Abtak Media Google News

 ‘રૂડા’ વિસ્તારમાં નિર્માણાધિન આવાસ યોજનાની કામગીરીની સમીક્ષા કરતા ચેરમેન અમિત અરોરા

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા “રૂડા” વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના તથા મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ નિર્માણાધીન ઈ ડબલ્યુ એસ  તથા એલ આઈ જી આવાસ યોજનાની કાર્ય પ્રગતિની સમીક્ષા માટે “રૂડા”નાં ચેરમેન અમિત અરોરાએ સ્થળ મુલાકાત કરી હતી. સાથોસાથ, નેશનલ ગેમ્સ-2022ની હોકી ઈવેન્ટ્સ રાજકોટમાં યોજાનાર છે તે અનુસંધાને તેમણે રેસકોર્સ સ્થિત હોકી મેદાનની પણ મુલાકાત લીધી હતી.

IMG 20220909 WA0017

રૂડા”ના ચેરમેન અમિત અરોરાએ તથા સંબંધિત અધિકારીઓને સાથે રાખી ટી.પી. સ્કીમ નં.17, ફા.પ્લોટ-79ની ઈડબ્લ્યુએસ-2 આવાસ યોજનાના 784 યુનીટ, ટીપી સ્કીમ નં-17,ફા, પ્લોટ-95 માં ઈ ડબલ્યુએસ-3 આવાસ યોજનાના 320 યુનીટ તથા ટી.પી. સ્કીમ નં.-10, ફા.પ્લોટ-32/એ ખાતે મુખ્યમંત્રી ગૃહ યોજનાના એલઆઈજીપ્રકારના 728 યુનીટની સાઈટની મુલાકાત લીધી હતી. આ વિવિધ આવાસ યોજનાની કામગીરીમાં કુલ 1832 જેટલા આવાસોની કામગીરી પૂર્ણત્તાનાં તબક્કે છે. સદરહુ આવાસોની લગત લાભાર્થીઓને ટુંક સમયમાં લોકાર્પણ કરવાનુ આયોજન છે. તે મુજબ ચેરમેન દ્વારા આ મુલાકાત દરમ્યાન લગત અધિકારીઓને જરૂરી સુચનો અને માર્ગદર્શન આપી આ કામગીરી ત્વરિત પુરી કરવા સુચના આપવામાં આવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.