Abtak Media Google News

કોરોનાની મહામારીના પગલે જિલ્લા કલેકટરે લીધો નિર્ણય: ધંધાર્થીઓ આવક ગુમાવશે ને લોકો મોજ નહીં માણી શકે

સુરેન્દ્રનગરમાં શ્રાવણ અને ભાદરવા મહિનામાં યોજાતા મેળાને લાગ્યું કોરોનાનું ગ્રહણ ગયું છે. કોરોનાને કારણે જિલ્લામાં એકપણ મેળા નહીં યોજાય. શ્રાવણ મહિનો તેમજ ભાદરવા મહિનામાં અંદર સૌરાષ્ટમાં નાના મોટા મેળા યોજાતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વઢવાણ, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, થાનગઢ, તરણેતરના મેળા થતા હોય છે. શ્રાવણ મહિનામાં જન્માષ્ટમી મેળાનું અનેરું મહત્ત્વ હોય છે.   ચાર દિવસ યોજાતા આ મેળામાં ફરવા માટે બહારથી મોટી સંખ્યામાં અહીયા આવતા હોય છે. જ્યારે આ મેળા થકી લોકોને સારી એવી આવક પણ થતી હોય છે. આ મેળાનું આયોજન જે તે વિસ્તારમાં આવેલ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. જેનાથી નગરપાલિકાને પણ સારી આવક થતી હોય છે.

આ વખતે કોરોનાના કારણે જિલ્લામાં એક પણ મેળા નહિ થઈ શકે તે માટે જિલ્લા કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી છે. સામાન્ય રીતે જિલ્લામાં યોજાતા આ મેળામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને મેળા ની મજા માણતા હોય છે. ત્યારે આ વર્ષે કોરોના ના પગલે આવા જિલ્લા ના પ્રખ્યાત મેળાઓ માં તરણેતર નો મેળો અને જિલ્લા માં યોજાતા ગ્રામ્ય વિસ્તારના મેળા ને કોરોના ગ્રહણ નડશે.જેના પગલે ધંધાર્થીઓને પણ અને જિલ્લાની નગરપાલિકા ઓ અને પણ લાખો રૂપિયાની આવક આ વર્ષે મેળા નહીં યોજાવાના કારણે નહીં મળે ત્યારે જિલ્લાની જનતા પણ આ મેળાનો લાભ કોરોનાનો પગલે નહીં મેળવી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.