Abtak Media Google News

પાળથી વાયા ગોંડલ રોડ, કુવાડવા રોડ-મોરબી રોડ દ્વારા જામનગર રોડને જોડતા રીંગરોડ-2ના કામને બહાલી

માળખાકીય સુવિધામાં રોડના કામો માટે 119.90 કરોડ, સ્ટ્રીટ લાઈટના કામો માટે 5.43  કરોડ સહિતના વિકાસ કામો મંજૂર

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તા.24-03-2023ના રોજ 168મી બોર્ડ બેઠક ચેરમેન અમિત અરોરાની અધ્યક્ષતામાં યોજાયેલ. બોર્ડ ં નાણાંકીય વર્ષ 2023-24માં રૂ.237.41 કરોડની આવક સામે રૂા.230.10 કરોડના ખર્ચના અંદાજપત્રને બહાલી આપવામાં આવેલ જેમાં રૂ.210.99 કરોડના મૂડીગત ખર્ચ, 12 કરોડના રેવન્યુ ખર્ચ તથા 7 કરોડના ડીપોઝીટ ખર્ચ કરવાનું ઠરાવવામાં આવેલ છે.

નવા બજેટમાં અનેક પ્રકારનાં માળખાકીય સુવિધાનાં કામો હાથ ધરવાનું આયોજન કરાયું છે. રસ્તા અને બ્રિજના કામો માટે માળખાકીય સુવિધામાં રોડના કામો માટે રૂ.119.90 કરોડનોખર્ચ ની સ્ટ્રીટલાઇટના કામો માટે 5.43 કરોડ,  શહેરી વિકાસ યોજનામાં 52.95 કરોડ અને પીએમએવાયમાં રૂ.23 કરોડના  કાંગશીયાળી અને મનહરપુર-રોણકી વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામો માટે આગામી વર્ષમાં રૂ.24 કરોડની જોગવાઈ મંજૂર થયેલ ડ્રાફ્ટ ટી.પી. વિસ્તારોમાં મનહરપુર-રોણકી, સોખડા-માલીયાસણ અને વાજડી-વડના ટી.પી. રસ્તાઓ માટે ડામર રસ્તાઓના રૂ.15 કરોડ અને મેટલીંગના રસ્તાઓ માટે રૂ.10 કરોડની જોગવાઈ રીંગ રોડ-2 બેડી-મોરબી રોડ થી જામનગર રોડ તરફના રસ્તા માટે આગામી વર્ષ માટે રૂ. 20 કરોડના ખર્ચ રીંગ રોડ -2માં પાળ રોડ થી ગોંડલ રોડ અને ગોંડલ રોડ થી કુવાડવા રોડ તરફના રોડને 4-માર્ગીય રોડ બનાવવા માટે રૂ.30 કરોડ

બેડી-માલીયાસણ રીંગ રોડ-1ના હયાત રોડના મજબુતીકરણ માટે રૂ.18 કરોડના ખર્ચ આર.એમ.સી.  વિસ્તાર થી રીંગ રોડ-2ને જોડતા રેડીયલ રોડ બનાવવા માટે રૂ.8 કરોડના ખર્ચ આમ સત્તા મંડળ દ્વ્રારા વર્ષ 2023-24 માટે રકમ રૂ.185.75 કરોડના વિકાસ કામો બજેટમાં સમાવિષ્ટ કરેલ છે.

આ બોર્ડ બેઠકમાં રૂડાના ચેરમેન  તથા મ્યુનિસિપલ કમિશ્નર  અમિત અરોરા, રિજિયોનલ કમિશ્નર (નગરપાલિકાઓ) ધીમંતકુમાર વ્યાસ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન  પુષ્કરભાઈ પટેલ, જીલ્લા પંચાયતના પ્રમુખ  ભૂપતભાઈ બોદર, રૂડાના સી.ઈ.એ.  રાજેશકુમાર ઠુમ્મર, કલેકટરના પ્રતિનિધિ તરીકે આર.એલ. ચૌહાણ,મુખ્ય નગર નિયોજકના પ્રતિનિધિ તરીકે  ડી.એસ.પાઠકતથા આર.એમ.સી.ના સીટી એન્જી. એચ.યુ. દોઢીયા હાજર રહેલ હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.