Abtak Media Google News

રૂપિયાએ ઘટાડાનો તમામ રેકોર્ડ તોડી દીધો છે. મંગળવારે રૂપિયો ખૂલતા જ ડોલરની સામે 70ના સ્તરે પહોંચી ગયો. રૂપિયો પહેલીવાર 70ના સ્તરે પહોંચ્યો છે. આ વર્ષે રૂપિયામાં 10%નો ઘટાડો આવી ચૂક્યો છે. રૂપિયા તૂટીને 70.07 પર પહોંચી ગયો. આજે રૂપિયો 11 પૈસા ઉપર ખૂલ્યો. સોમવારે રૂપિયો પોતાના સૌથી નીચા સ્તર 69.93 પર પહોંચી ગયો હતો.

સમગ્ર વિશ્વમાં કરન્સીમાં ઉથલ-પાથલ રૂપિયામાં ઘટાડાનું મુખ્ય કારણ છે. તુર્કીની કરન્સી લીરામાં પણ કાલે ભારે ઘટાડો નોંધાયો હતો. શુક્રવારથી અત્યાર સુધી રૂપિયો 1.09 રૂપિયા તૂટ્યો છે. આજે સવારે આર્થિક આંકડાઓમાં રાહતના વલણને જોતા સ્થાનિક કરન્સીમાં સુધાર જોવા મળ્યો છે. આ ઉપરાંત શેર બજારની સારી શરૂઆતથી પણ રૂપિયાને સમર્થન મળ્યું છે. અન્ય વિદેશી કરન્સીની તુલનામાં ડોલરની મજબૂતીથી રૂપિયામાં આ સુધાર અટકી ગયો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.