રાજકોટમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા જાહેરનામુ: પરવાનગી વગર શહેરમાં તા.31મી સુધી સભા સરઘસ-સંમલેન કે મેળાવડાઓ પર પ્રતિબંધ

કફર્યુ દરમિયાન હવે લગ્ન-સત્કાર સમારોહ જેવી ઉજવણીઓ નહીં થાય

હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-19ને વર્લ્ડ  હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. વધુમાં દિન પ્રતિદિન કેસોની સંખ્યા વધતી જાય છે. જે અટકાવવા સારું અનલોક-9 ને તકેદારીના ભાગ રૂપે લોકોની વધુ અવર-જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયસને ફેલાતો અટકાવવા સારૂ તા.31/03/2021 સુધી અનલોક-10 વધારવામાં આવેલ છે.

રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટની હદ સુધીના સમગ્ર વિસ્તારમાં કેટલા નિયંત્રણો મુકવા જરૂરી જણાય છે.જેથી રાજકોટ પોલીસ કમિશનરે ટલાક પ્રતિબંધ મુકેલ છે. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના  મુજબ જાહેરમાં યોગ્ય રીતે ચહેરો ન ઢાંકવા બદલ વ્યક્તિ રૂ.1000 દંડને પાત્ર થશે. તથા રાજ્ય સરકારના ગૃહ વિભાગના હુકમ મુજબ જાહેરમાં થૂંકવા બદલ વ્યક્તિ રૂ.500ના દંડને પાત્ર થશે. ક્ધટેઇમેન્ટ ઝોન/માઇક્રો ક્ધટેઇન્મેન્ટ  ઝોન જાહેર કરેલ છે. તે વિસ્તારમાં તેમજ ભવિષ્યમાં ક્ધટેઇમેન્ટ ઝોન/માઇક્રો ક્ધટેઇમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે તે સમગ્ર વિસ્તારમાં તા.31/03/2021સુધી લોકડાઉન અમલમાં રહેશે. આવા વિસ્તારોમાં માત્ર જીવન જરૂરીયાતની વસ્તુઓ અને તબીબી કારણોસર જ હેરફેર કરી શકાશે.

સમગ્ર રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં જાહેર સ્થળોએ સક્ષમ સત્તાધિકારીની પૂર્વ પરવાનગી વગર કોઇપણ પ્રકારના સભા, સરઘસ, સંમેલન, મેળાવડા કે લોકમેળા કે જે પ્રસંગે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવા કોઇ આયોજન કરવા નહીં  કે આવા આયોજનમાં વિશાળ સંખ્યામાં લોકોએ  હાજર રહેવું નહીં સમગ્ર રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર અનઅધિકૃત/ ગેરકાયદેસર રીતે ચાર કે ચાર થી વધુ વ્યક્તિઓએ સાથે કોઇપણ જગ્યાએ એકઠા થવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે. રાજકોટ મહાનગર પાલીકા વિસ્તારમાં ફેરીયાઓ રાજકોટ મહાનગર પાલીકા દ્વારા નક્કી કરવામાં આવેલ છે તે જગ્યાઓએ વેપાર કરી શકશે. અને તેમાં ઞકઇ  દ્વારા બહાર પાડેલ એસ.ઓ.પીનું ચુસ્ત-પણે પાલન કરવાનું રહેશે. ક્ધટેન્મેન્ટ ઝોન બહાર બંધ સ્થળો જેવા કે હોટલ, રેસ્ટોરન્ટ, બેન્કવેટ હોલ, ઓડીટોરીયમ, વિગેરે જેવા સ્થળોએ ધાર્મીક, રાજકીય, સમાજીક, સાંસ્કૃતીક કે શૈક્ષણિક મોટા પ્રમાણમાં સમુહ એકઠો થવાનો હોય તેાવ કોઇપણ પ્રકારના આયોજનોમાં ક્ષમતાના 50 ટકાની મર્યાદામાં આયોજનો કરવા તથા તા.4 જુન-2020ના એસ. ઓ. પી. નો ચુસ્ત અમલ કરવાનો રહેશે.

સીનેમા, મલ્ટીપ્લેકસ,થીયેટરો બાબતે કેન્દ્ર સરકારના માહિતી પ્રસારણ વિભાગના એસ.ઓ.પી. તથા તેના અનુસંધાને રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ એસ.ઓ.પી.નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

સ્વીમીંગ પુલ સંદર્ભમાં ભારત સરકારના યુવા અને રમતગમત મંત્રાલય તથા તેના આધારે રાજયના યુવા અને રમતગમત વિભાગ દ્વારા અપાતી સુચનાઓ, એકઝિબીશન હોલ સંદર્ભે રાજયના ખાણ અને ખનીજ ઉદ્યોગના એસ.ઓ. પી. નું, અન્ય જુદી જુદી પ્રવૃતીઓ, ટ્રેન કે વાહનોમાં અવરજવર માટે, શાળાઓ, ઉચ્ચ શૈક્ષણીક સંસ્થાઓ, યોગા સેન્ટર, જીમ્નેશીયમ સ;બ;ધે રાજય રસરકારના એસ.પી..નું ચુસ્ત પણે અમલ કરવાનો રહેશે. રાત્રી કર્ફયુનો અમલ હોય કર્ફયુ સમય દરમ્યાન લગ્ન/સત્કાર સમારંભ જેવી અન્ય ઉજવણીઓ પર પ્રતિબંધ રહેશે. લગ્ન/સત્કાર સમારંભ જેવી અન્ય ઉજવણીઓમાં વધુમાં વધુ 200 કે સ્થળની ક્ષમતાના 50 ટકા વ્યક્તિઓ તથા મુત્યુબાદની અંતીમ ક્રિયાઓમાં/ધાર્મીક વિધિમાં મહત્તમ 50 માણસોની મર્યાદા રહેશે. આ હુકમનો અમલ તા.31/03/2021ના 24/00 કલાક સુધી કરવાનો રહેશે.