Abtak Media Google News

હવે આગળની સારવાર સંપૂર્ણ રીતે બોર્ડની દેખરેખ હેઠળ કરવામાં આવશે

ટીમ ઈન્ડિયાના ઝંઝાવાતી બેટ્સમેન અને વિકેટકીપર ઋષભ પંતની કાર અકસ્માત બાદ સારવાર ચાલી રહી છે અને બીસીસીસાઈ નિર્ણય બાદ તેને ગઈકાલે સાંજે દેહરાદૂનથી મુંબઈ શિફ્ટ કરવામાં આવ્યો છે. અહીં સ્ટાર ક્રિકેટર બીસીસીઆઈ મેડિકલ ટીમની દેખરેખમાં રહેશે અને આગળની સારવાર કરવામાં આવશે. બીસીસીઆઈ સચિવ જય શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બીસીસીઆઈએ ઋષભને મુંબઈ શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે અને હવે આગળની સારવાર સંપૂર્ણ રીતે બોર્ડની દેખરેખ હેઠળ કરવામાં આવશે.

ઋષભ પંતને શિફ્ટ કરવા માટે ખાસ એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. અત્યાર સુધી ઋષભની ​​સારવાર દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં ચાલી રહી હતી, પરંતુ હવે તેને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં ખસેડવામાં આવ્યો છે. એર એમ્બ્યુલન્સ દ્વારા જ ઋષભને દેહરાદૂનથી મુંબઈ લાવવામાં આવ્યો હતો.

એરપોર્ટથી હોસ્પિટલ સુધી ઋષભ પંત માટે ખાસ ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઋષભ પંત બુધવારે મોડી સાંજે હોસ્પિટલ પહોંચ્યો હતો અને હવે આગળની સારવાર અહીં જ કરવામાં આવશે. થોડા દિવસો મુંબઈમાં રાખ્યા બાદ ઋષભ પંતને વધુ સારવાર માટે અમેરિકા અથવા ઈંગ્લેન્ડ પણ મોકલવામાં આવે તેવી પણ શક્યતા છે. લિંગામેન્ટ એક પ્રકારનું ફાયબર હોય છે જે હાડકાંને જોડવાનુ કામ કરે છે. જો તેમાં થયેલી ઇજા ઉંડી હોય છે, તો રુઝ આવવામાં સમય લાગી જાય છે. હાલમાં ડીડીસીએ અને બીસીસીઆઇ ઋષભ પંતની ઇજાની ગંભીરતા પર નજર રાખી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.