Abtak Media Google News

વિજય માલ્યાની શ્રીમંતાઇ હરામખોરીમાં તણાઇ ગઇ !

અંગ્રેજીમાં એક મજાની વાત આલેખાઇ છે.

“વ્હેન ધ લાસ્ટ ટ્રી ઇઝ ફોલન, એન્ડ ધ લાસ્ટ રિવર હેઝ બીન પોઇઝન્ડ એનડ ધ લાસ્ટ ફીશ હેઝ બીન ઇટન, ઓનલી ધેન વી રીએલાઇઝ ધેટ વી કેન નોટ ઇન મનિ જયારે છેલ્લું વૃક્ષ ધરાશાયી બની જાય, આખી નદી ઝેરી બની જાય, અને છેલ્લી માછલી ખવાઇ જાય, ત્યારે જ આપણને એ વાતનું ભાન થાય છે કે,”પૈસા ખાઇ શકાતા નથીઆ વાત એક જમાનાના ધનપતિ વિજય માલ્યાને લાગુ પડે છે.પોતાની અઢળક સંપત્તિ સાથે પોતાનું જંગી દેણું ભર્યા વિના આપણો દેશ છોડીને નાશી ગયેલા વિજય માલ્યાને લંડનમાં હાઇકોર્ટે તેમની ધરપકડ કરીને જેલમાં ધકેલ્યા છે. તેમની સામે કાનુની કાર્યવાહી ડોળા ફાડીને ઊભી છે?

Advertisement

આ ઘટનાએ ભારતમાં અને બ્રિટનમાં સનસનાટી મચાવી છે.એમની સામે એવો આક્ષેપ છે કે, તેમણે કલ્પનામાં ન આવે એવી હરામખોરી આચરી છે અને પોતાના બચાવ માટે તે ચિત્ર વિચિત્ર વાતો ઉભી કરી રહ્યો છે.જીવનમાં સૌથી સારા દિવસોમાં રાજાના ઠાઠથી જીવનારા માલ્યા કહી રહ્યો છે કે તેની જીવન નિર્વાહ માટે પોતાની પાર્ટનર, પર્સનલ આસીસ્ટન્ટ, જાણીતા બીઝનેસમેન અને પોતાના બાળકો પર નિર્ભર રહેવું પડે છે. જણાવી દઇએ કે વિજય માલ્યાએ ર૬ માર્ચે ટવીટ કરીને કહ્યું હતું મારી પાસેથી પૈસા લઇ લો, પરંતુ જેટને બચાવી લો.

હકીકતમાં જે ૧૩ બેંકોના ૧૧,૦૦૦ કરોડ રૂપિયા માલ્યાની પાસે ફસાયેલા છે. તેણે પાછલા વર્ષે ૧૧ સપ્ટેમ્બરે માલ્યા વિરુઘ્ધ બેંકરપ્સી પીટીશન દાખલ કરી જેના પર આ વર્ષે ડીસેમ્બર મહિનામાં સુનાવણી થવાની છે. બેંકોની અરજી પર પુછાયેલા સવાલના જવાબમાં માલ્યાએ કહ્યું કે તેની વ્યકિતગત સંપત્તિ ઓછી થઇને ૨૯૫૬ કરોડ રૂપિયા થઇ ગઇ છે અને આ આખી સંપતિ તેણે બેંકો સાથે સેટલમેન્ટ કરવા કર્ણાટક હાઇકોર્ટ સામે રજુ કરી છે. બેંકોએ માલ્યા પાસેથી મળેલી આ જાણકારીને યુકે કોર્ટને સોંપી.

બેંકોએ કોર્ટને જણાવ્યું કે, માલ્યાની પત્ની પીંકી લલવાની વર્ષમાં લગભગ ૧.૩૫ કરોડ રૂપિયા કમાય છે. જે મુજબ માલ્યાએ પોતાની પર્સનલ આસીસ્ટન્ટ મહલ અને એક પરીચીત  બીઝનેસમેન બેદી પાસેથી ક્રમશ: ૭૫.૭ લાખ અને ૧.૧૫ કરોડ ‚પિયા ઉધાર લીધા છે. તેમણે જાણકારી આપી કે માલ્યાએ બેંકોને કહ્યું કે તેણે પોતાના જીવનનિર્વાહ અને અમુક દેવું ચુકતે કરવા આ પૈસા ઉધાર લીધા છે.

