Abtak Media Google News

વિશ્વ પ્રસિઘ્ધ સાળંગપુર ધામમાં શતામૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ‘અબતક’ ની મુલાકાતમાં ગુજરા પ્રદેશ અગ્રણી ચેતનભાઇ રામાણી સાથે જેન્તીભાઇ પીપળીયા અને રૂપેશભાઇ ટાંકે કાર્યક્રમની વિગત સાથે ભાવિકોને ધર્મલાભ લેવા આહવાન કર્યુ છે.

તા. 1પ-11 બુધવાર બપોરે 3.30 કલાકે ખાંભડા ગામથી સભામંડપ સુધી નગર યાત્રા, સાંજે 6 કલાકે મહોત્સવ ગેટ ઉદધાટન, દીપ સાંજે 6.30 કલાકે દીપ પ્રાગટય, 9 વાગ્યે (લોકગાયક ઓસમાણ મીર, સુખદેવ ધામેલિયા રાત્રી કાર્યની તા. 16-11 ને ગુરુવારે સવારે 6.30 કલાકે દૈન્કિ કષ્ટભજન દેવ પ્રાંત પુજન, સવારે 7.30 કલાકે યજ્ઞ પ્રારંભ, સવારે 7.30 કલાકે અખંડ મંત્રધુન, સવારે 7.30 કલાકે વેદ પારાયણ પ્રારંભ,

‘અબતક’ની મુલાકાતમાં ભાજપ આગેવાન-હરિભકત ચેતનભાઇ રામાણીએ મહોત્સવની વિગતો આપી લાભ લેવા ભાવિકોને કર્યુ આહવાન

સાળંગપુર શતામૃત મહોત્સવમાં લાખો ભાવિકો માટે એક હજાર વિધાના પરિષદમાં ભકિત ભોજન અને ભજનની સવલત

સવારે 8 કલાકે મેડીકલ કેમ્પ, સવારે 8.30 કલાકે કથા પ્રારંભ, સાંજે 8.30 કલાકે શ્રીજી આગમન મહોત્સવ, સાજેં 5.30 કલાકે સુવર્ણ હીરાજડિત મુગટ અર્પત વિધી, રાત્રે સાત કલાકે શ્રી હનુમાન ગાથા લાઇટ શો પ્રારંભ, રાત્રે 9 કલાકે કીર્તન ભકિત રાગ ગરબા (રાજેન્દ્ર પાલા, મુબઇ)

તા. 17-11 ને સવારે 7.30 કલાકે મારુતિ ગેટ ઉદઘાટન, પુસ્તક વિમોચન તા. 11 કલાકે, રાત્રી કાર્યક્રમ રાસ ગરબા (પાર્થિવ ગોહિલ) 9 કલાકે,

તા. 18.11 શનિવારે ગૌશાળા પ્રવેશ દ્વારા ઉદધાટન સવારે 7.30  કલાકે (બ્રહ્મનિષ્ઠ સંતો દ્વારા), શ્રી ગોપાળાનંદ સ્વામી ભાવ પુજન તા. 11 કલાકે, શ્રી હનુમાન જન્મોત્સવ રાત્રે 9 કલાકે,

તા. 19-11 ને અન્નકુટ દર્શન સવારે 7.30 કલાકે, મણિપુર ઋષિકુમારોનું સ્વાગત સવારે 11 કલાકે, સુવર્ણ મુગટ અર્પણ સવારે 11.30 કલાકે,

તા. ર0-11 ને સોમવારે રાત્રી કાર્યક્રમ અકિત વાધાણી  (સુરત હાસ્ય કલાકાર), હનુમાન સેવકોનું પુજન રાત્રે 9 કલાકે,

તા. ર1-11 ને મંગળવારે સમુહ આરતી સાંજે 6 કલાકે, રાત્રી કાર્યક્રમ માતૃશ્રીના અઘ્યક્ષ સ્થાને, મહિલા મંચ રાત્રે 9.00 કલાકે,

તા. રર-11 ને બુધવારે મહોત્સવ પૂર્ણાહુતિ સવારે 11.30 કલાકે, મહોત્સવ પુર્ણાહુતિ સવારે 11.30 કલાકે થશે દરરોજ સવારે 8.30 થી 11 કલાકે બપોરે 3.30 થી 6 કથા શ્રવણનો લાભ મળશે.

