Abtak Media Google News

ત્રણ દિવસના ત્રિવેણી સંગમ કાર્યક્રમોની હસાયરા સાથે થઇ સમાપ્તિ: દાતાઓનું મહાનુભાવોના હસ્તે થયું સન્માન

સરગમ ક્લબ દ્વારા રાજકોટની જાહેર જનતા માટે વિનામુલ્યે યોજાયેલા ત્રિવેણી સંગમ કાર્યક્રમનો છેલ્લો કાર્યક્રમ હસાયરો માણીને લોકો ખુશ થઈ ગયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ કહ્યું હતું કે, સરગમ કલબ પ્રજાજનો માટે આ પ્રકારના કાર્યક્રમો યોજીને સાંસ્કૃતિક પ્રવૃતિને જીવંત રાખે છે એ ઘણી સારી બાબત છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ હસાયરામાં માયાભાઇ આહીર, કીર્તીદાન ગઢવી, ધીરુભાઈ સરવૈયા અને ગુણવંત ચુડાસમાએ લોકોને ખૂબ હસાવ્યાં હતાં.

Advertisement

આ હસાયરો રેસકોર્સ મેદાનમાં રાખવામા આવ્યો હતો પણ રવિવારે ખૂબ જ વરસાદ આવતા છેલ્લી ઘડીએ સ્થળ ફેરવીને હેમુ ગઢવી હોલ રાખવામાં આવ્યો હતો અને આ હોલ પણ તુરંત ખીચોખીચ ભરાઈ ગયો હતો.

આ કાર્યક્રમમાં વજુભાઈ વાળા ઉપરાંત, રાજ્યસભાના સભ્ય રામભાઇ મોકરિયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, કલેક્ટર અરૂણ મહેશ બાબુ, શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ભાજપ અગ્રણી ધનસુખભાઈ ભંડેરી, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના પ્રારંભે સરગમ પરિવારના ડો. ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, જાસુમતિબેન વસાણી, ચેતનાબેન સવજાણી, જયશ્રીબેન વ્યાસ, ભરતભાઇ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, ગીતાબેન હીરાણી અને મધુરીકાબેન જાડેજાના હસ્તે મહેમાનોનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જાણીતા લોકકલાકારો માયાભાઇ આહીર, કીર્તીદાન ગઢવી, ધીરુભાઈ સરવૈયા અને ગુણવંત ચુડાસમાએ હાસ્યના ફૂવ્વારા ઉડાડયા હતા અને લોકો ભીંજાયા હતા.

આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ત્રિવેણી સંગમ કાર્યક્રમ માટે આર્થિક સહયોગ આપનાર બાન લેબના મૌલેશભાઈ ઉકાણી, પૂજારા ટેલિકોમના યોગેશભાઈ પૂજારા, રોલેક્સ રોલ્ડ રિંગ્સના મનીષભાઈ માડેકા, ક્લાસિક નેટવર્કના સ્મિતભાઈ પટેલ, જે.પી. ઇન્ફાસ્ટ્રકચરના જગદીશભાઇ ડોબરિયા, ડી.એમ.એલ. ગ્રૂપના હરેશભાઈ લાખાણી, જે.એમ.જે. ગ્રૂપના મયૂરધ્વજસિંહ જાડેજા, અમિધારા ડેવલપર્સના જીતુભાઈ બેનાણી વગેરેનું સરગમ પરિવાર વતી મોમેંટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમોને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ રમેશભાઈ અકબરી, જગદીશભાઈ કિયાડા, ઘનશ્યામભાઈ પરસાણા, કૌશિકભાઈ વ્યાસ સહિતનાએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુણવંતભાઈ ડેલાવાળાએ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.