સ્વામિનારાયણ ગુરૂકુલ ખાતે  75 બટુકોનો યજ્ઞોપવિત સંસ્કાર

આ ભારતીય સંસ્કૃતિને તથા તેના સંસ્કારોને સ્વ જીવનમાં ઉતારી તેનું પોષણ અને પ્રવર્તન કરતા હોય છે ભૂદેવો.  ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ ક્ષત્રીઓ એમનું રક્ષણ કરતા હોય છે.

વેડરોડ સ્વામિનારાયણ ગુરુકુલ સુરત ખાતે બ્રાહ્મણ બટુકોને યજ્ઞોપવિત આપવાનો  “સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર સમારોહ ” યોજાયો.ગુરુવર્ય મહંત સ્વામી  દેવકૃષ્ણદાસજી સ્વામી તથા મહંત સ્વામી   દેવપ્રસાદદાસજી સ્વામીના આશીર્વાદ સાથે અને સુરત ગુરુકુલના મહંત શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર રાજકોટ  સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે

તેના અમૃત મહોત્સવ ઉપક્રમે આજે ગુજરાત ઉપરાંત રાજસ્થાન , મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ , મહારાષ્ટ્ર, વગેરે રાજ્યોના 75 બ્રાહ્મણ બટુકોને યજ્ઞોપવિત આપવામાં આવી. રાજકોટ  સ્વામિનારાયણ ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી   ઈશ્વરભાઈ તથા અક્ષયભાઇ ધોળકિયાએ પોતાની માતુશ્રીની પ્રસન્નતાર્થે બનાવેલ શ્રીમતિ શારદાબેન અર્જુનભાઈ ધોળકિયા વેલફર ટ્રસ્ટ દ્વારા બાલ બ્રહ્મચારી બ્રાહ્મણ બટુકોને જનોઈ , વસ્ત્રદાન તેમજ તેમના પરિવારના સભ્યોને ભોજન પ્રસાદનો લાભ આપેલ.     આયોજનને સફળ બનાવવા શ્રી લાલજીભાઈ તોરી, મનોજભાઈ તેરૈયા, ભગવાનજીભાઇ કાકડીયાના માર્ગદર્શન અનુસાર અશ્વનીકુમાર સત્સંગ મંડળના યુવાનો તથા મહિલાઓ સારી સેવા બજાવેલ.

આ પ્રસંગે રાજકીય તેમજ વિવિધ પોસ્ટ ઉપર સેવા બજાવતા ભૂદેવ અધિકારીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા.