Abtak Media Google News

કાશ્મીરથી રાજકોટ સુધી ચરસની બીજી વખત ડીલીવરી કરાઈ: અમદાવાદના વચેટીયાની શોધખોળ

રાજકોટથી સૌરાષ્ટ્રભરમાં ચરસ સહિતના નશીલા પદાર્થોના વેંચાણનું નેટવર્ક હોવાની આશંકા ચારેય: શખ્સો રિમાન્ડ પર લેવા તજવીજ

Dsc 2724શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ચરસનો મોટો જથ્થો આવ્યાની નાર્કોટીકસ સેલને મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચ અને એસઓજીની ટીમે દરોડો પાડી રૂ.૮૨ લાખની કિંમતના ૮ કિલો ચરસના જથ્થા સાથે ચાર શખ્સને ઝડપી લીધા છે. મુખ્ય સૂત્રધારની પુછપરછ દરમિયાન ચરસનો જથ્થો કાશ્મીરથી વાયા અમદાવાદ થઈ મંગાવવામાં આવ્યો હોવાની ક્બુલાત આપતા પોલીસે ચારેય શખ્સને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

જંગલેશ્વરના મહેબુબ ઠેબા નામના શખ્સે ચરસનો જથ્થો મંગાવ્યાની અમદાવાદ એનસીબી સુપ્રિટેન્ડન્ટ હરિઓમ ગાંધીને મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચ એસીપી જયદીપસિંહ સરવૈયા, એસ ઓજી પીઆઈ એસ એમ. ગડ્ડુ, પી એસ આઈ એચ. એમ. રાણા,  ઓ. પી. સિસોદીયા, હેડ કોન્સ. આર.કે.જાડેજા, વિજયભાઈ શુકલ, રાજુભાઈ ગીડા અને ચેતનસિંહ ગોહિલ સહિતના સ્ટાફે ગત રાત્રે જંગલેશ્વર શેરી નં.૧૩/૧૯ના ખુણે રહેતા મહેબુબ ઓસમાણ ઠેબાને ત્યાં દરોડો પાડી પોલીસે મહેબુબ ઠેબા અને ઈલ્યાસ હા‚ન સોરા નામના શખ્સોને ‚રૂ.૧૦.૧૦ લાખની કિંમતના ૧.૧૦ કિ.ગ્રા. ચરસ સાથે ધરપકડ કરી હતી.

મહેબુબ અને ઈલ્યાસની પુછપરછ દરમિયાન ચરસનો બીજો જથ્થો તેઓએ જંગલેશ્વરમાં જ જાવેદ ગુલમહમદ દલને વેંચ્યો હોવાની અને પોતાના મિત્ર રફીક ઉર્ફે મેમણને ૫ કિલો ચરસનો જથ્થો સાચવવા આપ્યો હોવાની કબુલાત આપતા પોલીસે જાવેદ દલને રૂ.૨૦.૨૪ લાખની કિંમતના ૨.૨૫ કિ.ગ્રા. ચરસ સાથે અને રફિક ઉર્ફે મેમણને રૂ.૫૧ લાખની કિંમતના ૫.૯૮ કિ.ગ્રા. ચરસ સાથે ધરપકડ કરી છે.

પોલીસની પુછપરછ દરમિયાન મહેબુબ ઓસમાણ ઠેબાએ અમદાવાદના સકીલ નામના વચેટીયાની મદદથી જમ્મુ-કાશ્મીરના યાકુબ નામના શખ્સ પાસેથી ચરસનો જથ્થો મંગાવ્યો હોવાની તેમજ આ પહેલા પણ તેને ચરસનો જથ્થો મંગાવી વેંચી નાખ્યાની કબુલાત આપી છે.

ચરસનો જથ્થો મંગાવવા માટે મહેબુબ પોતાના સાગ્રીત ઈલ્યાસ હા‚ન સોરાના મોબાઈલનો ઉપયોગ કરતો હતો અને ચરસની ડીલીવરી અમદાવાદના શકીલનો સાગ્રીત કરવા આવતો હોવાની કબુલાત આપી છે.

ચરસનો જથ્થો મેળવ્યા બાદ મહેબુબ ઠેબા રફીક મેમણની ઓરડીમાં છુપાવ્યા બાદ પ્લાસ્ટીકની કોથળીમાં પેક કરી છુટક વેંચાણ કરતો હોવાથી પોલીસે ચારેય શખ્સોના મોબાઈલ અને પ્લાસ્ટીકનો કોથળીઓ પણ કબજે કરી છે. મહેબુબ ઠેબા કાશ્મીરથી ચરસનો જથ્થો મંગાવ્યા બાદ સમગ્ર સૌરાષ્ટ્રમાં છુટક વેચાણ કરતો હોવાની શંકા સાથે વિશેષ પુછપરછ કરવા રિમાન્ડ માંગણી સાથે ભક્તિનગર પોલીસે ચારેય શખ્સોને કોર્ટ હવાલે કર્યા છે.

રિમાન્ડ મળ્યા બાદ મહેબુબની સાથે અન્ય કોણ સંડોવાયું છે અને કયાં કયાં ચરસનું વેંચાણ કરતો તે અંગેની વિગતો બહાર આવે તેવું પોલીસ સૂત્રો જણાવી રહ્યાં છે. રફીક મેમણ અગાઉ બળાત્કારના ગુનામાં પકડાયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.