Abtak Media Google News
  • અબતકની શુભેચ્છા મુલાકાતે જ2ૠ2-અ  રોમેન્ટિક મિશનના કલાકારો: 10મીએ થશે રિલીઝ

Dsc 0188

Advertisement

પ્રખ્યાત બોલીવુડ સિંગર જાવેદ અલીના અવાજમાં સ્વરબદ્ધ સોન્ગમાં કચ્છના મનમોહક વસ્યો જોવા મળશે મહેસાણા શ્રીનિક આઉટરિ ચના બેનર હેઠળ બનેલ ફન, ફેશન અને એક્શન પેક્ડ ગુજરાતી ફિલ્મ “જ2ૠ2-અ  રોમેન્ટિક મિશનનું ધમાકેદાર ટ્રેલર તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે. ફિલ્મની વાત કરીએ તો આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે જેમાં હાસ્ય, એક્શન બધું જ છે. 10મી મે, 2014ના રોજ રિલીઝ થઈ રહેલ આ ફિલ્મ સંપૂર્ણ ફેમિલી એન્ટરટેઈનર સાબિત થશે તે તો નક્કી જ છે. રાકેશ શાહ દ્વારા દિર્ગદર્શિત આ ફિલ્મ શ્રીનિક આઉટરિચના બેનર હેઠળ વિશાલ ભટ્ટ તથા મિરલ શાહ દ્વારા પ્રોડયુસ કરવામાં આવી છે. અન્ય પ્રોડ્યુસર્સમાં મૌલિક પટેલ તથા ધવલ પટેલનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં મૌલિક ચૌહાણ, કથા પટેલ, શ્રેય મારડિયા, પ્રિયલ સટ્ટ, અર્ચન ત્રિવેદી, કલ્પેશ પટેલ, સ્પંદન કુમાર અને ચંદ્રેશ કેરલીયા જેવાં જાણીતા કલાકારોએ અદભૂત કામગીરી દર્શાવી છે. ફિલ્મનું લેખન કાર્ય મિરલ શાહ દ્વારા કરાયું છે. ફિલ્મના પ્રમોશન અર્થે કલાકારો મૌલિક ચૌહાણ અને કથા પટેલ રાજકોટની મુલાકાતે આવ્યાં હતા અને ફિલ્મ અંગે વાતો શેર કરી હતી. બંને કલાકારોને રાજકોટવાસીઓને પોતાના પરિવાર સાથે આ ફિલ્મ માણવા વિનંતી કરી હતી. આજે ગુજરાતી સિનેમાનો ગ્રાફ ઘણો વધ્યો છે અને દર્શકોને અલગ-અલગ વિષયવસ્તુ ધરાવતી ફિલ્મો પસંદ આવી રહી છે ત્યારે 10મી મે એ રિલીઝ થઈ રહેલ આ ફિલ્મ પણ દર્શકોને આકર્ષશે.

જ2ૠ2- અ રોમેન્ટિક મિશન ફિલ્મમાં 2 કપલની વાત છે. ફિલ્મના ટ્રેલર લોન્ચની સાથે જ દર્શકોમાં ફિલ્મ અંગે ઉત્સુક્તા વધી ગઈ છે.10મી મેના રોજ રિલીઝ થઈ રહેલ આ ફિલ્મ દર્શકોને ડિલાઈટફુલ રોમેન્ટિક એક્સપિરિયન્સ આપવાનું સંપૂર્ણ વચન આપે છે. ફિલ્મમાં વિવેક (મીલિક ચૌહાણ દ્વારા અભિનીત) એક ફોટોગ્રાફર છે જે એક મિશન પર નીકળે છે પણ આ મિશન શું અને અને તેને આમ સફળતા મળે છે કે નહિ તે તો આ ફિલ્મ થકી જ જોવું રહ્યું.

ફિલ્મનું મ્યુઝિક જોય મહેતા દ્વારા આપવામાં આવ્યું છે અને જાવેદ અલી અને સંદીપ કુલકર્ણી જેવા ફેમસ બોલીવુડ પ્લેબેક સિંગરે આ ફિલ્મન આ એક સોન્ગમાં પોતાનો અવાજ આપ્યો છે જેમાં કચ્છના મનમોહક દ્રશ્યો જોવા મળશે. ફિલ્મના ગીતો કિરણ પરિહાર તથા શયામલ મુન્શી પારા લખાયા છે.

ગુજરાતી છો તો ગુજરાતી ફિલ્મ નિહાળો: અભિનેત્રી કથા પટેલ

અબતકની શુભેચ્છા મુલાકાતે જ2ૠ2-અ રોમેન્ટિક મિશનના અભિનેત્રી કથા પટેલએ જણાવ્યું હતું કે ગુજરાતી સિનેમાનો ગ્રાફ ઘણો વઘ્યો છે. તો આપણે ગુજરાતી છે તો ગુજરાતી છો તો ગુજરાતી ફિલ્મ ખાસ નિહાળો આ ફિલ્મ હાસ્ય અને એકશનથી ભરપુર છે.

કલાકારને પ્લેટ ફોર્મ ન મળે ત્યાં સુધી તે ટેલેન્ટ સાબિત કરી શકતા નથી: અભિનેતા મૌલિક ચૌહાણ

અબતકની શુભેચ્છા મુલાકાતે જ2ૠ2-અ રોમેન્ટિક મિશન ફિલ્મના અભિનેતા મૌલિક ચૌહાણએ વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં બે કપલની વાત છે ફિલ્મમાં હાસ્ય એકશન બધુ જ છે. ગુજરાતી ફિલ્મમાં વધુ પડતું રોકાણ કરવાથી તેમાથી આવકનો એટલો સ્ત્રોત મળતો નથી. ગુજરાતી ફિલ્મમાં બેકરોડથી વધુ રોકાણ કરવામાં આવે તો તેમાંથી પરત મળતું નથી. કલાકાર કોઇ પ્લેટફોર્મ ન મળે ત્યાં સુધી તે ટેલેન્ટ સાબિત કરી શકતું નથી.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.