‘કડછી તવાને બદલે પકડી મેં તલવાર, સામે વાળાને ચિત કરવા આવી’, સાઇનાનું ટિઝર રીલિઝ

બેડમિન્ટન ચેમ્પિયન સાઇના નેહવાલની બાયોપિક ‘સાઇના’નું ટીઝર ગુરુવારે યુટ્યુબ પર રિલીઝ થયું હતું. ટીઝરમાં પરિણીતી ચોપડા સાઇના નેહવાલની ભૂમિકા નિભાવતી નજરે પડે છે. એક મિનિટ 23 સેકન્ડના આ ટીઝરની શરૂઆત દેશમાં દીકરા-દિકરીઓને ભેદભાવપૂર્ણ માનસિકતાથી થઈ છે, જેમાં પરિણીતીનો અવાજ સંભળાય છે કે ‘કડછી-તવે કે બદલે પકડી મેનેતલવાર’

અમોલ ગુપ્તાના ડાયરેક્શનમાં બની ફિલ્મ ‘સાઈના’માં પરિણિતી ચોપડા સાઈના નેહવાલના લુકમાં એકદમ ફિટ જોવા મળી રહી છે. ટીઝરની શરૂઆત એક દમદાર ડાયલોગથી થાય છે, જે પરિણીતી ચોપડા એટલે કે,સાઈનાની આવાઝમાં છે. આ ડાયલોગમાં એક્ટ્રેસ કહી રહી છે કે,”દેશની આબાદી સવા 100 કરોડ અને તેમાં એડધી મહિલાઓ. રાજા બેટા કોલજે જાએગા મેરા ઓર બેટી ચૂલ્હા ફૂકેદી.18 સાલ કી હોતે હી હાથ પીલે ઓર સ્ટોરી ફિનિશ, પર મેર સાથ એસા નહી હુઆ. કડછી તવાને બદલે મેને પકડી તલવાર.”

પરિણીતી ચોપડાની ફિલ્મ ‘સાઈના’ની રિલીઝ ડેટ મેકર્સ દ્વારા 26 માર્ચે નક્કી કરવામાં આવી છે. આ સાથે જ રાણા દગ્ગુબતીની ફિલ્મ ‘હાથી મેરા સાથી’ પણ 26 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આવી સ્થિતિમાં બંને અભિનેતાઓએ એક બીજાનો સામનો કરવો પડશે. હવે એ જોવાનું રહેશે કે કઇ ફિલ્મ લોકોને વધારે ગમે છે. જોકે, ‘સાઇના’ ફિલ્મમાં માનવ કૌલ સાયનાના કોચ પુલાઇલા ગોપીચંદની ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત પરિણીતી ચોપડાની ફિલ્મ પણ સાન્યા મલ્હોત્રાની ફિલ્મ ‘પુગલેટ’ સિનેમાઘરોમાં ટકરાવા જઈ રહી છે. પરિણીતી પહેલા આ ફિલ્મ માટે શ્રદ્ધા કપૂરની પસંદગી કરવામાં આવી હતી, પરંતુ વ્યસ્ત શિડ્યુલને કારણે તેણે આ ફિલ્મ છોડી દીધી હતી.