય છે: દરેક  દેશની માથાદીઠ કુલ રાષ્ટ્રીય  આવક (જીએનઆઈ) પર આધારીત છે, જે દેશની કુલ આવકને તેની વસ્તી દ્વારા વિભાજીત કરવાનું માપ છે

ગરીબ દેશોમાં  ગૃહયુધ્ધો, વંશીય અને સાંપ્રદાયિક ઝઘડાનો ભોગ બન્યા હતા અને કોવિડ-19એ તેની સ્થિતિને  વધુ ખરાબ કરી હતી:  વિશ્વમાં બુરૂન્ડી, સોમાલિયા, મેડાગાસ્કર, મોઝામ્બિક અને સિચેરાલિયોન જેવા ઓછા વિકસિત દેશોમાં સ્થાન મેળવેલ ગરીબ દેશો છે

રાષ્ટ્રની સંપત્તિમાં તેના કુદરતી સંશાધનો, શૈક્ષણિક  પ્રણાલી, રાજકીય સ્થિરતા અને રાષ્ટ્રીય દેવા સહિતના  પરિબળો ભાગ ભજવે છે:  યુક્રેનમાં થયેલ યુધ્ધે વસ્તુઓને વધુ ખરાબ બનાવી જેની અસર ગરીબ દેશોને વધુ પડી હતી

આજની કારમી મોંઘવારીમાં ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકો માટે બેછેડા ભેગા કરવા બહુજ કઠીન હોય છે. અતી શ્રીમંત  અને નીચેના ગરીબી રેખા નીચે જીવતા લાકેોઅને આ બે વચ્ચેના  મધ્યમ વર્ગને સૌથી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.લાંબા ગાળાની ગરીબીનું કોઈ એક ચોકકસ કારણ  નકકી કરવું મુશ્કેલ છે ત્યારે   વિશ્વના  સૌથી ગરીબ દેશો કેવી સ્થિતિ હશે તેની કલ્પના પણ કંપારી છોડાવે છે. દરેક  દેશની માથાદીઠ કુલ  રાષ્ટ્રીય આવક જીએનઆઈ પર આધારીત છે, જે દેશની કુલ આવક છે   તેની વસ્તી   દ્વારા વિભાજીત  કરવાનું માપ છે. ધનાષ્ટ દેશોને પણ કોવિડ 19ના સમયમાં તકલીફ પડી હતી તો અલ્પ વિકસીત દેશોની હાલત કેવી થઈ હશે. દરેક રાષ્ટ્રના  ચલણની સરખામણી કરવા, એટલાસ પધ્ધતિ જેવી ટેકનીકનો ઉપયોગ  કરી ગણતરી   કરવામાં આવે છે જેમાં વર્લ્ડ બેંકનો મહત્વનો રોલ હોય છે.

વિશ્વના ટોપ ફાઈવ સૌથી ગરીબ દેશોમાં બુરૂન્ડી, સોમાલિયા,  મોઝામ્બિક,  મેડાગાકર અને સિયેરા લિયોનનો સમાવેશ થાય છે. આ બધા દેશો સૌથી ઓછા વિકસતા દેશોમાં પણ   સ્થાન ધરાવે છે.  દર વર્ષે ગ્લોબલ  રીર્પોમાં  આવા ગરીબ દેશોને ચાર સ્તરીયમાં ઓછી આવક ધરાવતી અર્થ વ્યવસ્થા તરીકે વર્ગીકૃપ કરવાામં આવે છે. આવા દેશોમાં ગૃહ યુધ્ધો, વંશિય અને સાંપ્રદાયિક ઝઘડાના ભોગ બનતા અને  કોવિડ 19 જેવી મહામારી આવતા સ્થિતિને   વધુ ખરાબ કરી હતી વિશ્વના ધનાઢય દેશોની વાત મુલાકાત  સાધન સુવિધા વિશે બધા વાત કરે પણ આજના લેખના ટોપ 10 ગરીબ દેશોની વાત કરવી  છે.

વિશ્વના ગરીબ દેશોને તેમની નાણાંકીય  સ્થિતિ સુધારવામાં મદદ સાથે તે દેશના  નાગરીકો માટે જીવનની એકંદર ગુણવત્તા સુધારવા માટે યુનાઈટેડ નેશનન્સ (યુએન) જેવી પ્રાથમિક   પધ્ધતિ કાર્યરત છે. રાષ્ટ્રની સંપતિમાં તેના કુદરતી સંશાધનો, શૈક્ષણીક પ્રણાલી, રાજકીય સ્થિરતા અને રાષ્ટ્રીય  દેવું સહિતના  પરિબળો   ફાળો કે ભાગ ભજવતા હોય છે. જીએનઆઈ એ દેશના આર્થિક સ્વાસ્થ્યનુ થોડુ વધુ સચોટ માપ મનાય છે હાલ  2022ના ગ્લોબલ રીીપોર્ટ આધારે વિશ્વના સૌથી વધુ ગરીબ દેશોની યાદીમાં બુસન્દી, દક્ષિણસુદાન,   સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લીક, ડેમોકેટીક રિપબ્લિક ઓફ કોંગો, સોમાલિયા, નાઈજર, મોઝામ્બિક, માલાવી, ચાડ અને મેડાગાસ્કર જેવા 10 ટાપે દેશો છે.

