Abtak Media Google News

રોહિંગ્યા મુસ્લિમોને લઈને સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં જાહેરનામું આપ્યા બાદ રોહિંગ્યા મુસ્લિમોએ દેશ છોડીને પરત જવાનો મામલો ગરમાતો જાય છે. રોહિંગ્યા મુસ્લિમોના દેશ છોડવા પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહનું કહેવું છે કે, આ મામલે સરકારી નીતિ સ્પષ્ટ છે. દેશ પહેલાથી જ ઘુષણખોરોનો માર સહન કરી રહ્યો છે અને હવે રોહિંગ્યા મુસ્લિમ ગેરકાયદેસર અને ગેરકાનૂની રીતે ભારતની ઇન્ટરનલ સિક્યોરીટીને પણ ડીસ્ટર્બ કરી રહ્યા છે. તે આવું કરનારને ગેરકાયદેસર ગણાવે છે. તે કહે છે કે, આ દરમિયાન દેશમાં ઘણી આતંકવાદી ગતિવિધિઓ જોવા મળી છે. એવામાં ભારતને એ કબુલ નથી કે ગેરકાયદેસર પ્રવાસી દેશમાં રહે.

મસુદ અઝહર દ્વારા રોહિંગ્યા મુસ્લિમોના સમર્થન પર તેમણે કહ્યું કે, જો મસુદ અઝહર રોહિંગ્યા મુસ્લિમોને પાકિસ્તાન લઇ જાય. તે કહે છે કે, ભારતના કેટલાક નેતા પણ રોહિંગ્યાના પક્ષમાં ઉભા છે. તે આગળ કહે છે કે, રોહિંગ્યાઓને પાકિસ્તાનના ઉગ્રવાદી અને આતંકવાદી નેતાઓનું સમર્થન મળ્યું છે. એવામાં પાકિસ્તાન બેઈજ્જત રોહિંગ્યા મુસ્લિમોને પોતાની પાસે લઇ જાય.

વિપક્ષ દ્વારા રોહિંગ્યા મુસ્લિમોને માનવતાના આધાર પર રહેવાની અપીલ પર તેમણે કહ્યું કે, કાનુનથી વધીને કોઈ માનવતા નથી હોતી. તેના માટે આ આંતરિક સુરક્ષાનો મામલો છે. આવી કરવું ગેરકાયદેસર અને ઘુષણખોરી છે. તે કહે છે કે, તેમની પ્રાથમિકતા વોટના બદલે દેશ છે. તે કહે છે કે, દેશના અમન, શાંતિ અને વિકાસને જોતા ગેરકાનૂની અને ગેરકાયદેસરના લોકોએ જવું જ જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.