લંડન કોર્ટ તરફથી આપવામાં આવેલી લેખીત જાણકારીમાં જાણવા મળ્યું કે માલ્યા પર બ્રિટીશ સરકારનો લગભગ ૨.૪૦ કરોડ ‚પિયા ટેકસ ઉ૫રાંત પૂર્વ વકીલ મૈકફૂર્લેસના પણ અમુક રૂપિયા બાકી છે. સાથે જ તેણે ભારતીય બેંકોને ૩.૩૭ કરોડ ‚પિયા કાયદાકીય ખર્ચમાંથી ૧.૫૭ કરોડ રૂપિયા નથી આપ્યા. માલ્યાના વકીલ જોન બ્રિસબીએ બુધવારે યુકે કોર્ટને જણાવ્યું કે માલ્યા જીવનનિર્વાહ માટે દર અઠવાડીયે ૧૬.૨૧ લાખ રૂપિયામાંથી દર મહિને ૨૬.૫૭ લાખ રૂપિયામાં ગુજારો કરવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે કોર્ટે માલ્યાના જીવનનિર્વાહ માટે અઠવાડીયે ૧૬.૫૧ લાખ રૂપિયા સુધી ખર્ચે કરવાની અનુમતિ આપી છે. કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે માલ્યા પર સાઉથ આફ્રિકન બેંકોનું પણ ૩૦.૬ કરોડ રૂપિયાનું દેવું છે જે ભારતીય બેંકોના બેંક રપ્ટસી પીટીશનમાં સામેલ છે.

બુધવારે લંડન કોર્ટમાં ભારતીય બેંકોની તે અરજી પર સુનાવણી કરાઇ જેમાં બેંકોએ યુક સ્થિત આઇસીઆઇસીઆઇ બેંકમાં માલ્યાના કરંટ એકાઉન્ટ પર કબ્જો આપવાની અપીલ કરી હતી. બેગ્લુરુ ડીઆરટીએ પોતાના આદેશમાં બેંકોને અનુમતિ આપી છે. જેના આધારે બેંકોએ લંડન કોર્ટમાં અરજી દાખલ કરી હકીકતમાં ૧૪ જાન્યુઆરીએ બેંકોને અંતરિમ થર્ડ પાર્ટી ઓર્ડર મળ્યો હતો.

જેના આધારે બેંકોએ માલ્યાના એકાઉન્ટમાં તે સમયે પડેલા ૨.૩૩ કરોડ રૂપિયા અટેચ કરી લીધા હતા. હવે માલ્યા આ આદેશને રદ કરવાની માગણી કરી રહ્યો છે. માલ્યાના વકીલ બીસબીએ કોર્ટમાં દલીલ આપી કે આઇસીઆઇસીઆઇ બેંક જ એક માત્ર સાધન છે. જેના દ્વારા માલ્યા પોતાના જીવનનિર્વાહ માટે ખર્ચ કરી શકે છે. તેના પર બેંકો તરફથી વકીલ તોજીએ કહ્યું, માલ્યાને કિંગફિશર બીયર યુરોપ તરફથી દર મહિને ૬.૭૫ લાખ ‚યિપામળી છે. જે આઇસીઆઇસીઆઇ બેંકના ખાતામાં જમા નથ થતા.

તેમણે કહ્યું માલ્યાની લાઇફસ્ટાઇલ પર કોઇ આફત નહી આવે  તો જી આગળ કહે છે માલ્યા પર પોતાની પત્ની અને બાળકોની જવાબદારી છે. પરંતુ તેની પત્ની પીંકી  લલવાની વર્ષમાં લગભગ ૧.૩૫ કરોડ રૂપિયા કમાઇ રહી છે. અને બાળકો ફેમીલી ટ્રસ્ટના લાભાથી છે. જેમાં કિંમતી મૂર્તિઓ, દુનિયાભરમાં રહેલી કરોડોની સંપતિ,  ભવ્ય બોટસ અને એક ગેમ રીઝર્વ સામેલ છે. જો કે માલ્યા પોતાની પત્ની અને બાળકોનો ખર્ચ ઉઠાવી રહ્યાનો દાવો કરી રહ્યો છે.

તોજીએ કોર્ટને જણાવ્યું, માલ્યા હજુ પણ સંપૂર્ણ ઠાઠથી જીવી રહ્યો છે. માલ્યાને પોતાના વકીલો માટે કયાંકથી ફંડીગ મળી રહ્યું છે. તેને કોઇ પરેશાની નથી થઇ રહી, જેવી સામાનય લોકો સમજી રહ્યા છે. તે હજુ પણ દર અઠવાડીયે ૧૬.૨૧ લાખ રૂપિયા ખર્ચી રહ્યો છે. કાયદાકીય લડાઇ પર પણ ખુબ ખર્ચો કરી રહ્યો છે.આ બધું એમ માનવ પ્રેરે છે કે, ભગવાન જેને શિક્ષા કરવા માગે છે કે તેની બુઘ્ધિ બગાડે છે અને એક પછી એક ગંભીર દુષ્કૃત્યો અચરવા પ્રેરી છે.માલ્યાના પત્ની એમની વ્હારે ચઢયા છે તે  તેની સદનશીબી છે પણ લાંબા ગાળે તેઓ શયતાન ન ભાષા બોલવા લાગે અને શયતાની આચરણ કરે તો નવાઇ નહીં!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.