‘સારા ભાભી, સારા ભાભી’ કોહલીએ પણ મેચમાં ગીલની મજાક ઉડાવી

કોહલીની પ્રતિક્રિયા ચાહકોને ખુબ જ પસંદ આવી: નારાબાજીનો વીડિયો સોશિયલ મીડીયા પર વાઇરલ

ભારતે ન્યુઝિલેન્ડને વન-ડે સિરીઝમાં 3-0 થી હરાવ્યું હતું. ભારતની આ જીતનો હીરો શુભમન ગિલ  હતો. જેમાં સમગ્ર સિરીઝમાં ર સદી સહિત કુલ 360 રન બનાવ્યા હતા. ગિલે પ્રથમ વન-ડેમાં બેવડી સદી અને છેલ્લી મેચમાં સદી ફટકારી હતી. આ બન્ને મેચમાં ગીલનો દબદબો રહ્યો હતો. ગીલની ઇનિગ્સથી ખુશ થયેલા દર્શકો પણ આ સમયાગાળા દરમિયાન પાછળ રહ્યા ન હતા. ભારતના સ્ટાર બેટસમેન વિરાટ કોહલીએ પણ ચાહકોના નારા પર પ્રતિક્રિયા આપી હતી.

હૈદરાબાદ અને ઇન્દોર વન-ડેમાં ગિલને જોઇને પ્રેક્ષકો સારા ભારી, સારા ભાભીના નારા લગાવ્યા હતા. જયારે કોહલીએ પણ ગિલ માટે તેમના નારા લગાવવાની  મજા લેવાનું શરુ કર્યુ હતું. ગીલનું નામ સારા સાથે લાંબા સમયથી જોડાઇ રહ્યું છે. જો કે બન્ને તરફથી આ સંબંધ  અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. કોહલી વધુ બુમો પાડવનો ઇશારો કરતો જોવા મળ્યો હતો.