Abtak Media Google News

ધમાલ ગલીમાં બાળકો, યુવાનો, માતા-પિતા અને દાદા-દાદીની ધમાલ

આશરે પાંચ હજાર લોકો જોડાયા: લીંબુ-ચમચી, કોથળા રેસ, રસ્સી ખેંચ, લંગડી જેવી રમતો રમી સૌ કોઈ ઝુમી ઉઠયા

રોટરી ઈન્ટરનેશનલની શતાબ્દી તથા ડિસ્ટ્રીક ૩૦૬૦ની અર્ધ શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે રાજકોટની તમામ રોટરી કલબ દ્વારા લોકોમાં ઉત્સાહ, જોમ, ફિટનેસ વધારવા તથા ભાઈચારાની ભાવનાને મજબુત બનાવવાના આશયથી રેસકોર્સ મેદાન ખાતે જુની પુરાણી અને વિસરાઈ ગયેલી રમતો રમાડવા દાદા-દાદી, માતા-પિતા, યુવાનો અને બાળકો તમામ પેઢીના લોકોને એક સાથે ધમાલ મસ્તી કરાવવા ધમાલગલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

Vlcsnap 2020 02 24 13H08M49S102

કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય શું છે તે વિશે જણાવતા રોટરી કલબ ઓફ રાજકોટનાં પ્રમુખ ડો.કલ્પિત સંઘવીએ કહ્યું કે, આજના વર્ચ્યુઅલ જમાનામાં ભાતીગળ રમતોને પોષવા માટે, રમતો તથા ઝુંબા ડાન્સ અને સંગીત દ્વારા ફિઝિકલ ફિટનેસ વધારવા માટે તથા બાળકોથી વૃદ્ધો, અનાથ બાળકો, તરછોડાયેલા વૃદ્ધો, દિવ્યાંગો અને સમાજના દરેક સ્તરનાં લોકો જો એક સાથે રમતો દ્વારા જોડવા તથા રાજકોટના નાગરિકોની હકારાત્મક અને ડાઈનામીક એનર્જીને સિનર્જીમાં ફેરવી શકાય એ અમારો મુખ્ય હેતુ છે. સાથો સાથ સમાજને વહેલી સવારની મજા અને આનંદ માટે ઉત્સાહિત પણ કરવા એવા આશયથી આ ધમાલગલીનું આયોજન કરવામાં આવ્યું છે.

Vlcsnap 2020 02 24 13H07M33S106

આ ધમાલગલીમાં રાજકોટની ચારેય રોટરી કલબ સહિત રોબિન હુડ આર્મી નામની સંસ્થા પણ જોડાઈ હતી. રોબિનહુડ આર્મીના પ્રેસિડેન્ટ એવા માન્યતાબેને જણાવ્યું હતું કે, રોટરી કલબનાં આટલા સરસ પ્રયાસ એવી ધમાલગલીમાં જોડાઈને અમને ખુબ જ મજા આવી. અમારી સંસ્થાએ અહીંયા વોલિન્ટિયરની કામગીરી બજાવતાની સાથે ધમાલગલીમાં જોડાઈ ધીંગામસ્તી પણ ખુબ જ કરી છે. રોબિનહુડ આર્મી વિશે જણાવતા તેમણે કહ્યું કે, અમારી સંસ્થા વિનામુલ્યે કામ કરે છે. શહેરમાં કે શહેરની આજુબાજુના સ્થળેથી કોઈપણ પ્રસંગ પર ભોજનનો જો વધારો થયો હોય તો અમારી સંસ્થા ત્યાં પહોંચી અને એ ભોજનને ત્યાંથી સમેટી યોગ્ય સ્થળ પર એટલે કે જયાં તેની જરૂરીયાત હોય એ સ્થળે પહોંચાડી ભોજનનો સદઉપયોગ થઈ શકે તે માટે કાર્ય કરે છે. સાથે તેમને ધમાલગલીનાં સ્ટેજ પર જઈ રાજકોટવાસીઓને વધારેમાં આ સંસ્થા સાથે જોડાઈ અને જરૂરીયાતવાળા લોકો સુધી આ ભોજન પહોંચાડી શકાય તેમાં મદદરૂપ બને.

ધમાલગલીમાં આશરે પાંચ હજાર લોકોએ જોડાઈ અને એ વિસરાઈ ગયેલી રમતો જેવી કે લીંબુ-ચમચી, કોથળા રેસ, રસ્સી ખેંચ, ચોંકળી-મીંડી, લંગડી જેવી રમતો રમીને ખુબ જ ધમાલ મચાવી હતી. યુવાનોને પુછતા તેમણે જણાવ્યું હતું કે, આમાની અમુક રમતોના તો નામ પણ તેમણે નહોતા સાંભળ્યા તો આવી રમતો રમીને તેઓએ ધમાલગલીની ભરપુર મજા માણી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.