Abtak Media Google News

શિરડીના સાંઈબાબાએ સમાધિ લીધી તેને આજે 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે, ત્યારે આ પ્રસંગે શિરડીમાં એક મોટા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં વડાપ્રધાન મોદી પણ સામેલ થશે. સૌપ્રથમ વડાપ્રધાન મોદીએ સાંઈ બાબાની વિશેષ પૂજા કરી, આ દરમિયાન તેમની સાથે મહારાષ્ટ્ર દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યપાલ વિદ્યાસાગર રાવ પણ ઉપસ્થિત રહ્યાં.વડાપ્રધાન મોદીએ અહીં મંદિરની વિઝિટર બુકમાં પોતાના વિચાર પણ લખ્યાં.

શિરડીમાં વડાપ્રધાન એક રેલીને પણ સંબોધિત કરશે. જો કે મોદીની મુલાકાત પહેલાં મહિલા અધિકાર કાર્યકર્તા તૃપ્તી દેસાઈ શિરડી પહોંચી હતી, જ્યાં તેને સબરીમાલાના મુદ્દે વડાપ્રધાનને મળવાની ઈચ્છા વ્યક્ત કરી અને જો મુલાકાત નહીં થાય તો PMનો કાફલો રોકવાની ધમકી આપતાં પોલીસે તેમની અટકાયત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.