Abtak Media Google News

સામેનાથ ટ્રસ્ટ અને સંસ્કૃત યુનિ.ના સંયુકત ઉપક્રમે સોમનાથ મંદિરના પુરોહિતો માટે સંસ્કૃત સંભાષણ વતર્ગનો પ્રારંભ

વિશ્વના કરોડો લોકોની આસ્થાના પ્રતીક એવા દેવાધિદેવ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ-વિદેશના કરોડો ભાવિકો પ્રતિવર્ષ આવતા હોય છે. સોમનાથને અર્વાચીન ભારત નું વિકાસનું પ્રમાણ બિંદુ માનવામાં આવે છે. ત્યારે સંસ્કૃત ભાષાના વ્યવહારિક ઉપયોગમાં પુન: ઉત્થાન અને સુદ્રઢીકરણ માટે પણ સોમનાથ ટ્રસ્ટ અગ્રેસર બન્યું છે.

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટ ડીડ માં સંસ્કૃત અને સંસ્કૃતિ ના સંવર્ધન માટે જે ઉલ્લેખ છે, તદ્ અનુસાર સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટી,વેરાવળમાં થાય તે માટે વેરાવળ માં રાજેન્દ્ર પેલેસ તરીકે ઓળખાતી ખુબજ કીમતી 17 એકર જમીન તેમજ જમીન પર આવેલ રાજેન્દ્ર પેલેસના મકાનને રૂ.50 લાખના ખર્ચે રીનોવેટ કરી સંસ્કૃત યુનિવર્સિટી બનાવવા ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલ હતી, સોમનાથ ખાતે સંસ્કૃત યુનિવર્સીટી ની ઘોષણા અને લોકાર્પણ વર્ષ 2007 માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી ના વરદ હસ્તે થયેલુ હતું. ટ્રસ્ટના માન.ટ્રસ્ટી શ્રી જે ડી પરમાર સાહેબે કાર્યક્રમમાં આ બાબતનો ઉલ્લેખ કરેલ હતો.  સાથે જ પ્રતિવર્ષ સંસ્કૃત માટે સંશોધન કરતા તજજ્ઞો વિદ્દવતજનો ને  સોમનાથ ટ્રસ્ટ દ્વાર સોમનાથ ચંદ્રક થી સન્માનીત કરવામાં આવે છે, ત્યારે સંસ્કૃત ના સંવર્ધન માટે એક પ્રગતીશીલ દિશામાં પ્રયાણ થયુ છે, અને સોમનાથ માં આવતા સંસ્કૃત ભાષા થી યાત્રિઓ નુ સ્વાગત કરવામાં આવશે.

સોમનાથ ટ્રસ્ટ અને  સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ના સંયુક્ત ઉપક્રમે સોમનાથ મંદિરના પુરોહિતો અને સોમનાથ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત સંભાષણ નું 15 દિવસીય પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરાયું છે. 70 અધ્યેતા માટે સવાર અને સાંજ ના સમયે 2 વર્ગો યોજવામાં આવશે. જેના થકી સોમનાથ મંદિરના વ્યવહારની ભાષા તરીકે સંસ્કૃત નો ઉપયોગ શરૂ થશે દેશ-વિદેશના આવતા યાત્રિકો સાથે સોમનાથ ટ્રસ્ટ ના પુજારી શુદ્ધ સંસ્કૃત ની અંદર સંભાષણ કરશે સંસ્કૃત ભાષાની સરળતા અને મધુરતાને સોમનાથ ગર્ભગૃહ થી વિશ્વ ફલક પર ફરીથી ઉજાગર કરવા સોમનાથ ટ્રસ્ટે ઉત્તમ વિચારને અનુકરણમાં મૂક્યો છે. સોમનાથ ટ્રસ્ટ ના યાત્રી સુવિધા ભવનના ઓડિટોરિયમ ખાતે પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત દિગ્દર્શક અને અભિનેતા ચંદ્રપ્રકાશ દ્વિવેદી ના હસ્તે સોમનાથ ટ્રસ્ટ અને સોમનાથ સંસ્કૃત યુનવર્સિટી ના કાર્યકારી કુલપતિ, અધિકારીઓ ની ઉપસ્થિતિમાં આ પ્રશિક્ષણ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.