Abtak Media Google News
સરકાર દ્વારા બનાવાતી યોજનાનો ખરો હક્કદાર ગરીબ નાગરિક છે: જયેશ રાદડીયા

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરણાી જિલ્લા વહીવટી તંત્ર અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે ગરીબ કલ્યાણ મેળો યોજાવામાં આવ્યો હતો..

આ પ્રસંગે રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા, અને ગ્રાહકોની બાબતો, કુટિર ઉદ્યોગ, છાપકામ અને લેખનસામગ્રી વિભાગના  મંત્રી  જયેશભાઇ રાદડીયા, રાજ્યના ઉદ્યોગ, ખાણ-ખનીજ અને નાણા વિભાગના  મંત્રી  રોહિતભાઈ પટેલ, સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ,   મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, શાસકપક્ષના નેતા અરવિંદભાઇ રેયાણી, નીતિનભાઈ ભારદ્વાજ, મનીષભાઈ રાડીયા, કિશોરભાઈ રાઠોડ, દક્ષાબેન ભેસાણીયા, જાગૃતિબેન ધાડીયા, કોર્પોરેટર રસીલાબેન સાકરીયા, દેવુબેન જાદવ, કલ્પનાબેન કયાડા, દલસુખભાઈ જાગાણી, અનિલભાઈ રાઠોડ, ડે. કમિશનર ડી.એસ.જાડેજા અને સી.કે.નંદાણી ઉપસ્તિ રહ્યા હતા.

Vlcsnap 2017 10 14 12H35M07S231મંત્રી  જયેશભાઇ રાદડીયાએ વધુમાં જણાવતા કહેલું કે, સરકાર ગરીબ મધ્યમ પરિવાર માટે યોજનાઓ બનાવતી હોય છે. ખરેખર ગરીબ મધ્યમ વર્ગના લોકો આ યોજનાના હકદારો છે. પહેલા આવા લાભો જાહેર મંચ ઉપર સીધે સીધા મળતા નહોતા. ગુજરાતના સપૂતો રાજ્યને તમામ યોજનાનો લાભ અપાવે છે. અનેક વિવિધ યોજનાઓ સરકાર આપે છે જાહેર જનતા તેનો પુરેપુરો લાભ લો એવી અપીલ.   મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય વધુમાં કહેલું કે, ટીફીનમાંથી મુક્તિ, શ્રમિકોને ૧૦ રૂ/- ભોજન, જન ઔષધીમાથી દવા મળે, ગાય માતાની કતલ ના થાય તે માટેનો કડક કાયદો, દેશમાં આતંકવાદ ન રહે એવા પ્રયત્નો વડાપ્રધાન કરી રહ્યા છે. ખરા ર્અમાં ગુજરાત વિકાસશીલ છે રાજકોટ વિકાસશીલ છે. અંતમાં સૌને અભિનંદન પાઠવ્યા હતા.

Vlcsnap 2017 10 14 12H35M24S149ગરીબ કલ્યાણ મેળાના આયોજન પાછળ રાજ્ય સરકારનો ઉદ્દેશ ગરીબ અને પછાત વર્ગના લોકોનો સામાજિક અને ર્આકિ ઉત્કર્ષ થાય તે છે. વંચિતોને ઉપર લાવવાનો આશય સો સરકાર દ્વારા શિક્ષણ, આરોગ્ય, મહિલા કૌશલ્ય કી આજીવિકા વગેરે હેતુઓ પર ભાર મુકવામાં આવેલ છે. વિવિધ યોજનાઓના લાર્ભાીઓને સરકારી લાભો પ્રાપ્ત કર્યા બાદ ખુબ મહેનત કરે એ પણ એટલું જ જરૂરી છે. લાર્ભાીઓને જે યોજનાઓ હેઠળ આ લાભ વિતરિત નાર છે તેમાં મિશન મંગલમ યોજના, બેંકેબલ યોજના, કૌશલ્ય તાલિમ, એન.યુ.એલ.એમ  સ્વસહાય જુ રીવો.ફંડ, વ્યક્તિગત શૌચાલય, આવાસ સહાય (બતીા૧), મ.ન.પા સંચાલિત હાઇસ્કુલકની વિર્ધાીનીઓને સાયકલ સહાય, જનની સુરક્ષા યોજના, બાલ સખા યોજના, ચિરંજીવી યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, દીકરી યોજના, માનવ કલ્યાણ યોજના, સંકટ મોચન યોજના, ઈન્દીરા ગાંધી વૃધ્ધ પેન્શન યોજના, વૃધ્ધ નિરાધાર સહાય યોજના, વિધવા સહાય યોજના, કુંવરબાઇનુ મામેરૂ, માનવ ગરિમા યોજના, સરસ્વતી સાધના યોજના, વિકલાંગ એસ.ટી.મુસાફરી પાસ, અપંગ સાધન સહાય યોજના, ઝુંપડપટી વિજળીકરણ યોજના અને અનુ.જાતિ માટેની ખાસ અંગભુત યોજનાનો સમાવેશ થાય છે.

કાર્યક્રમની શરૂઆતમાં દક્ષાબેન ભેસાણીયા દ્વારા પુષ્પી અને પુસ્તકી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ જાગૃતિબેન ધાડીયા દ્વારા શબ્દોી સ્વાગત કરવામાં આવ્યું હતું.  ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ દ્વારા તમામ મહાનુભાવો તા શહેરી જનોની આભારવિધિ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.