Abtak Media Google News

અબતક,રાજકોટ

ગુજરાતમાં સત્તા પરિવર્તન બાદ આજે પ્રથમ વખત ગુજરાત પ્રદેશ ભાજપની કાર્યકારિણીની બેઠક મળી હતી   જેમાં રાષ્ટ્રીય કાર્યકારીણીમાં પ્રસાર કરવામાં આવેલા ઠરાવોને  સમર્થન આપવામાં આવ્યું હતુ સાથોસાથે વિધાનસભા 2022માં યોજાનારી ગુજરાત   વિધાનસભાની ચૂંટણી મુખ્ય કેન્દ્ર  સ્થાને   રહી હતી.  રેકોર્ડ બ્રેક, વેકિસનેશનની સિધ્ધી માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને નિરામય ગુજરાત યોજના શરૂ કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલને   અભિનંદન પાઠવવામાં આવ્યા હતા સાથોસાથે વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપને તમામ 182 બેઠકો પર  વિજેતા બનાવવા  જોમ અને જૂસ્સા સાથે  કાર્યકરોને કામે લાગી જવા હાંકલ કરવામાં આવી હતી.

પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલની  અધ્યક્ષતામાં કારોબારી બેઠક  યોજાઈ  હતી. દિલ્હી ખાતે  યોજાયેલી કારોબારી બેઠકમાં જુદા-જુદા મુદ્દા પર  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને તેમને કરેલા નિર્ણય બદલ અભિનંદન પ્રસ્તાવ રજૂ કરાયો હતો  જેને સમર્થન  આપવામાં આવ્યું હતુ.

કારોબારી બેઠકમાં જુદા-જુદા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કોરોનાની મહામારીમાં પણ દેશના વૈજ્ઞાનિકો પર ભરોસો કર્યો અને દેશના વૈજ્ઞાનિકોએ દેશને એક નહી પણ એક કરતા વધુ રસીની શોધ કરી આપી અને કોરોનાની રસી પણ વિના મુલ્યે દેશવાસીઓને આપવાની વ્યવસ્થા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે  કરી હતી.278 દિવસમાં 100 કરોડથી વધુ લોકોને રસી આપવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું અને આજદિન સુધીમાં અંદાજે 111 કરોડ લોકોને કોરોનાની રસી આપી દેવામાં આવી છે. આપણી પાસે સાઘનોની અછત, વિસ્તાર મોટો હોવા છતા પણ મોટી સંખ્યામાં કોરોનાની રસી આપવામાં સફળ થયા તે બદલ કારોબારી બેઠકમાં અભિનંદન પાઠવ્યા હતા.

સત્તા પરિવર્તન બાદ પ્રથમ વખત મળી પ્રદેશ ભાજપની કાર્યકારિણીની બેઠક:
રેકોર્ડબ્રેક વેકિસનેશન સહિતની સિધ્ધી અંગે વડાપ્રધાનને અભિનંદન પાઠવતા ઠરાવ પસાર

ગયા વર્ષ દરમિયાન અને આ વર્ષના રાષ્ટ્રપતી તરફથી આપવામા આવતા પદ્મશ્રી એવોર્ડ પહેલા ચોક્કસ લોકોને જ મળતા પરતું  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી  હવે છેવાડાના ગામમાં રહેતા અને વિશિષ્ટ પ્રકારની કામગીરી કરતા લોકોને આ એવોર્ડ એનાયત કરી પ્રોત્સાહીત કર્યા છે.

કોરોના જેવી મહામારીમાં દેશવાસીઓને સુરક્ષીત કરવા હોસ્પિટલની વ્યવસ્થા, ઓક્સિજનની વ્યવસ્થા, રેમડેસિવિરની વ્યવસ્થા કરી હતી. 27 લાખ કરોડ રૂપિયા દરેક જરૂરિયાત મંદ લોકોને રાશન કાર્ડ મારફતે મળતુ પાંચ-પાંચ કિલો અનાજ ફ્રીમાં આપી દેશમાં એક પણ વ્યકિત ભુખ્યો ન સુવે તે માટે વ્યવસ્થા કરવા બદલ કારોબારી બેઠકમાં અભિનંદન પાઠવવામાં આવ્યા હતા .2014 પછી મોદી સાહેબની સરકારે પારદર્શક આધુનિકરણ કરી ચાર હજાર કિમી સુધી માર્ગ શક્તિ ધરાવતી મિશાઇલ વિકસીત કરાવવા પ્રોત્સાહિત કર્યા તે બદલ કારોબારી બેઠકમાં અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

રાજય સરકાર દ્વારા નિરામય ગુજરાત યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનાનો લાભ ગુજરાત વાસીઓને મળશે તે બદલ મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ટેકનોલોજીથી સજ્જ છે અને ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ એકમ પેપરલેસ થયું છે પ્રધાનમંત્રી મોદીના કેશલેસ અને પેપરલેસના અભિગમને સાર્થક કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ ગત પ્રદેશ કારોબારીમાં પણ પેપરલેસ યોજાઇ હતી. કોરોના સમયમાં પણ કેન્દ્રમાંથી સુચનાઓ મળતી હતી તેનો અમલ કરવામાં આવે છે અને કેન્દ્ર દ્વારા ગુજરાત પ્રદેશની પેજ સમિતિનું કામ, કોરોનાના કપરા સમયમાં કાર્યકરોએ કરેલા કામોની પણ નોંધ લીધી હતી ભાજપની કાર્યકારીણી બેઠકમાં રાજયના  પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ  પટેલ અને  મંત્રી મંડળના તમામ જૂના જોગીઓ તથા ધારાસભ્યો, જિલ્લા અને મહાનગરોના પ્રમુખ મહામંત્રી મહાપાલીકાના મેયર અને જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના આમંત્રીતો હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.