શ્રી હનુમાન વાટિકા સાંસ્કૃતિક પ્રદર્શન

આ મહોત્સવમાં શ્રી હનુમાન વાટિકા સાંસ્કૃતિક પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. હરિકૃષ્ણ સ્વામી (રાજકોટ ગુરુકુળ) ના માર્ગદર્શન હેઠળ 250 થી વધુ સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પ્રદર્શનમાં પ્રવેશ કરતા જ ભકતોને ભવ્ય પ્રવેશ દ્વારનું દર્શન થશે. જે બંગાળી કારીગરો દ્વારા કલાકૃતિ કરીને બનાવવામાં આવ્યું છે. આ પ્રદર્શન 45 વિઘા જમીનમાં ઉભું કરાયું છે. જેમાં 18 ડોમમાં જુદા જુદા વિભાગો બનાવાયા છે. આ ઉપરાંત બે ખાણી-પીણીની કેન્ટીન પણ બનાવવામાં આવી છે.

ભકતો મુખ્ય દ્વારથી અંદર આવશે ત્યારે તેમને સૌ પહેલા શ્રી કષ્ટભંજન દેવ વંદના સર્કલમાં 10 ફુટ ઉંચી હનુમાનજીની મૂર્તિમા દર્શન થશે. પ્રદર્શનના જુદા જુદા વિભાગોમાં ભગવાન સ્વામીનારાયણના ચરિત્ર સાથે દ્રશ્યમાન થતી લોક સંસ્કૃતિ, યુગો પુરાણી ભારતીય સંસ્કૃતિના મુખ્ય આધાર સ્તંભ અને મંદિરોની ગાથા વર્પવતી ડોકયુમેન્ટરી ફિલ્મ, નેચરલ ગુફાઓ આર્ટ ગેલેરી અને સેલ્ફી ઝોન, ભવ્ય લાઇટ એન્ડ સાઉન્ડ શો,  વિભિન્ન ફાઉન્ડેન અને તળાવ, નાના નાના ભુલકાઓ માટે ભવ્ય આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.45 વિઘા જમીનના પારિવારિક સાંસ્કૃતિક અને આઘ્યાત્મિકતાને ઉજાગર કરતું આ ભવ્ય પ્રદર્શનમાં પ્રવેશ કરવા માટે સવારે 10 કલાકથી રાત્રે 8.30 કલાકે સુધીનો સમય નકકી કરવામાં આવ્યો છે. આ પ્રદર્શન આજે 9 નવેમ્બર 2023 થી 22 નવેમ્બર 2023 સુધી ચાલશે. તો સાળંગપુરની આજુ બાજુના ગામ અને જિલ્લાના લોકોએ 9 થી 1પ તારીખ સુધી લ્હાવો લઇ લેવો. જેથી શાંતિથી પ્રદર્શનની મજા માણી શકાય.

રસોડા વિભાગની સેવા સંભાળી રહેલા સ્વરુપ સ્વામીએ જણાવ્યું કે, 10 વિઘાથી વધુ વિસ્તારમાં મહોત્સવમાં આવેલા ભકતોને જમવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. મહોત્સવ ગ્રાઉન્ડની નજીક મહાકાય રસોડાની તૈયારી ફુલ સ્પીડમાં ચાલી રહી છે. અહીં એક લાખથી વધુ ભકતો આરામથી પ્રસાદ લઇ શકે તે માટે અલગ અલગ વિભાગ ઉભા કરાયા છે.મહોત્સવમાં આવતા દર્શનાર્થીઓ માટે રસોડા વિભાગમાં દરરોજ નકકી કરાયેલા મેનુ મુજબ બે મીઠાઇ, બે ફરસાણ, બે શાક, દાળ-ભાત, રોટલી, સલાડ અને છાશ પીરસવામાં આવશે.

