Abtak Media Google News

ઋષિ મહેતા

રાજ્યની વર્તમાન સરકાર એટલે કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારના કાર્યકાળના ૧૦૦ દિવસ પૂર્ણ થયા તેના ભાગરૂપે રાજ્યના તમામ જીલ્લામાં પ્રવાસ કરી તમામ કાર્યકર્તા અને જનપ્રતિનિધિ સાથે બેઠક કરી લોકોની સમસ્યા અને તેના પ્રશ્નો હલ કરવાના હેતુસર મુખ્યમંત્રી જિલ્લાઓનો પ્રવાસ કરી રહ્યા છે ત્યારે તેઓ ૨૧ એપ્રિલના રોજ મુખ્યમંત્રીના આગમનને લઈને મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદયોજાઈ હતી.

આગામી તા.21 એપ્રિલના સવારે 10 વાગ્યે મેટ્રો ફાર્મ હેલિપેડ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબીમાં આગમન કરશે અને ત્યારબાદ શનાળા રોડ, સ્કાય-મોલ ખાતે આવશે ત્યાં અલગ અલગ પાંચ બેઠકોના કાર્યક્રમ કરી બાદમાં ત્યાંથી જ પરત થઈ જવાના છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મોરબી જીલ્લા ખાતે પાંચ બેઠકોનો કાર્યક્રમ યોજાશે જેમાં કાર્યકરો સાથે બેઠક, જનપ્રતિનિધિ સાથે બેઠક, પરિવારક્ષેત્રની બેઠક, જીલ્લા સંકલનની બેઠક અને વહીવટી તંત્રની બેઠક યોજાશે

આ બેઠકના કાર્યક્રમની અંદર મોરબી જીલ્લાની તમામ સમસ્યા તેમજ કોઈપણ પ્રશ્નો હોય તેને હલ કરવા માટેની તમામ વિગતો ઉપર પરામર્શ કરવામાં આવશે તેમજ ટુ-વે ચર્ચાઓ પણ કરવામાં આવશે. કોઈપણ પ્રકારના લોકાર્પણ કે અન્ય કોઈ હેતુ માટે નહિ પરંતુ માત્રને માત્ર પ્રજા સાથે અને લોકોની સમસ્યા-પ્રશ્નો હલ કરવા માટે આવશે.

વધુમાં દુર્લભજીભાઈના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રીને આવકારવા માટેનું સંપૂર્ણ આયોજનની સમગ્ર તૈયારીઓ લગભગ થઇ ગયી છે. મુખ્યમંત્રીને આવકારવા તમામ કાર્યકરો અને અપેક્ષિત લોકોના આઈ-કાર્ડની તૈયારીઓ થઇ ચુકી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.