યુક્રેનમાં થયેલ યુધ્ધે વસ્તુઓને વધુ ખરાબ બનાવી,  તીવ્ર ઉંચા ભાવે  અને વ્યાપક પૂરવઠાની અછતને કારણે વૈશ્ર્વિક સ્તરે ખાસ કરીને ગરીબ દેશોને વધુ નુકશાન પહોચાડયું છે. આ પરિસ્થિતિ ત્યારે  ઉત્પન થઈ કે હજી કોરોનામાંથી વિશ્વ સંપૂર્ણ બહાર નહોતું  આવ્યું કોવિડ પહેલા કરતા સ્થિતિ વધુ વણસી હતી.

અત્યંત ગરીબીમાં જીવતી વિશ્વની  વસ્તીનો અંશ અને વિશ્ર્વે  મેળવેલી પ્રગતિને  ઉલટાવી દીધી હતી. કોરોનાએ  વિશ્વની અર્થ વ્યવસ્થાની કમર તોડી નાંખી હતી આઈએમએફ એ ર્વેમાં અનુમાન  લગાવ્યું કે ગરીબીમાં જીવતા દેશો ની વધુ 150 મિલિયન લોકો અત્યંંત ગરીીબીની હરોળમાં પ્રવેશી ગયા છે.ઓછી આવ ધરાવતા દેશો, જયાં ખોરાક વપરાશના મોટા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે. ત્યાં ફુગાવાની અસર જોવા મળી હતી. ગરીબી ઘટાડામાં લાભની જગ્યાએ વિપરીત અસરો વિશ્વના આ 10 દેશોમાં જોવા મળી છે. આ સુચિના ત્રણ દેશોમાં  સતત અને વ્યાપક દુષ્કાળને  કારણે  ખોરાકની અછત સાથે તબીબી અને  સામાજીક  સમ્યાનું કારણ બને છે.

દુનિયાના સૌથી વધુ ગરીબ દેશમાં મુસુન્ડીમાં હુતુ-તુત્સીવંશીય સંઘર્ષ અને  ગૃહ યુધ્ધથી  આ દેશ તકલીફમાં મૂકાયો 12 મિલિય નાગરીકોમાંથી 90 ટકાનો નિર્વાહ ખેતી પર આધાર રાખે છે. અને તેમાથી મોટાભાગના  લોકો અત્યંત ગરીબીમાં જીવે છે. આ દેશની ખોરાકની અછત બહુ મોટી સમસ્યા છે. આફ્રિકન દેશોમાં  પાણી અને સ્વચ્છતાની પહોચ પણ ખુબ ઓછી છે. 5 ટકાથી ઓછી વસ્તી પાસે વિજાતી છે. દક્ષિણ સુદાન વિશ્વનું સૌથી નવુ રાષ્ટ્ર છે. આફ્રિકાના  સૌથી લાંબા સમયથી ચાલતા ગૃહ  યુધ્ધ સાથેના સંઘર્ષને સમાપ્ત  કરનાર કરારના છ વર્ષ પછી જુલાઈ 9,2011માં તેનો જન્મ થયો હતો. આ દેશ આજે વિશ્વના સૌથી ગરીબ દેશોની યાદીમાંબીજા સ્થાને છે.ત્રીજા સ્થાને સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક દેશ આવે છે જેમાં ખુબજ ગરીબ લોકો વસે છે.

સોનું, તેલ, યુરેનિયમ અને હિરાથી સમૃધ્ધ દેશે હવે પ્રગતિ કરી છે. અવિકસીતમાંથીઆ રાષ્ટ્ર પ્રગતિના      કેટલાક સંકેતો જોવા મળે છે. આ દેશની વસ્તી માત્ર  4.8 મિલિયનની જ છે. ચોથા સ્થાને  1960માં બેલ્જિયમથી આઝાદી મેળવનાર કોંગોનું સ્થાન છે. આ દેશે દાયકાઓથી સરમુખત્યાર શાહી, રાજકીય અસ્થિરતા અને સતત હિંસા સહન કરી છે. પાંચમાં સ્થાને સોમાલિયા દેશ આવે છે. જેને ત્રણ દાયકાની આંતરિક હિંસા અને સંઘર્ષનાં પરિણામે હજારો લોકોનું સ્થળાંતર વારંવાર  દુકાળ અને પૂર પછી દુષ્કાળ અને રોગ, આરોગ્ય સેવાનો અભાવનો સામનો  કર્યો છે. યુવાનોમાં બેરોજગારીનું વિશાળ સ્તર સોમાલિયાની પ્રજામાં નિરાશા પેદા કરી રહી છે. 16 મિલિયન વસ્તી ધરાવતા દેશમાં   સતત મુશ્ક્ેલી આવતી જ રહે છે.

પૂર્વ આફ્રિકાના  દરિયા કાંઠે  400 કિ.મી. દૂર સ્થિત મેડાગાસ્કર વિશ્વનો ચોથો   સૌથી મોટો ટાપુ છે. જેમાં આશ્ર્ચર્યજનક વન્યજીવન માટે જાણીતો છે. સમૃધ્ધ પ્રવાસન ઉદ્યોગ પણ દેશને ગરીબીમાથી બહાર કાઢવા સક્ષમ નથી. મોટાભાગની વસ્તી હજુ પણ તેની આજીવિકા માટે કૃષિપર નિર્ભર છે.  1960માં ફ્રાંસથી સ્વતંત્ર થયા પછી મેડાગાસ્કરે રાજકીય અસ્થિરતા, હિંસક બળવા અને વિવાદિત ચૂંટણીઓનો  અનુભવ કર્યો છે. આ દેશમાં બાળકમાં કુપોષણનો સૌથી ઉંચો દર અને  દુષ્કાળનું જોખમ વધારે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.