Abtak Media Google News

વર્ષ ૨૦૧૪માં જે રીતે મલેશિયા એરલાઇન્સનું એમએચ-૩૭૦ વિમા ગુમસુદા થયું હતું તેવી ઘટના ફરી પાછી ન બને તે માટે ઇન્ડિયન એવીએશન સજજ

૮ નવેમ્બરથી ફલાઇટ ટ્રેકીંગ ઓપરેશન શરૂ: ઉડ્ડયન દરમિયાન ૧પ મીનીટે વિમાની પરિસ્થિતિનો સંપુર્ણ રિપોર્ટ મળશે

હવામાં ઉડતા વિમાનોએ હવે જમીન સાથે જોડાયેલા રહેવું પડશે. એટલે કે ઉડે ભલે આકાશમાં પણ તે કોમ્યુનિકેશન ના માઘ્યમરુપી જમીન સાથે જોડાયેલા રહેવા જોઇએ કે જેથી કરીને વિમાન ગુમ થવાની ઘટનાઓ રોકી શકાય. જયારે માણસ હવામાં ઉડવા માંડે છે પરંતુ જો નિયંત્રણ હોય તો માણસે આ ફટકો ખાવો પડશે નહિ આજ રીતે જો વિમાનોનું યોગ્ય નિયંત્રણ અને દેખરેખ રાખવામાં આવે તો વર્ષ ૨૦૧૪ માં જે રીતે મલેશીયાની એરલાઇન્સનું વિમાન એમએચ-૩૭૦ ગુમસુદા થયું હતું. તેવા બનાવો ફરી પાછા બને નહિ. આ તરફ ઘ્યાન દોરી ઇન્ડીયન એવીએશને મહત્વનો નિર્ણય કર્યો છે અને ફલાઇટનું ડગલે ને પગલે ટ્રેકીંગ કરવા ડીજીસીએ ઓપરેટરોને આદેશ કર્યા છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે ૮ માર્ચ ૨૦૧૪માં મેલેશીયા એરલાઇન્સનું એમએચ-૩૭૦ વિમાન ગુમસુદા થવાની ઘટના સામે આવી હતી આ વિમાને કુઆલા લંપુરથી બેઇજીંગ જવા માટે ઉડાન ભરી હતી. જેમાં ૨૩૯ યાત્રીઓ સવાર હતા. આ વિમાને ઉડાન ભરી ત્યારપછી આજદીન સુધી ગુમ છે. વિમાન ક્ષેત્રના રહસ્યોમાં જે વણઉકેલાયા રહસ્યો છે. તેમાની આ એક ઘટના છે પરંતુ આવી ઘટનાઓ ફરી પાછી ન બને તે માટે ભારત સજજ થયું છે અને દરેક ફલાઇટના ટ્રેકીંગનું ઓપરેશન શરુ કર્યુ છે.

ડાયરેકટોરેટ જનરલ ઓફ સીવીલ એવિએશન ડીજીસીએ આ ટ્રેકીંગ ઓપરેશન વિશે માહીતી આપતા જણાવ્યું કે આ ઓપરેશનને ઓપરેશન ઓફ કોમર્શિયલ એર ટ્રાન્સપોર્ટ નામ અપાયું છે. જે અંતર્ગત દરેક ફલાઇટનું ટ્રેકીંગ કરવામાં આવશે. ડગલે ને પગલે ફલાઇટ પર દેખરેખ રખાશે. અને તેમાં પણ રસપ્રદ વાત એ છે કે કે વિમાનની સંપૂર્ણ માહીતી દર ૧પ મીનીટે અપડેટ થઇ જશે. વિમાન કયાં પહોચ્યુ ? કયા ક્ષેત્રમાં છે? કોઇ દુધર્ટનાની સંભવના ખરી ? આગળનો ક્ષેત્રે પહોચતા કેટલો સમય લાગશે? વગેરે જેવી તમામ માહીતીઓ મળી રહેશે.

ડીજીસીએ વધુમાં જણાવતા કહ્યું કે, ખાસ કરીને સમુદ્ર વિસ્તારો પર વિમાનની ઉડાનનું ખાસ ટ્રેડીંગ કરાશે. ૧૫-૧૫ મીનીટના અંતરાળે વિમાનની સ્થિતિની ઓટોમેટીક માહીતી મળતી રહેશે. આ ઓપરેશન ૮ નવેમ્બરથી શરુ થશે. એઆઇ અધિકારીએ આ અંગે જણાવ્યું કે, ભારતથી અમેરિકા કે ઓસ્ટ્રેલીયા જવા માટે મોટાભાગનો વિસ્તાર સમુદ્રીય વિસ્તાર આવે છે યુએસ સુધી જવા એપલોન્ટિક અને પેસેફીક મહાસાગરનું અંતર કાપવું પડે છે.

જયારે ઓસ્ટ્રેલીયા જવા હિંદ મહાસાગરનું અંતર કાપવું પડે છે આથી આ વિસ્તારોમાં એર ઇન્ડીયા ફલાઇટની સુરક્ષા વધુ મજબુત કરવી પણ જરુરી બની જાય છે. આ માટે એરડ્રાફટ કોમ્યુનીકેશન, એડ્રેસીંગ એન્ડ રીપોટીંગ સીસ્ટમ તેમજ ઓટોમેટીક ડીપેન્ડેન્ટ સર્વેલન્સ, બ્રોડકાસ્ટ  સીસ્ટમ ફીટ કરાઇ છે કે જે થોડા થોડા સમયાંતરે વિમાનની તમામ માહીતી ગ્રાઉન્ડ સ્ટેશન સુધી પહોચાડશે. આમ, વિમાનન ટ્રેકીંગથી ઓચિંતી આવતી દુધર્ટનાઓ રોકી શકાશે અને વિમાન ગુમસુદા થવા ના બનાવો પણ અટકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.