આખા મહોત્સવ દરમિયાન 40 લાખથી વધુ ભકતો આરામથી પ્રસાદ લઇ શકે તે માટેની વ્યવસ્થા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના સઁતો દ્વારા કરવામાં આવી છે.

હનુમાનજીના જીવન ચરિત્ર પર ભવ્ય લાઇટ એન્ડ સાઉન્ડ શો

સાળંગપુરમાં જે લાઇટ એન્ડ સાઉન્ડ શો થશે તેમાં 1પ થી 17 મીનીટ સુધીનો સમય નકકી કરાયો છે. જેમાં 54 ફુટની હનુમાનજી મહારાજની કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ છે. તેના પર હનુમાનજીના જીવન ચરિત્ર પર અલગ અલગ એનિમેશન સાથે લેસર શો દ્વારા ઇફેકટ આપી આખો એક શો તૈયાર કરવામાં આવ્યો છે.મહોત્સવ ગ્રાઉન્ડમાં મેડીકલ કેમ્પ કરવા માટે 10 હજાર સ્કવેર ફુટમાં બે વિશાળ ડોમ ઉભા કરાયા છે. જેમાં 3 હાઇટેક આઇસીયુ બેડરુમ, 10 બેડરુમ ક્ધસલ્ટિગ અને 1પ બેડ બ્લડ ડોનેશન માટે રાખવામાં આવશે. આમ એક સાથે 10 દર્દીની ઓપીડી અને 30 દર્દીને એક સાથે સારવાર આપી શકાશે. આ મેડીકલ કેમ્પમાં ર00થી વધુ દરેક રોગના નિષ્ણાઁત ડોકટર ર4 કલાક ખડેપગે રહેશે.

દરરોજ અલગ અલગ ર100 થી વધુ યજમાનો એક સાથે યજ્ઞશાળામાં યજ્ઞ કરશે.

શ્રી કષ્ટભંજન દેવ સતામૃત મહોત્સવ અંતર્ગત દિવ્ય 108 કુંડી મારુતી યજ્ઞ માટેની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. રાણપુર વાળા શ્રીજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકો કાર્ય કરી રહ્યા છે. આશરે 1પ વિઘા જમીનમાં યજ્ઞશાળા, યજમાનો માટે ભોજનાલય તથા અખંડ ધુન માટેના વિભાગો બનાવવામાં આવી રહ્યા છે. 2100 યુગલ યજમાનો આ યજ્ઞનો દિવ્ય લાભ પ્રાપ્ત કરશે. 1રપ થી વધુ પવિત્ર બ્રાહ્મણો હનુમાનજી મહારાજના મહિમાથી ભરપુર વૈદિક મંત્રોચ્ચારથી યજ્ઞ કરાવશે.

મહોત્સવના સભા મંડપનું કાર્ય કુંડળના શ્રી જ્ઞાનજીવન સ્વામીનાસંત મંડળ તથા સ્વયંસેવકો દ્વારા પુરબહારમાં કરવામાં આવી રહ્યું છે. જેમાં 300 ફુટ + 600 ફુટના મહાકાય ડોમ બનાવવામાં આવ્યો છે. સભા મંડપનું સ્ટેજ 90 ફુટ + 30 ફુટનુ બનાવવામાં આવ્યું છે. જે ફુલ એરકન્ડિશનિગવાળુ હશે. જેમાં 15000 થી વધુ ભકતો આરામથી બેસી શકે એ માટે સભા મંડપની અંદર અદભુત વ્યવસ્થા કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.