Abtak Media Google News

સરદાર પટેલની કૂનેહનો અલ્પપ્રસિદ્ધ કિસ્સો

યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડે સરકારમાં રજૂઆત કરી, એ રજૂઆત પોરબંદરના દીવાન વી. સી. જોશીપુરાએ લખેલી અને સરદારે એમની પાસે જ જવાબ તૈયાર કરાવ્યો

સરદાર પટેલની દીર્ઘદ્રષ્ટિ, મુત્સદ્દગીરી અને કૂનેહનો પરિચય આપતા અનેક કિસ્સા આપણે જાણીએ છીએ. આઝાદી બાદ ઘણા એવા દેશી રાજ્યો હતા જેમણે ભારતમાં વિલીન વા પ્રત્યે અણગમો વ્યક્ત કર્યો હતો. જો કે, સરકાર પટેલે પોતાના નેતૃત્વના અનન્ય ગુણના કારણે આવા રાજ્યોને સમજાવામાં સફળતા મળી હતી. આ બધી હકીકતો વિવિધ પુસ્તકોમાં ગ્રંસ્ યેલી છે. પણ, કેટલાક કિસ્સા એવા છે, જે બહુ જાણીતા ની. તે પૈકીનો એક કિસ્સો અહીં પ્રસ્તુત છે.

વાત જાણે એમ હતી કે, ભારતને સ્વતંત્ર કરવાની ઘોષણા ઇ ત્યારે, અત્યારનો આપણો દેશ વિવિધ પ્રાંતોમાં વહેંચાયેલો હતો. તે વખતે ૫૬૨ રજવાડાઓ હતા. જેનું ભારતમાં વિલીનીકરણ કરવાનું કાર્ય જટીલ અને કપરૂ હતું. કેટલાક રાજ્યો પોતે સ્વતંત્ર રહેવા ઇચ્છતા હતા. કેટલાક રાજ્યોએ પોતાના સંગઠન બનાવ્યા હતા. તે પૈકી હતું યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ. જેમા સૌરાષ્ટ્રના રાજવીઓ જોડાયેલા હતા.

યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડે ભારત સરકારમાં પોતાની માંગણી રજૂ કરવા માટે એક મેમોરેન્ડમ આપવાનું નક્કી કર્યું. આ મેમોરેન્ડમ પોરબંદરના દીવાન વૈકુંઠપ્રસાદ છેલશંકર જોશીપુરા પાસે લખાવવાનું નક્કી કરવામાં આવ્યું. વી. સી. જોશીપુરા તરીકે જાણીતા આ દીવાન પોરબંદરના કુશળ વહીવટકર્તા હતા. મહાત્મા ગાંધીના પિતા કરમચંદ ગાંધી એટલે કે કબા ગાંધી જે રાજ્યના દીવાન હતા.

 તેની પરંપરા વી. સી. જોશીપુરા સંભાળતા હતા. ત્યારે, પોરબંદર નરેશ નટવરસિંહ જેઠવા હતા. જેઓ ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના પ્રમ કપ્તાન પણ હતા. વી. સી. જોશીપુરાએ ૧૯૧૯ ી ૧૯૪૭ સુધી પોરબંદર રાજ્યનું દિવાનપદુ સંભાળ્યું હતું.

તેમણે ભારત સરકારમાં યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ વતી રજૂઆત કરી અને રાજ રજવાડાઓની માંગણી પ્રસ્તુત કરી હતી. ત્યારે, ભારતમાં બિનચૂંટાયેલી સરકાર કાર્યરત હતી અને એમાં સરદાર પટેલ ઉપવડાપ્રધાન હતા. આ માંગણી તેમની પાસે આવી. સરદારના ધ્યાને આ આવી. તેમણે વરિષ્ઠ અધિકારી નિલમભાઇ બૂચ મારફત કહેણ મોકલ્યું કે, વી. સી. જોશીપુરા પાસે જ આ માંગણીનો જવાબ લખાવો. આ મેમોરન્ડમમાં મુખ્યત્વે રાજવીઓની સત્તા, સંપત્તિને લગતી માંગણીઓ હતી.

હવે રસપ્રદ વાત છે. વી. સી. જોશીપુરાએ આ માંગણીઓનો ભારત સરકાર વતી જવાબ તૈયાર કર્યો. જેમાં તત્કાલીન સંજોગોમાં માંગણી ગ્રાહ્ય રાખી શકાય એમ ની, તેનો વિસ્તૃત જવાબ આપ્યો. આમ, સરદાર પટેલે કુનેહ વાપરી વી. સી. જોશીપુરા પાસે જ જવાબ તૈયાર કરાવ્યો હતો.

વી. સી. જોશીપુરા એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ કમલેશ જોશીપુરાના દાદા. તેઓ આજે પણ આ કિસ્સો બહુ રસપ્રદ રીતે કહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.