Abtak Media Google News

સુજલામ સુફલામ યોજના અંતર્ગત રાજ્યવ્યાપી જળસંગ્રહ મહા અભિયાનને દિનપ્રતિદિન ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જેના ભાગરૂપે કોડીનાર તાલુકાના કરેડા ગામે તળાવ ઉંડુ ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. દરરોજ કરેડા ગામના અને તેની આજુબાજુના વિસ્તારના શ્રમીકો આ તળાવ ઉંડુ ઉતારવાની કામગીરીમાં સહભાગી થાય છે. કરેડા ગામના તળાવને રૂા.૪.૨૧ લાખના ખર્ચે ઉંડુ કરવામાં આવનાર છે.

Advertisement

Kareda 4 1કરેડાના શ્રમીક સુરેશભાઈ વાઢેળે સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મનરેગા યોજના અંતર્ગત કરેડા ગામના તળાવને ઉંડુ કરવામાં આવી રહ્યો છે આ તળાવ ઉંડો કરવાની કામગીરી કરવામાં લોકો તરફથી ખુબ સારો આવનાર આપવામાં આવે છે. જેને પરિણામે શ્રમીકોની કામ કરવાની ઈચ્છા શક્તિમાં વધારો થવાથી આયોજન બધ્ધ સારી રીતે આોછા સમયમાં વધુ સારુ કામ થાય છે. આ યોજના અંતર્ગત શ્રમીકોને ૧૭૦ થી ૧૮૦ રૂપિયા લેખે દૈનિક વેતન ચુકવવામાં આવે છે.

સુરેશભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, આગામી દિવસોમાં આ તળાવ ઉંડુ કરવાની કામગીરી પુર્ણ કરવામાં આવશે. જેથી વરસાદી પાણીનો વધુ સંગ્રહ થશે અને ભુગર્ભ જળ રીચાર્જ થતાં કરેડા, રાજપરા અને આદપોકાર સહિતના આજુ-બાજુનાં ગામના ખેડૂતોને તેનો સીધો લાભ મળશે. કરેડાગામનો ચોમાસાની મોસમમાં વરસાદી પાણીના સંગ્રહથી સુવર્ણ સમય આવશે. તળાવ ઉંડા કરવાની કામગીરી કરતા શ્રમીકો માટે વહીવટી તંત્ર દ્રારા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથો સાથ મેડીકલ કીટની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.