Abtak Media Google News

કોર્નાક સૂર્ય મંદિર, મહાત્મા ગાંધી, દેવનગરી લિપી, ચોકલેટ બ્રાઉન રંગની કલા અને સ્વચ્છ ભારતનો લોગો, નવી ૧૦ની નોટોમાં જોવા મળશે

રિઝર્વ બેંક ઈન્ડિયાએ રૂપીયા ૧૦ની ચલણી નોટોની નવી નકકોર ડિઝાઈન તૈયાર કરી છે. ચોકલેટી બ્રાઉન રંગની આ નોટની ઉંચાઈ હાલની રૂ.૧૦ની ચલણી નોટો જેટલી જ રહેશે પરંતુ તેની પહોળાઈ થોડી નાની થઈ જશે નવી ૧૦ની નોટની સાઈઝ અને કલર ઉપરાંત નોટની પાછળના ભાગમાં કેરલના કોર્નાક સૂર્ય મંદિરની કલાત્મક રચનામાં રહેલા પ્રધાનતત્વોનું ચિહન રાખવામાં આવ્યું છે. જેમાં હાલની ચલણી નોટોમાં ગેંડા હાથી અને વાઘ છે. આરબીઆઈએ જણાવ્યું હતુ કે ગર્વનર ઉર્જીત પટેલની સિગ્નેચર સાથે ટૂંક સમયમાં જ ૧૦ની નવી ચલણી નોટો જાહેર કરવામાં આવશે.

તો નોટની બંને તરફ ચોકલેટ બ્રાઉન રંગથક્ષ ભૌમિતિક કલાનો આદર્શ નમુનો છાપવામા આવશે. આ ઉપરાંત ૧૦ની નવી નોટમા દેવનગરી ભાષામાં સુરક્ષા થ્રેડ પર ‘ભારત’ પર ઉત્કીર્ણલેખ લખવામાં આવશે તો અન્ય નોટોની જેમ ૧૦ની નવી નોટમાં પણ સ્વચ્છ ભારતનો લોકો રહેશે આરબીઆઈએ બેંકોને તેમના એટીએમ ફરી ભરવા જણાવ્યું છે માટે નવી ૨૦૦ની નોટો પણ એટીએમમાં મળી રહે. ઉલ્લેખનીય છે કે નોટબંધી બાદ રૂ.૨૦૦૦ અને ૫૦૦ની નવી નોટો રીલીઝ કરવામાં આવી હતી ત્યારે તાજેતરમાં જ રૂ.૨૦૦ અને રૂ.૫૦ની નવી નોટો બાદ રૂ.૧૦ની નોટોને પણ રીનોર્વેટ કરવામાં આવી રહી છે.

જયાર સુધીમાં રૂ.૨૦૦ની નવી નોટોનું સર્કયુલેશન નહી થાય ત્યાં સુધી રૂ.૧૦ અને રૂ.૫૦ની નોટો માન્ય રહેશે તો ૧૦ની નવી નોટમાં મહાત્મા ગાંધીનું વર્ચસ્વ અડીખ્મ રહેશે તો નોટના આગળના હિસ્સામાં જમણી બાજુ અશોક સ્થમ્બનો ચિહન રહેશે. તો પાછળનાક હિસ્સામાં ડાબી બાજુ નોટની છાપણીનું વર્ષ રહેશે તો સ્વચ્છ ભારત લોકો પણ પાછળના હિસ્સામાં રહેશે અને દેવનગરી ભાષાનું વર્ચસ્વ પણ કાયમ રહેશે નવી નોટો છાપવાની મંજૂરી ગયા સપ્તાહમાંજ આપવામાં આવી હતી. તા તેની શરૂઆત આરબીઆઈ દ્વારા કરી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.