Abtak Media Google News

મોરબીમાં કાયમી આયંબિલ ખાતામાં અનુદાન

શ્રી સ્થાનકવાસી જૈન સંઘ, સોની બજારના આંગણે ગોંડલ સંપ્રદાયના પૂ. ધીરગુરૂદેવ તથા સાધ્વીજી પૂ. નયનાજી મ.સ., પૂ.મીનાજી મ.સ., પુ. સુનંદાજી મ.સ. પધારતા ઉમંગ છવાયો હતો.

તા.22.1 ને રવિવારે  ધર્મસભામાં આત્માની અનૂભુતિ વિષય પર ગુરૂદેવે  જોશીલી જબાને જણાવેલકે ડીવાઈન નોલેજ સ્વ.પરનું આત્મજ્ઞાન મેળવો. ડીવાઈન વીઝન દરેક નિમિત્તો અને સુખ-દુ:ખમાં  વીઝન કેળવો ડીવાઈન  પાવર બીજાની ભૂલોને  ક્ષમ્ય કરો અને સ્વયં સહન કરીને આત્માની શકિતનો અનુભવ કરતા રહો. વધુમાં કહેલ કે  ‘જિંદગી ખૂબ સુરત હૈ, હમે જીના નહી આયા, નશા હર ચીજ મે હૈ, હમે પીના નહી આયા’ મોરબી સ્થાનકવાસી વર્ધમાન આયંબીલ તપ ટ્રસ્ટમાં કાયમી ચૈત્રી આયંબીલ ઓળી અને સમૂહ પારણામાં માલિનીબેન કિશોરભાઈ સંઘવીએ પૂર્વરકમમાં ઉમેરો કરતા કુલ 10 લાખ, 21 હજાર અને આઠમ પાંખી યોજનામાં મૃદુલાબેન નવનીતલાલ સંઘવી  1 લાખ તથા રમાબેન સી.દફતરી હ. અશોક અને ઉષા દફતરી, હસુમતી દફતરી તરફથી 51000 તેમજ કાયમી તિથિમાં 5000નુંં અનેક ભાવિકોએ અનુદાન કરેલ.

કાઠિયાવાડ જૈન સમાજના ટ્રસ્ટીઓ અને  જશાપરના સંઘ સેવક તથા માલિનીબેન સંઘવી, જીવદયા કળશના લાભાર્થી દીપ્તી શૈલેશ મહેતા, ચંદ્રીકાબેન શાહ,  પ્રજ્ઞાબેન સુરાણી,  વર્ષાબેન કોઠારી, હેતલબેનનું સન્માન કરાયું હતુ.

ટ્રસ્ટી હસુભાઈ  દોશી, કેતનભાઈ અશોક ભાઈ વગેરેને   જાગૃતી દેસાઈના  હસ્તે તીર્થકર   નામાંકન ઘડીયાળ અર્પણ કરેલ. એડવોકેટ  અને ઉપપ્રમુખ ઉર્મિલાબેન  મહેતાએ આભાર દર્શન  સહિત 12 ફેબ્રુઆરીના સુમેરૂતીર્થ  કરજણમાં પૂ. ગુરૂદેવની 42મી દીક્ષા  જયંતિ  પ્રસંગે પધારવા  સંઘને  નિમંત્રણ  આપ્યું હતુ. અત્રેથી વિહાર કરી વધારવા,  માલવણ થઈ તા.28ના પાલડી અમદાવાદ પધારશે વિહાર  જાણકારી માટે મો. 93222 61124નો સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.