Abtak Media Google News
  • બંને બેટ્સમેન આગામી દાયકા કે તેથી વધુ સમય સુધી વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ જમાવશે: વીરેન્દ્ર સહેવાગ

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે વિશાખાપટ્ટનમમાં પાંચ ટેસ્ટ મેચની બીજી મેચ રમાઈ રહી છે. આ મેચની બંને ઇનિંગ્સમાં ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને યશસ્વી જયસ્વાલે જે રીતે પ્રથમ દાવમાં બેવડી સદી ફટકારી અને શુભમન ગિલે બીજી ઈનિંગમાં સદી ફટકારી તે ખૂબ જ વખાણવાલાયક છે.બંને ખેલાડીઓની બેટિંગની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે.

Advertisement

ભારતીય ટીમનો પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ પણ હવે શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલની બેટિંગનો ચાહક બની ગયા છે અને તેણે જણાવ્યુ હતું કે,જયસ્વાલ અને ગિલ ભારતને “યશસ્વી કીર્તિ” અપાવશે. યશસ્વી જયસ્વાલે વિશાખાપટ્ટનમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં શાનદાર બેવડી સદી ફટકારી હતી. જયસ્વાલે આ ઇનિંગમાં 209 રન બનાવ્યા હતા. જયસ્વાલની ટેસ્ટ કારકિર્દીની આ પ્રથમ બેવડી સદી હતી. બીજી ઇનિંગમાં શુભમન ગિલે શાનદાર ઇનિંગ રમી હતી.

ગિલે બીજી ઇનિંગમાં 104 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગે આ બંને ખેલાડીઓ માટે સોશિયલ મીડિયા પર એક હૃદયસ્પર્શી પોસ્ટ લખી છે. વીરેન્દ્ર સેહવાગે લખ્યું, ’25 વર્ષથી ઓછી ઉંમરના બે યુવાનોને જોઈને આનંદ થયો અને ટેસ્ટ ક્રીકટમાં આવા સમયે તેઓ ટીમ માટે આગળ આવ્યા. તે ખૂબ જ સંભવ છે કે આ બંને આગામી દાયકા કે તેથી વધુ સમય સુધી વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ જમાવશે.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.