Abtak Media Google News

સુરક્ષા સેતુના સહકારથી થયું આયોજન: વિવિધ કૃતિઓમાં ૧૫૦થી વધુ બાળકોએ લીધો ભાગ

સુરક્ષા સેતુ અને મહિલા મીલન કલબ દ્વારા ‘સાવક કો આને દો’ નામથી વર્ષાનાં આગમનની વધામણી કરવા માટે ‘સુરક્ષા સેતુ’ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Vlcsnap 2017 06 19 09H04M14S47 1આ કાર્યક્રમમાં વર્ષાના ગીતો પર ૧૦ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં ભરત નાટયમ, અને ફિલ્મી ગીતો, કલાસિકલ ગીતો પર ૧૫૦ જેટલા બાળકોએ કૃતિ રજૂ કરી અને પ્રેક્ષકોને સાથે ડોલાવ્યા હતા.  આ તકે ભાવનાબેને કહ્યું હતુ કે, ‘સાવન કો આને દો’ આ નામ આપવા માટેનું કારણ એજ કે વર્ષા ઋતું રાજકોટમાં આગમન થઈ ગયું છે. અને રાજકોટવાસીઓની અપેક્ષા પ્રમાણે અત્યાર સુધી વરસાદ પડયો નથી યારે વધુ વરસાદ આવે અને લોકો ખુશીથી જજુમી ઉઠે તે માટે વર્ષા ઋતુના આગમનની ઉજવણી કરવામાં આવી છે. મહિલા મીલન કલબના પ્રમુખ રીટાબેને કહ્યું હતુ કે, વરસાદની વધામણીને માટે ‘સાન કો આને દો’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સુરક્ષા સેતુ અને કમિશ્નર ગહેલોતની હું ઋણી છૂં કે અમારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને એજયુકેશન કાર્યક્રમમાં હંમેશ તેઓ અમારી સાથે રહ્યા છે.ત્યારે કલાસીકલ ગીતો અને ફિલ્મી ગીતો પર ૧૫૦ જેટલા બાળકો કૃતિ રજૂ કરી છે.

કમિશ્નર ગેહલોતે કહ્યું હતુ કે આજે વરસાદી માહોલ બની ચૂકયો છે. અને મહિલા મીલન કલબ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવે છે તે કાર્યક્રમમાં બાળકોને પ્રોત્સાહિત કરવા અને સાંસ્કૃતિક અને એજયુંકેશનમાં આગળ વધારવા માટે જે પ્રોગ્રામ કરવામા આવે છે તેમાં સુરક્ષા સેતુ આ સારા કાર્યક્રમોમાં હંમેશા તેમની સાથે છે. ત્યારે બાળકો દ્વારા જે કૃતિ રજૂ કરવામાં આવી છે તે કૃતિ નિહાળી ખરેખર વરસાદી માહોલ સર્જાય ગયો હોય તેવું લાગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.