Abtak Media Google News

સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરમાં 54 ફૂટ મૂર્તિ નીચે હનુમાનજીની તકતી અને ચિત્રોને કારણે વિવાદ સર્જાયો છે. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં આ ભીંતચિત્રોને કારણે વિવાદ જોવા મળી રહ્યો હતો. આ અંગે હિંદુ ધર્મના સાધુ સંતો દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવાયો છે. આ ભીંતચિત્રો હટાવી દેવાની માંગણી કરવામાં આવી રહી છે.

Advertisement

Whatsapp Image 2023 08 31 At 12.41.24 Pm

શું છે આખી વાત ?

સાળંગપુર મંદિર પરિસરમાં સ્વામીનારાયણ ભગવાનની સમક્ષ હનુમાનજીને નમસ્કાર મુદ્રામાં દર્શાવવામાં આવતા વિવાદ સર્જાયો છે, જે હવે મોટું સ્વરૂપ ધારણ કરે તેમ લાગી રહ્યું છે. સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રોઅંગે મહંત હરી આનંદ બાપુએ કહ્યું કે, સાળંગપુરમાં હનુમાનજીની મોટી મૂર્તિ બેસાડી છે, ત્યાં સેવક તરીકેની પ્રતિમા યોગ્ય નથી આ ઘટના નિંદનીય છે. હનુમાનજી આપણા આરાધ્ય દેવ છે. તેમના નિંદાપાત્ર ચિત્રો મૂક્યા છે. હનુમાનજી મહારાજ સ્વામીને પગે લાગે છે, સ્વામીના દાસ થઈને રહે એવું દર્શાવ્યું છે.

સંતોની પ્રતિક્રિયા શું રહી?

રાજકોટમાં કરણી સેના અને બ્રહ્મ સમાજ દ્વારા હનુમાનજીની મૂર્તનીના અપમાન બાબતે વિરોધ દર્શાવ્યો હતો. આ ઉપરાંત સંતોએ પણ આ બાબતે આકરા શબ્દોમાં વિરોધ દર્શવ્યો હતો.

“સાળંગપુરમાં હનુમાનજીની મોટી મૂર્તિ બેસાડી છે, ત્યાં સેવક તરીકેની પ્રતિમા યોગ્ય નથી આ ઘટના નિંદનીય છે. હનુમાનજી આપણા આરાધ્ય દેવ છે. તેમના નિંદાપાત્ર ચિત્રો મૂક્યા છે. હનુમાનજી મહારાજ સ્વામીને પગે લાગે છે, સ્વામીના દાસ થઈને રહે એવું દર્શાવ્યું છે, જે નિંદાને પાત્ર છે.”

“સાળંગપુરમાં હનુમાનજી મહારાજની જે મૂર્તિ બેસાડી તેનું આપણે ગૌરવ અનુભવીએ છીએ. પરંતુ તેની નીચે હનુમાનજી મહારાજના જે ચિત્રો દર્શાવાયા છે, આ કઈ વ્યાજબી કહેવાય, આ ધર્મ કહેવાય, આ સંપ્રદાયની દાટ વાળવા માટે સાધુ થયા છે કે જે આજે સનાતન ધર્મના દેવી-દેવતાઓને નીચા દેખાડે છે. આના કારણે અમને ઘણું દુઃખ થાય છે. દર વખતે આવી ભૂલો કરીને પછી કહે કે હું માફી માંગુ છું, માફી માંગુ છું, અરે ભાઈ આવું કરીને તમારે માફી જ માંગવાની.”

જૂનાગઢના ભવનાથ સ્થિત ઇન્દ્રભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુએ આ બાબતે જણાવ્યું છે કે”તમે ઘનશ્યામ પાંડે ઉર્ફે ઘનશ્યામ મહારાજ ભગવાન છે તેને તમે ભગવાન માનો તેની સામે કંઈ વિરોધ નથી. તમે એને ભગવાનથી પણ વિશેષ માનો તેનો વિરોધ નથી. પણ જે અમારા દેવી-દેવતા છે જો તેને તમે નીચે દેખાડવાની કોશિશ કરો છો તે વ્યાજબી નથી.”

સાળંગપુરમાં હનુમાનજી મંદિર ખાતે હનુમાનજીને નીચા બતાવવા માટેનું કરવામાં આવેલા કૃત્ય અયોગ્ય છે. તેમ જણાવી કરણી સેનાના સૌરાષ્ટ્રના પ્રમુખ કૃષ્ણસિંહજી જાડેજા એ આ બાબતે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. અને સારંગપુર મંદિરમાં હનુમાનજીને નીચે બતાવતી મુકાયેલી પ્રતિમાઓ હટાવવા માંગણી કરી છે.

સાળંગપુરમાં ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરમાં સ્વામિનારાયણ સંતને હનુમાનજી મહારાજ પગે લાગતા હોય તેવું મૂર્તિની નીચે મૂકવામાં આવતા, પંચ દશનામ જૂના અખાડા કાશીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સાધુ સમાજ તેમજ ગિરનાર મંડળના પ્રમુખ મહંત ઇન્દ્રભારતી બાપુ લાલઘુમ થયા છે.

ભવનાથના ગૌરક્ષક આશ્રમના મહંત શેરનાથ બાપુ એ પણ સાળંગપુરમાં હનુમાનજી મહારાજને હાથ જોડી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુની નીચે બેસાડેલ મુકવામાં આવેલી પ્રતિમા બાબતે તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. અને આ બાબતને ખૂબ જ દુ:ખદ અને ગંભીર ગણાવી જણાવ્યું છે કે, આ અગાઉ પણ ક્યારેક ભગવાન શંકર અને ક્યારેક ભગવાન રામને સંપ્રદાયના સાધુઓએ નીચા બતાવવાની કોશિશ કરી છે. અને હવે હનુમાનજી મહારાજને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુના પગમાં હાથ જોડીને બેસાડી જે કૃત્ય કર્યું છે તે સનાતન ધર્મ માટે ખૂબ જ દુ:ખદ બાબત છે. ત્યારે આવી મૂર્તિ તાત્કાલિક હટાવવી લેવી જોઈએ તેવું અંતમાં જણાવ્યું છે.

આમ સળંગપુર હનુમંજી મંદિરમાં ભીંતચિત્રો બાબતે સંતોએ વિરોધ દર્શાવી આખી ઘટનાને વખોળી હતી. અને આ બાબતે યોગ્ય પગલાં લેવાનું પણ સૂચન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.