Abtak Media Google News

ઇશરો હવે પર ગ્રહ પર સ્પેશ સેન્ટર ઉભુ કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે: કુશ આર્ય

રામકૃષ્ણ આશ્રમ ખાતે યોજાયેલ યુવા સંમેલનમાં ઇશરોના વૈજ્ઞાનિકો અપૂર્વ ભટ્ટાચાર્ય, કુશ આર્ય દ્વારા ચંદ્રયાન-3, સૂર્યયાન આદિત્ય એલ-1, ગગન યાન અંગે વિસ્તૃત છણાવટ

ચંદ્રયાન-3 ની સફળતાએ ભારત અને ઇશરો જ નહી પરંતુ સમગ્ર વિશ્ર્વના વૈજ્ઞાનિકો માટે અવકાશ સંશોધનની એક નવી દિશા ઉઘાડી છે રાજકોટ રામક્રિષ્ન આશ્રમના યુવા સંમેલનમાં આજે ઇશરોના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાનની સફળ ગાથા અને હવે પછીના ઇશરોના લક્ષ્યની વિસ્તૃત ચર્ચા કરી હતી.

અમદાવાદ ઇશરોના એસોસિએયેટેડ એસ.એ.સી. અપૂર્વ ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે ચંદ્રયાન-3 ની સફળતા પાછળ પુરી ટીમનું યોગદાન હતું તેઓએ ગુજરાતને ચંદ્રયાન-3 સાથે સાંકડી લઇ જણાવ્યું હતું કે, ચંદ્રયાન-3 માં લેન્ડર કેમેરા ઇન્સ્ટુમેન્ટ પાર્ટએ ગુજરાતની દેન છે. એટલે ચંદ્રયાન-3 માં ગુજરાતનું પણ યોગદાન છે ઉપરાંત ત્યાં સ્પેશ સેન્ટર સ્થાપા આપણે આગળ વધી રહ્યા છીએ.

સૂર્યયાન આદિત્ય એલ-1 વિશે માહીતી આપતા વૈજ્ઞાનિક ભટ્ટાચાર્યએ કહ્યું કે, આદીત્ય એલ-1 દ્વારા હાલ તો ઇમેજીંગ સૂર્યનું ટેમ્પ્રેચર તેમજ ઉપરાંત સૂર્યની ગરમી સામે થેવી રીતે કામ કરી શકાય વગેરે જાણી શકાશે. ત્યાં વાતાવરણ તૈયાર કરવું પડશે.

ઇશરો ગગનયાન પ્રોજેકટના વૈજ્ઞાનિક કુશ આર્યએ ગગનયાન વિશે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે મેક ઇન ઇન્ડિયા, આત્મ નિર્ભર ભારત અંતર્ગત ઇશરો ખાતે ગગનયાન પ્રોજેકટનું ટેસ્ટીંગ ચાલી રહ્યું છે. જેમાં લોંચ ટેસ્ટ વ્હીકલ તરીકે જાણીતા આ યાન અંગે વિસ્તૃત માહીતી આપતા જણાવ્યું હતું કે, આ લોંચ વ્હીકલમાં કોઇ વ્યકિતને મોકલવામાં આવ્યા હોય તો લેન્ડીંગ સમયે તેને કંઇ રીતે સુરક્ષીત પાછા લાવી શકાય તે અંગે પણ અભ્યાસ ચાલી રહ્યો છે.આ ગગન યાનને અંતરિક્ષમાં મોકલવા અંગે ઇશરો જહેમત ઉઠાવી રહ્યું છે તેઓએ એમ પણ ઉમેર્યુ હતું કે ગગનયાનના લેન્ડીંગમાં કેમેરા, અલ્ટીમીટર વગેરે કામ કરે છે. અને ઇન્સેટ- 3 થ્રી દ્વારા જેમ અહિં 3 ડી ફિલ્મ નિહાળી શકીએ છીએ. તેમ ટેલીસ્કોપ દ્વારા એ પણ નિહાળી શકાય તે તરફ ઇશરો આગળ વધી રહ્યું છે.

રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા યોજાયેલ યુવા સંમેલનના પ્રારંભે રામકૃષ્ણ આશ્રમના સન્યાસીઓ દ્વારા મંત્રોચ્ચાર સાથે દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. અઘ્યક્ષ સ્વામી નિખિલેશ્ર્વરાનંદ દ્વારા સ્વાગત પ્રવચન બાદ સ્પિરિચ્યુઅલ ડાયરેકટર (સૂચિત), વેદાંત સોસા. ઓફ જીનવા, સ્વામી શંકરેશાનંદ વગેરે દ્વારા વકતવ્યો રજુ કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.