Abtak Media Google News
  • હારતોરા બાદ બ્યુટી પાર્લર લઇ જતા નાસી ગઇ :  રૂ.2 લાખ રોકડા આપ્યા હતા,ઉપરાંત દોઢ લાખના બે ચેઇન અને રોકડ રૂ 50 હજાર લઇ છુ

ગીર સોમનાથ પોલીસે તાજેતરમાં લુટેરી દુલ્હન અને તેની ટોળકીને ઝડપી લીધી હતી. ત્યારે આ ટોળકીએ સૌરાષ્ટ્રભરમાં આ પ્રકારે છેતરપિંડી કરી હોવાની વિગતો સામે આવી હતી દરમિયાન ટોળકીએ ગોંડલના પરિવાર સાથે પણ રૂપિયા ચાર લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવવામાં આવી છે.

જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલમાં જેતપુર રોડ પર ગીતાનગર વિસ્તારમાં રહેતા કિશોરભાઈ કરશનભાઈ મેસવાણિયા (ઉ.વ 56) નામના બાવાજી પ્રૌઢે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે રિયાઝ કરીમ મિર્ઝા, મુસ્કાન ઉર્ફે કોમલ રિયાઝ મિર્ઝા,કૌશરબાનુ ઉર્ફે પૂજા અશરફ યુસુફ કાનમીના નામ આપ્યા છે.

પ્રૌઢે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરૂ રચી ફરિયાદીના પુત્ર સાથે લગ્ન નક્કી કરી લગ્ન નકકી કરતી વેળાએ ફરિયાદીએ કોમલને રૂપિયા એક લાખ અને રિયાઝને રૂપિયા એક લાખ આપ્યા હતા. બાદમાં લગ્ન નક્કી થયા હતા અને હારતોરા પણ થયેલા ત્યારબાદ રાજકોટમાં વકીલ પાસે લઈ જઈ કાગળ ઉપર સહી કરાવી હતી. બાદમાં કૌશરબાનુ ઉર્ફે પૂજા અહીં ઘરે આવી હતી.ચારેક દિવસ બાદ લગ્ન નક્કી કર્યા હોય તેને શણગાર માટે બ્યુટી પાર્લર લઈ જવામાં આવી હતી ત્યારે તે અહીં પોતાની ભાભીને વાતોમાં ઉલજાવી બ્યુટી પાર્લરથી નાસી ગઈ હતી. બાદમાં માલુમ પડ્યું હતું કે, તે ઘરેથી સોનાના બે ચેન જેની કિંમત રૂપિયા દોઢ લાખ હોય અને રૂપિયા 50,000 રોકડ લઈને નાસી ગઈ હતી. ત્યારબાદ તેનો કોઈ સંપર્ક થયો ન હતો. બાદમાં આ ટોળકી ગીર સોમનાથમાં ઝડપાઇ હોય પ્રૌઢ દ્વારા પોતાની સાથે થયેલી આ છેતરપિંડી અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.