Abtak Media Google News

બીએપીએસ મંદિરમાં આજે સેવાદિનની ઉજવણી: સેવાની અગત્યતા પર ડિબેટ યોજાશે

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ રાજકોટના આંગણે બી.એ.પી.એસ. સંસના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી  મહંતસ્વામી મહારાજ છેલ્લા ૧૧ દિવસી સત્સંગનો લાભ આપી રહ્યા છે,જે અંતર્ગત સત્પુરૂષ દિનની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પ્રાત:પૂજા દર્શન બાદ પૂ. મહંતસ્વામી મહારાજે આશીર્વચનમાં જણાવ્યું હતું કે, સેવામાં દંભ કે દેખાવ ના કરવો.  દાસના દાસ થઈને સેવા કરીએ. સેવા કરવામાં ભગવાન અને સંતને રાજી કરવાનું જ તાન રાખવું. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે એક વખત સેવાનો સંકલ્પ કર્યો અને સંપૂર્ણ જીવન સેવામાં સમર્પિત કર્યું.

સાયંસ ભામાં પૂજ્ય આત્મસ્વરૂપ સ્વામીએ પ્રગટ સત્પુરૂષ પૂ. મહંતસ્વામી મહારાજના દેશ-વિદેશના વિચરણના વિવિધ પ્રસંગો રજૂ કર્યા હતા. સાથે તેઓએ સત્પુરુષનો મહિમા જણાવતા કહ્યું હતું કે,સ્વયં ભગવાન સ્વામિનારાયણે આ વર સૌને આપેલો છે કે ભગવાન કે ભગવાનના સંત પરર્મા કાર્ય માટે હંમેશા પૃથ્વી પર વિચરતા રહેશે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ડો.અક્ષરબ્રહ્મ વિષય પર અદ્દભુત સંવાદ રજૂ યો હતો.

ગઈ કાલે સાયંસ ભામાં આશીર્વચનમાં મહંતસ્વામી મહારાજે જણાવ્યું હતું કે, ‘સત્સંગમાં દ્રઢ શ્રદ્ધા જોઈએ. નિષ્કપટ ભાવે શુધ્ધભાવે સત્સંગ કરવો. ભગવાનના વચનમાં ચાલે તે સત્પુરૂષ કહેવાય. સત્પુરુષના યોગ વિના ભગવાન સમજતા જ ની. ભગવાનના સાધુ માટે જે કંઈ કરીએ એ પરમ લાભ છે.’

Morning Pujaબી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદીર દ્વારા મંદિરનાં પ્રાંગણમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટના વિવિધ વિભાગના નિષ્ણાંત અને પ્રતિષ્ઠિતડોક્ટરોસેવાનોલાભઆપી રહ્યા છે જેનો કાલે છેલ્લો દિવસ છે.અત્યાર સુધીમાં ૧૦૦૦થી અધિક ભાવિક ભક્તોએ આ કેમ્પનો લાભ લીધો છે. આવતીકાલ સુધી તેઓની કિલનિકમાં ફ્રી સારવાર મળશે જેની કૂપન મંદિરેીથી પ્રાપ્ત થશે તો સર્વે ભાવિક ભક્તોને આ કેમ્પનો લાભ લેવા અનુરોધ  કરાયો છે. આવતીકાલે સવારે ૮ વાગ્યાી સાંજે ૬ વાગ્યા સુધીમંદિરેરક્તદાન કેમ્પ યોજાશે જેમાં પણ સૌ ભાવિક ભક્તો જોડાઈ શકશે.

આજે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં દિનની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગતસેવાની અગત્યતાને રજૂ કરતી ડિબેટ યોજાશે અને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વચનનો લાભ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.