Abtak Media Google News

પર્વાધિરાજ પર્યુષણ પર્વના છઠ્ઠા દિવસે ધિરજમુની મ.સા. એ વ્યાખ્યાનમાં જણાવાયું હતું કે, દાન, શીલ, તપ, ભાવની પ્રેરરણાનું  પાર્થય લઇને પધાર્યા છે. માત્ર પૈસાનું જ દાન નથી. દાનના અનેક પ્રકાર છે. જ્ઞાનદાન, સુપાત્રદાન, ઉચિત દાન, અભય દાન, સમ્યગજ્ઞાનનો પ્રસાર શિક્ષણ સહાયતા જ્ઞાનદાન છે.. ત્યાગી વૈરાગી સંત મહંતોને અપાતું દાન સુપાત્ર દાન છે. પોતાના પરિવારના જરુરીયાતવાળાને આપવું ઉચિત દાન છે. અને જીવમાત્રને અભય આપવું તે અભય દાન છે.

Advertisement

શીલ એટલે સદાચારનું પાલન કરવું એ જ જીવનની મહત્તા છે. દુનિયા ચરણને નહિ, આચરણને પૂજે છે. આજે લોકોને કેરિયરની ચિંતા છે. પરંતુ કેરેકટરની ચિંતા કરશો તો કેરીયર આપો આપ બની જશે. બળાત્કારના કિસ્સાઓ વધતા જાય છે. આ બધાની પાછળ મુખ્ય કારણ અસંયમ છે. પ્રભુ મહાવીર કહે છે કે જેના જીવનમાં સંયમ, નિયંત્રણ આવશે તે સદાચારી બન્યા વિના રહેશે નહીં.

તપ એટલે કાયાને કષ્ટ આપીને વિચારવાનું છે કે શરીર અને આત્મા એક નથી. ભિન્ન છે. જૈન ધર્મમાં હજારો, લાખો ઉ૫વાસ થશે.

જીવન ભકિતમય બનાવો. વિચારોની શુઘ્ધિ થયા વિના રહેશે નહી અરે શત્રુ પણ મિત્ર બન્યા વિના રહેશે નહી. પ્રભુ મહાવીરના સમવસરણમાં જાતિ વૈર ભૂલાય જાય છે. સિંહની બગલમાં બકરી શાંતિથી બેસીને પ્રભુની વાણી સાંભળતી હોય છે. આજનો માનવી કામ ઘણા કરે છે પણ ભાવોની વિચારોની શુઘ્ધિના અભાવે સુખી બની શકતો નથી. આવો આપણે દિલને રંગી લઇએ જૈન ધર્મનો લોકજીભે ગવાતો દોહરો ઘણું કહી જાય છે.

દાન, શિયલ તપ ભાવના ધર્મના ચાર પ્રકાર કરો, આરાધો ભાવથી, ઉતરશો ભવપાર, તેમ અંતમાં પૂ.ધીરજમુનિ મ.સા. એ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.