Abtak Media Google News

રિઝવાન આડતીયાના જીવન પરથી પ્રેરણા લઈ બનાવેલી હિન્દી ફિલ્મ ૨૮મીએ થશે રિલીઝ

‘રિઝવાન’ ફિલ્મ  રિઝવાન અડાતિયયાના વાસ્તવિક જીવન પર આધારિત છે, જે આફ્રિકામાં જાણીતા ઉદ્યોગપતિ અને પરોપકારી સમાજ સેવક છે.  રિઝવાન આગામી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ રજૂ થવાની તૈયારીમાં છે. ઓટોગ્રાફ એન્ટરટેઇનમેન્ટ અને રિઝવાન અડાટિયા પ્રોડક્શન્સના સહયોગથી, આ ફિલ્મનું નિર્માણ અને નિર્દેશન શ્રી હરેશ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું છે.

એક સાચી કથા પર આધારીત ફિલ્મ કે જેની આતુરતાથી રાહ જોવાઇ રહી છે. આ ફિલ્મ એક પ્રામાણિક સજ્જનના જીવનનો ગ્રાફ દર્શાવે છે અને તે ચોક્કસપણે દરેક વય જૂથના લોકોને પ્રેરણા આપશે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ જાણીતા લેખક ડો.શરદ ઠાકરે લખી છે. અભિનેતા વિક્રમ મહેતા, કેયુરી શાહ, રાજકોટના ભાર્ગવ ઠાકર, જલ્પા ભટ્ટ, ચિરાગ કથરેચા, તેજ જોશી, અદ્વૈત અંતાણી ઉપરાંત ગૌરવ ચાંસોરિયા, દિગીષા ગજ્જર, સોનુ મિશ્રા, સાગર મસરાણી, હિતેશ રાવલ ફિલ્મના મુખ્ય પાત્રો બહાર લાવ્યા છે.

Img 9469

નિર્દેશક કારકિર્દી દરમિયાન આને સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ તરીકે દર્શાવતા, ફિલ્મ રિઝવાનના નિર્દેશક શ્રી હરેશ વ્યાસ કહે છે, રિજવાન ફિલ્મના પ્રસંગને તમે રૂપેરી પડદે જોશો તે મારા માટે એક સપનું હતું જે હવે સાકાર થયું છે અને હું સ્વાભાવિક રીતે ખૂબ જ ખુશ છું અને આ હકીકત પર ગર્વ અનુભવું છું. ફિલ્મમાં રિઝવાન આડતીયાની ભૂમિકા ભજવનાર અભિનેતા વિક્રમ મહેતા કહે છે, આ બાબતે મને ગર્વ થાય છે કે આ ફિલ્મમાં રિઝવાન આડતીયાની ભૂમિકા નિભાવવા માટે મને પસંદ કરવામાં આવ્યો.

ફિલ્મ રિઝવાન નું સંગીત તમને એક જાદુઈ વાતાવરણ તરફ લઈ જાય છે. ફિલ્મ માં શુકર હૈ, વ્યાધિ નાથીનું થીમ ગીત તમને અવરોધોને કેવી રીતે દૂર કરવા અને હંમેશાં સકારાત્મક જીવન જીવી શકે છે તેનો મહત્વપૂર્ણ સંદેશ આપે છે.  સોહેલ સેન દ્વારા આ ગીતને  સંગીત આપ્યું છે તો અનિલ ચાવડા અને ભાવેશ ભટ્ટે શબ્દોથી સજાવું છે. આ ગીતને પ્રખ્યાત ગાયક અલ્તામશ ફરીદીએ ભાવનાત્મક રીતે રજૂ કર્યું છે. ફિલ્મમાં આઓ સબકો શીખલડે હમ બીજું પ્રેરણાદાયી ગીત સોહેલ સેન દ્વારા સંગીત બદ્ધ અને અનિલ ચાવડા અને ભાવેશ ભટ્ટ દ્વારા લખાયેલું છે અને આ ઉદિત નારાયણ દ્વારા સુંદર રીતે ગવાયું છે.  ફિલ્મ રિઝવાન નું મુખ્ય આકર્ષણ એક પોર્ટુગીઝ ભાષાનું ગીત છે જે નિર્દેશક શ્રી હરેશ વ્યાસે જાતે નિલજાની સહાયથી લખ્યું હતું. ફ્રાન્સિસ્કો ફોર્ટુના દ્વારા સંગીત અપાયું અને  મેરીઓન દ્વારા આ ગીત ગાયું છે. ખાસ કરીને યુવા વર્ગ માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહે તેવી આ ફિલ્મ લોકોને પસંદ પડશે તેવો ફિલ્મ ‘રિઝવાન’ના તમામ કલાકારો એ અને ખુદ રિઝવાન આડતિયા એ વિશ્વાસ જતવ્યો હતો. ત્રણ અલગ અલગ દેશો કોંગો મોઝામ્બિક અને ભારતમાં શૂટ થયેલી આ ફિલ્મમાં થ્રિલ અને ડ્રામા પણ છે અને પ્રેરણાત્મક સંદેશ પણ છે. લોકો ફિલ્મ જોવા થીયેટરમાં જવા સમગ્ર ટાઇમ દ્વારા અપીલ કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.