Abtak Media Google News

શ્રી વર્ધમાન વૈયાવચ્ચ કેન્દ્ર રાજકોટની સ્થાપના બાદ ગ્રામ્ય વિસ્તાર હાઇવે અને શહેરોમાં પૂ. ધીરગુરુદેવના અનુગ્રહથી ઉપાશ્રય વિહારધામ, ગર્લ્સ હોસ્ટેલ, મેડીકલ સેન્ટર, ચબૂતરા, ગૌશાળા પાંજરાપોળ સહીત આશરે 111 જેટલા સ્થાનનું નિર્માણ જિર્ણોઘ્ધાર થવા પામેલ છે. તદુપરાંત ભારતભરમાં સાતાકારી પાટ, પાટલા વગેરે ઉ5કરણોનું વિતરણ કેન્દ્ર દ્વારા કરવામાં આવેલ છે.

ગ્રામ્ય વિસ્તારમાં ઉપાશ્રય નિર્માણ જિર્ણોઘ્ધાર યોજના અંતર્ગત રાજકોટથી ર0 કિલોમીટરના અંતરે રીબડા ગામે પ્રમોદાબેન કિશોરચંદ્ર કોટીચા અને સુરેખાબેન હસમુખલાલ કામાણીના ઔદાર્ય ભર્યા સહયોગથી અજિતનાથ જૈન ઉપાશ્રયનું નિર્માણ કરવામાં આવેલ છે. ચારેય ફિરકાના સંત – સતીજીઓની વૈયાવચ્ચમાં ઉ5યોગી બનશે.

તા. 8-1-23 ને રવિવારે સવારે 10.15 કલાકે પૂ. ધીરગુરુદેવની નિશ્રામાં પ્રમોદાબેન કોટીચા, સુરેખાબેન કામાણી તથા પરિવાર ના હસ્તે ઉદઘાટન વિધિ યોજાયેલ છે.

ઉદઘાટન  સમારોહના પ્રમુખપદે જૈના-અમેરીકાના વૈયાવચ્ચ કમિટીના ચેરમેન મહેશ વાધર અને લાઇફના પ્રણેતા શશીકાંત કોટીચા અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહેશે.

સંઘના ભાવિકોએ મો. નં. 98242 33272 પર આવવાની જાણકારી આપવી. પૂ. ધીરગુરુદેવ શનિવારે રીબડા પધારશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.