Abtak Media Google News

રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સુકું રહેશે આ સાથે રાજ્યમાં વરસાદની સંભાવના નહિવત હોવાનું પણ કહ્યું છે. આ તરફ રાજ્યમાં આ 5 દિવસ દરમિયાન વધુ ઠંડી નહીં પડે તેવી આગાહી પણ હવામાન વિભાગે કરી છે. જો કે ઉત્તર ભારતમાં હવામાનમાં પલટો થયો છે એટલે આગામી દિવસોમાં ગુજરાતમાં હાર્ડ થીજવતી ઠંડી પડશે. રાજ્યમાં હાડ થીજવતી ઠંડી શરૂ થઈ ગઈ છે.

રાજ્યના 17 શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રીથી નીચે નોંધાયો:ઠંડા સૂસવાટાભર્યા પવનને કારણે હિલ સ્ટેશન જેવા માહોલ અને વાદળછાયા વાતાવરણ અને ધુમ્મસમાં વિઝિબિલિટી ઘટી

વહેલી સવારથી કડકડતી ઠંડી વચ્ચે લોકો ઠંડીથી રાહત મેળવવા તાપણાંનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે, હજી તો ડિસેમ્બરની શરૂઆત થઈ છે ત્યાં જ કડકડતી ઠંડી શરૂ થતાં લોકો ઠૂંઠવાઈ ગયા છે. આ તરફ ગઈકાલે અમદાવાદમાં વહેલી સવારથી જ ઠંડીમાં વધારો જોવા મળ્યો હતો. ઠંડા સુસવાટાભર્યા પવનને કારણે હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો.

ગુજરાતમાં ડિસેમ્બરની શરૂઆતમાં જ ઠંડીમાં વધારો શરુ થઈ ગયો છે. ઠંડા સૂસવાટાભર્યા પવનને કારણે હિલ સ્ટેશન જેવા માહોલ અને વાદળછાયા વાતાવરણ અને ધુમ્મસમાં વિઝિબિલિટી ઘટી છે. આ તરફ આજે અમદાવાદનું તાપમાન 17.8 ડિગ્રી નોંધાયું હતું તો રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 10 ડિગ્રી નોંધાયું હતું. આ સાથે ભુજ 14.8 ડિગ્રી તાપમાન, રાજકોટ 15.2, વડોદરા 18 ડિગ્રી, ભાવનગર 18.8 ડિગ્રી તાપમાન નોંધાયું તો સુરતમાં 19.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું કે, આવતા સપ્તાહે ગુજરાતમાં ફરીથી માવઠાની આગાહી છે.

13, 14, 15, 16, 17 અને 18 ડિસેમ્બરે ગુજરાતમાં વરસાદ આવશે. ફરી એકવાર 22 અને 23 ડિસેમ્બરે ગુજરાતમાં માવઠું થશે. આ દિવસોએ ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે. હિમવર્ષા અને માવઠાના કારણે ગાત્રો થીજવતી ઠંડી પડશે. ડિસેમ્બર મહિનામાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ સંકટ બનીને આવળે, તો 14, 15, 16 અને 17 ડિસેમ્બરે ફરીથી કમોસમી વરસાદ આવશે. ગુજરાત ઉપરાંત દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં માવઠું પડશે. તો જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારો પણ પ્રભાવિત થશે. કેટલાક વિસ્તારમાં ભારે હિમવર્ષા પણ થશે.

કડકડતી ઠંડી સાથે આવશે માવઠું

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે, બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજની અસર ગુજરાતના ભાગોમાં થશે અને ધુમ્મસ આવશે. ગુજરાતમાં પણ તેની વહેલી સવારે અસર જોવા મળશે. હવે ધીમે ધીમે ઠંડીનુ પ્રમાણ વધશે. ઉતર ભારતના પવનની અસર ગુજરાત સુધી થશે. અરબ સાગરમાં 12 અને 13 ડિસેમ્બરના હલચલ જોવા મળશે. આ સાથે 12 અને 13 ડિસેમ્બરના સામાન્ય સિસ્ટમ બની શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.