Abtak Media Google News

ક્રિકેટ જગતમાં સચિન તેંડુલકરનું નામ અને તેની જર્સી નંબર ૧૦ સૌથી વધુ લોકોમાં અનેક ક્રિકેટ ખેલાડીઓમાં લોકપ્રિય છે ત્યારે સચીન રીટાયર થયા બાદ સાર્દુલ ઠાકુરે જયારે વાઈટ બોલ પ્રતિયોગીતા એટલે વન-ડેમાં જયારે સચિનની ૧૦ નંબરની જર્સી પહેરી હતી ત્યારે તેનાં પર બેન્ડ લગાવવામાં આવ્યો હતો અને સોશિયલ મિડીયા પર આ મુદ્દો ખુબ જ ચર્ચામાં રહ્યો હતો ત્યારે ટેસ્ટ ચેમ્પીયન શીપમાં માહીનો જર્સી નંબર ૭ છે તે કોઈ ખેલાડી ઉપયોગ કરી શકશે કે કેમ ? તે જોવાનું રહ્યું.

આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનમાં પહેલી વખત સફેદ જર્સી પર નંબર જોવા મળશે. ૨૨ ઓગસ્ટી એન્ટીગામાં વેસ્ટ ઈન્ડીઝ સામેની ટેસ્ટ સીરીઝમાં ભારતીય ટીમ બે નંબરનો ઉપયોગ કદાચ જ કરશે.

સચિન તેંદુલકરની ૧૦ નંબરની જર્સીને BCCI અનધિકૃત રીતે રિટાયર કરી ચૂકી છે. મોટાભાગના ખેલાડીઓ વનડે ટીમમાં જે જર્સી નંબરનો ઉપયોગ કરે છે તેનો જ ઉપયોગ ટેસ્ટમાં પણ કરશે. બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે, વિરાટ કોહલી ૧૮ અને રોહિત શર્મા ૪૫ નંબરની જર્સી પહેરશે. મોટાભાગના ખેલાડીઓ પોતાની વનડે અને ટી૨૦ જર્સીના નંબર પહેરશે. એમ.એસ.ધોનીએ ટેસ્ટમાંથી નિવૃતિ જાહેર કરી છે એટલે ૭ નંબરની જર્સી ઉપલબ્ધ છે પરંતુ ખૂબ ઓછી સંભાવના છે કે કોઈ ખેલાડી તેને પહેરે. તેમણે કહ્યું કે, ૭ નંબરની જર્સીનો સીધો સંબંધ એમએસ ધોની સાથે છે.

વનડે સીરીઝ બાદ વેસ્ટ ઈન્ડીઝમાં ટેસ્ટ મેચ માટે નંબરવાળી જર્સી પહોંચશે. સામાન્ય રીતે જર્સી નંબર રિટાયર ની કરવામાં આવતો, પરંતુ ભારતીય ક્રિકેટમાં ધોનીનું કદ એટલું વિશાળ છે કે બીસીસીઆઈ તેમની જર્સી રિટાયર કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.