Abtak Media Google News

વાહન નંબરના છેલ્લા આંકડા મુજબની તારીખે અરજદારો ફિટનેશ કેમ્પમાં ઉપસ્થિત રહી શકશે

રાજકોટ જિલ્લામાં વાહનના ફિટનેશની કામગીરી કેમ્પમાં જ કરવામાં આવનાર છે. જેમાં ફિટનેશની નિયત ફી ઓનલાઈન ભરી, જરૂરી દસ્તાવેજો સાથે નિયત દિવસોમાં વાહનના નંબર મુજબ ફિટનેશની કામગીરી કરવામાં આવશે.

જે અરજદારના વાહન નંબરનો છેલ્લો આંક ૧ અને ૨ હોય તેમણે તારીખ ૨૭-૭-૨૦૨૦ના રોજ, જે અરજદારના વાહન નંબરનો છેલ્લો આંક ૩ અને ૪ હોય તેમણે તા. ૨૮-૭-૨૦૨૦ ના રોજ, જે અરજદારના વાહન નંબરનો છેલ્લો આંક ૫ અને ૬ હોય તેમણે તા. ૨૯-૭-૨૦૨૦ ના રોજ, જે અરજદારના વાહન નંબરનો છેલ્લો આંક ૭ અને ૮ હોય તેમણે તા. ૩૦-૭-૨૦૨૦ના રોજ અને જે અરજદારના વાહન નંબરનો છેલ્લો આંક ૯ અને ૦ હોય તેમણે તા. ૩૧-૭-૨૦૨૦ ના રોજ જૂની ડુંગળી માર્કેટનું મેદાન, બેડી ચોકડી પાસે, મોરબી રોડ, રાજકોટ ખાતે સવારે ૧૧ થી ૨ કલાક દરમિયાન યોજાનાર ફિટનેશ કેમ્પમાં ઉપસ્થિત રહેવાનું રહેશે.

આ ઉપરાંત તારીખ ૨૮મી જુલાઈના રોજ ધોરાજીમાં બાપુના બાવલા પાસે, આરામ ગૃહ સ્ટેશન, રેલ્વે સ્ટેશન નજીક અને તા. ૩૧ મી જુલાઈના રોજ જેતપુર સ્થિત જીમખાના ગ્રાઉન્ડ ખાતે પણ તમામ વાહનો માટે ફિટનેશ કેમ્પ યોજાશે. જેમાં વાહન નંબરના આંકડાની ફોર્મ્યુલા લાગુ પડશે નહી.

હાલમાં  કચેરી ખાતે ફિટનેશની કામગીરી બંધ રહેશે. જેથી ઉકત સ્થળો ખાતેથીજ ફિટનેશ તથા ફિટનેશ રિન્યુઅલની કામગીરી કરવામાં આવશે. જેને ધ્યાને લઈ અરજદારે ફિટનેશ રિન્યુઅલ કામગીરી માટે કચેરી ખાતે ન જતાં ઓનલાઈન ફી ભરીને કેમ્પના સ્થળે જ આવવા તથા કેમ્પના સ્થળે વાહનને લગતા તમામ દસ્તાવેજો સાથે રાખવા વધુમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.