Abtak Media Google News
Img 20231111 Wa0042
Dhoraji: Saptam Patotsav will be celebrated at BAPS Swaminarayan Temple on Sunday

ધોરાજી સમાચાર

ધોરાજી BAPS સ્વામિનારાયણ મંદિરે તા. 19.11ને રવિવારે સપ્તમ પાટોત્સવ ખુબજ ધામે ધુમે ઉજવાશે જેમાં સવારે 8 વાગ્યે પાટોત્સવ મહાપૂજા યોજાશે, ધોરાજીના હરિભક્તો તરફથી 500 થી વધુ આઇટમો નો અન્નકુટ ઠાકોરજીને ધરાવવામાં આવશે

11 વાગ્યે અન્નકુટ મહાઆરતી સંગીતના તાલ સાથે યોજાશે, બપોરે 11 થી સાંજના 7 સુધી ધોરાજી ની ધર્મપ્રેમી જનતા માટે અન્નકુટ દર્શન ખુલા રહેશે. સાંજે 5 થી 7 પૂજય નારાયણચરણ સ્વામી કે જેઓ 43 વર્ષ સુધી પ્રમુખસ્વામી સાથે પડછાયા ની સમાન સેવક સંત તરીકે સેવા કરેલ છે તેઓની સભાનો અમૂલ્ય ધોરાજી માં પ્રથમ વખત લાભ મળવાનો છે. સાંજે 7 વાગ્યે સંગીતના તાલ સાથે આરતી યોજાશે,

આરતી બાદ ભવ્ય આતશબાજી યોજાશે, આ પાટોત્સવની તડામાર તૈયારી સમગ્ર ધોરાજી સત્સંગ મંડળ, મહિલા મંડળ, યુવક/યુવતી મંડળ, બાલ,બાલિકા મંડળ, પૂજ્ય કલ્યાણમૂર્તિદાસ સ્વામી અને પૂજ્ય સેવાનંદદાસ સ્વામીના નેજા હેઠળ ખુબજ જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.