Abtak Media Google News

વચેટિયાઓની મુકિત માટેની નવી પઘ્ધતિ સૌ પ્રથમ પાંચ શહેરીમાં લાગુ થશે અને આ માટે ૩૦ આરટીઓ ઉભા કરાશે

વાહનોના રજીસ્ટ્રેશન માટે હવે, આરટીઓ પાસેથી લેવી પડશે. આરટીઓ ટાઉટ પ્રથા બંધ કરવા પ્રિ-એપોઇન્ટમેન્ટ પઘ્ધતિ અપનાવશે. જેમ પાસપોર્ટ મેળવવા માટે અગાઉથી મંજુરી લેવી પડે છે તેવી રીતે હવે વાહન રજીસ્ટ્રેશન, નંબરો વગેરે આરટીઓ  કામો માટે અગાઉથી મંજુરી લેવી પડશે. જેથી વચેટીયાઓ મુકત થશે.

ટ્રાન્સપોર્ટ ડીપાર્ટમેન્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પઘ્ધતિ માટે રાજયના દરેક આરટીઓમાં એક ડેસ્ક ઓફીસ ઉભી કરાશે અને આ સાથે આરટીઓ સેન્ટર પણ ઉભા થશે. જે લોકો વ્હીકલોના રજીસ્ટ્રેશન  કરાવવા ઇચ્છે છે તેઓએ લેવી પડશે અને આ એપોઇમેન્ટ પોતાની નજીકના વિસ્તારમાં આવેલા આરટીઓ સેન્ટરમાંથી લઇ શકશે. આરટીઓની આ પઘ્ધતિથી ટાઉટ પ્રથા નાબુદ થશે. એટલે કે જે વચેટિયાઓ છે તેમને મુકિત મળશે અને ગ્રાહકો હવે સીઘ્ધો સંવાદ સાધી શકશે.

આરટીઓના અધિકારીઓને આ અંગે માહીતી આપતા જણાવ્યું કે, વાહન રજીસ્ટ્રેશન અથવા નંબર પ્લેટની અરજી માટે આવેલા લોકોનું કામ આરટીઓ સેન્ટર પર માત્ર ૧૫ મીનીટમાં જ પુર્ણ થશે અને જો આ પ્રક્રિયામાં કોઇપણ જાતનું મોડું અથવા વિલંબ થશે તો એજન્સીઓએ આ માટે દંડ ભોગવવો પડશે. તેમજ આ સંપૂર્ણ પ્રક્રિયામાંથી વચેટિયાઓ નીકળી જશે. જેથી સેન્ટરો પર ત્રીજી કોઇપણ વ્યકિતને પ્રવેશવા દેવાશે નહીં.

આ પ્રક્રિયા લાગુ પાડવા અમદાવાદ સહીત પાંચ શહેરો પર વિચાર વિમર્શ થઇ રહ્યો છે. આ પાંચ શહેરોમાં ૩૦થી વધુ  આરટીઓ સેન્ટર ઉભા કરાશે. એક વખત આ પ્રક્રિયા સફળ થયા બાદ રાજયભરમાં લાગુ કરી દેવાશે. આ માટે ટેન્ડરને મંગાવી લેવાયા છે. પરંતુ હાલ ચુંટણીને લઇ આ પોસેસમાં વિલંબ થશે તેમ આરટીઓના એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું.

ટ્રાન્સપોર્ટના પ્રીન્સીપાલ સેક્રેટરી વિપુલ મીત્રાએ કહ્યું કે, આ માટે ભારતીય ચુંટણી પંચ પાસેથી મંજુરી મળવાની રાહ છે કે જેથી પ્રક્રિયા શરુ કરવા ટેન્ડર મંગાવી શકાય. તેમજ ટુ વ્હીલર અને મોટરકારો માટે ઓનલાઇન બાઇડીગની નવી પઘ્ધતિ પણ ટુંક સમયમાં શરુ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.