Abtak Media Google News

જૈન સંઘને આંગણે 22થી 25મીએ

અચલ ગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રી કલા પ્રભસાગર સૂરીશ્ર્વરજી મહારાજ કરશે પાવન પધરામણી

કચ્છની ધિંગી ધરા પર અચલગચ્છીય જૈન સંપ્રદાય બહોળા પ્રમાણમાં વસેલો છે. જ્યાંના મૂળ રહેવાસીઓ વેપાર માટે મુંબઈ, દિલ્હી, બેન્ગલોર વગેરે પ્રમુખ વેપારીક મથકોમાં કચ્છનો પરચમ ફેલાવે છે. આ પર-42 ગામોમાંનાં જૈન દેરાસરો, ઉપાશ્રયો, આરાધના કેન્દ્ર એમનાં પ્રાચીન, મનોરમ્ય અને સાંસ્કૃતિક સ્વરૂપ માટે પ્રખ્યાત છે. જયાંના થતા સમયાંતરે થતા ધાર્મિક-સાંસ્કૃતિક આયોજનોમાં છેક વિદેશોથી પણ ધાર્મિક યાત્રાળુઓ અને સહેલાણીઓ પધારે છે.

તાજેતરમાં અબડાસા તાલુકામાં આવેલું રાપર ગઢવાળી ગામ જે કચ્છનું એક ઐતિહાસિક ગામ છે. આ ગામમાં 136 વર્ષ પ્રાચીન શ્રી ગોડિયા પાર્શ્ર્વનાથ ભગવાનનું જૈન દેરાસર છે. ગામના મૂળ રહેવાસી તારાબાઈ માણેકજી કેશવજી મોતા પરિવાર દ્વારા આ દેરાસરજીનો સંપૂર્ણ જીર્ણોદ્ધાર તથા પુન:પ્રતિષ્ઠા કરાવવામાં આવે છે. દેરાસરજીને “પાર્શ્ર્વશાંતિ પ્રાસાદ” એવું નૂતન નામ આપવામાં આવ્યું છે. આરાધના માટે ભાવોમાં અભિવૃદ્ધિ થાય અને સોનામાં સુગંધ ભળે એવી રાપરગઢવાળી જિનાલયની પુન:પ્રતિષ્ઠા કરવા અચલગચ્છાધિપતિ કલાપ્રભસાગરસૂરીશ્ર્વરજી મહારાજા એમના 50થી વધુ શિષ્ય-પ્રશિષ્ય સાથે પુન:પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારી રહ્યા છે.અચલગચ્છાધિપતિ કલાપ્રભસાગરસૂરીશ્ર્વરજી મહારાજા કે જેમનું 50-50 વર્ષોનું વૈરાગી જીવન પૂરું થયેલ છે, જેમના નામે 150થી વધુ પુસ્તકોનું લેખન, જે પોતે સાહિત્યસમ્રાટ તરીકે વિખ્યાત છે. જેમનું ધાર્મિક ઉત્થાન માટેનું રાજસ્થાન તથા દક્ષિણનાં રાજ્યોમાં આદરથી નામ લેવાય છે. એવા લોક-લાડીલા સંત આ કાર્યક્રમમાં પ્રતિષ્ઠા માટે નિશ્રા આપવાના છે.

આ સમાચારથી સંપૂર્ણ પ્રદેશમાં આનંદની લહેર પ્રસરી છે. અચલગચ્છના તથા સંપૂર્ણ જૈન ફિરકાના ભાવિકો આ સુંદરમજાના આયોજનમાં રમમાણ થવા, પ્રભુભક્તિમાં લિન થવા આતુર થઈ ગયા છે.અચલગચ્છાધિપતિની નિશ્રામાં થયેલ પ્રમુખ ખાતમુહૂર્ત-શિલારોપણ- અંજન-પ્રતિષ્ઠા, છરીપાલિત સંઘ આદિ પ્રસંગો જેમાં 25થી વધુ દીક્ષાદાતા, 30થી વધુ છરીપાલિત યાત્રાઓ, 30થી વધુ આરાધના ભવન, 10થી વધુ અખિલ ભારતીય અહિંસા પ્રાણી રક્ષા સંમેલનો, 15 ગુરુમંદિર આદિ સુકૃત્યો પૂજ્ય દ્વારા થયાં છે. મહોત્સવ નિમિત્તે લાભાર્થી પરિવાર દ્વારા વિવિધ અદ્વિતીય આયોજનો થઈ રહ્યાં છે. રાપરગઢવાળી- નાની સિંઘોડી જૈન સંઘને આંગણે 22 થી 25  ફેબ્રુઆરી દરમિયાન યોજનારી પુન:પ્રતિષ્ઠા માટે પધારનાર અચલગચ્છાધિપતિ કલાપ્રભસાગરસૂરીશ્ર્વરજી મહારાજાના સ્વાગત માટે લોકો ઉત્સુક છે, હર્ષોલ્લાસમાં છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.