Abtak Media Google News

‘ગેસ લાઈટ’ ફિલ્મનું વાંકાનેરના રાજવી પેલેસમાં શુટીંગ શરૂ: મોરબીમાં પણ શુટીંગ થશે

અબતક,મોરબી:

બોલિવૂડ સ્ટાર સારા અલી ખાન અને ચિત્રાંગદા સિંહ ’ગેસ લાઈટ’ ફિલ્મના શુટીંગ માટે મોરબી આવી પહોંચ્યા છે. જયારે અક્ષય કુમાર મોરબી આવે તેવી શકયતા છે. હાલમાં વાંકાનેરના રાજવી પેલેસમાં શુટીંગ શરુ થયું છે. અને તા. 4ના રોજ મોરબીમાં પણ શુટીંગ થઇ શકે છે બોલિવૂડની મલ્ટી સ્ટારર ફિલ્મ ગેસ લાઈટનું મોરબી જિલ્લાના વિવિધ લોકેશન ઉપર શુટીંગ થવાનું હોવાથી આ ફિલ્મના શુટીંગ માટે જાણીતી અભિનેત્રી સારા અલી ખાન અને ચિત્રાંગદા સિંહ મોરબી જિલ્લામાં આવી પહોંચ્યા હતા અને વાંકાનેરના રાજવી પેલેસ ખાતે આ ફિલ્મનું શુટીંગ આજે શરૂ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત, ગેસ લાઈટ ફિલ્મનું શુટીંગ આગામી 4 માર્ચના રોજ મોરબીના રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં થવાની શકયતા છે. આ ફિલ્મમાં સારા અલી ખાન અને ચિત્રાદંગાસિંહ ઉપરાંત અક્ષયકુમારની મહત્વપૂર્ણ ભૂમિકા છે. એટલે આવનારા દિવસોમાં અક્ષયકુમાર પણ શુટીંગ માટે મોરબી જિલ્લામાં આવે તેવી શકયતા છે. ત્યારે ફિલ્મરસીકોમાં ખુશી છવાઈ ગઈ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.